ઈન્ટરનેશનલ ક્રિકેટરો જે બેટથી રમે છે તેની કિંમત કેટલી છે? બોલની પ્રાઈઝ જાણી ચોંકી જશો
વિરાટ કોહલી, રોહિત શર્મા, બાબર આઝમ અને સ્ટીવ સ્મિથ જેવા બેટ્સમેન ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાની બેટનો ઉપયોગ કરે છે. આ ખેલાડીઓના એક બેટની કિંમત કેટલી છે તે જાણીને તમે ચોંકી જશો. આ સિવાય ઈન્ટરનેશનલ મેચોમાં વપરાતા બોલની કિંમત જાણીને પણ તમને આંચકો લાગી શકે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલી સૌથી મોંઘી બેટનો ઉપયોગ કરે છે. કોહલી ઈંગ્લિશ વિલો બેટથી રમે છે, જે આગળના ભાગમાં થોડો વળાંક ધરાવે છે. કોહલીના એક બેટની કિંમત 23,000 રૂપિયા છે.

મોટાભાગના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ઈંગ્લિશ વિલો બેટનો ઉપયોગ કરે છે, જેને 4 ગ્રેડમાં વિભાજિત કરવામાં આવે છે. ચોથા ગ્રેડના બેટની કિંમત 5 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને 8 હજાર રૂપિયા સુધી જાય છે.

અંગ્રેજી વિલોની ગ્રેડ 5 બેટની કિંમત 8 હજાર રૂપિયાથી શકરું થાય છે. જ્યારે ગ્રેડ 6 ઈંગ્લિશ વિલો બેટની શરૂઆતની કિંમત 15 હજાર રૂપિયાની આસપાસ છે અને બેટની ગુણવત્તાના આધારે આ કિંમત 20 હજાર રૂપિયાથી ઉપર જઈ શકે છે.

ટેસ્ટ મેચોમાં લાલ બોલનો જ્યારે ODI અને T20માં સફેદ બોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ગુલાબી બોલનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય મેચો માટે માત્ર કૂકાબુરા અને એસજી કંપનીઓ દ્વારા ઉત્પાદિત બોલનો ઉપયોગ કરવામાં આવે છે.

કૂકાબુરાના લાલ બોલની કિંમત 8,500 રૂપિયાથી 15 હજાર રૂપિયા સુધીની હોય છે. જ્યારે સફેદ ટર્ફ બોલની કિંમત 19 હજાર રૂપિયાની આસપાસ હોય છે.
