PHOTOS : ભારતીય ટીમનો નવો અંદાજ, નવી ટ્રેનિંગ કિટમાં જોવા મળ્યા ભારતીય ખેલાડીઓ
London : ભારત સહિત દુનિયાભરમાં હાલમાં આઈપીએલ 2023નો ક્રેઝ ચાલી રહ્યો છે. આઈપીએલ 2023 હાલમાં અંતિમ તબક્કામાં છે. ત્યારે બીસીસીઆઈ એ ભારતીય ક્રિકેટ ટીમને લઈને એક મોટી જાહેરાત કરી છે. ભારતીય ટીમ હાલમાં નવી ટ્રેનિંગ કિટમાં પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી.

બીસીસીઆઈ સચિવ જય શાહે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે - કિટ સ્પોન્સર તરીકે એડિડાસ સાથેની અમારી ભાગીદારીની જાહેરાત કરતાં મને આનંદ થાય છે.

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હાલમાં આઈપીએલ 2023માં વ્યસ્ત છે. આઈપીએલ બાદ એશિયા કપ, વર્લ્ડ કપ અને અન્ય ક્રિકેટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર એક નવો લોગો જોવા મળશે. કેટલાક ખેલાડીઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે લંડન પહોંચી ગયા છે. જ્યારે બાકીના ખેલાડીઓ આઈપીએલની ફાઈનલ મેચ બાદ લંડન પહોંચશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પહેલા પ્રેક્ટિસ માટે પહોંચેલી ભારતીય નવી ટ્રેનિંગ કિટમાં જોવા મળી હતી.

ભારતીય ટીમના ખેલાડીઓની નવી ટ્રેનિંગ કિટમાં એડિડાસનો નવો લોગો જોવા મળી રહ્યો છે. બીસીસીઆઈ દ્વારા નવી ટ્રેનિંગ કિટના ફોટો શેયર કરવમાં આવ્યા છે.

2021-2023 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 7 થી 11 જૂન 2023 દરમિયાન ધ ઓવલ, લંડન ખાતે રમાશે.