રવિન્દ્ર જાડેજાએ જીત્યો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ, પરંતુ ઉજવણી એક કલાકમાં જ ફિક્કી પડી ગઈ, જાણો કેમ
વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચમાં જોરદાર પ્રદર્શન કરનાર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો. જો કે થોડા જ કલાકમાં આ એવોર્ડની ચમક ઝાંખી થઈ ગઈ. જાડેજાને મેચ બાદ મોટો ઝટકો લાગ્યો હતો. સાથે જ ફેન્સના મનમાં પણ સવાલો ઉભા થયા. જાણો એવું શું થયું?

વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચમાં બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયાના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા મોટો ફટકો પડ્યો છે.

અમદાવાદ ટેસ્ટ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા બાદ રવિન્દ્ર જાડેજાની ઉજવણી એક કલાકમાં જ ફિક્કી પડી ગઈ જ્યારે તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહીં.

ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 19 ઓક્ટોબરથી શરૂ થશે. આ દરમિયાન, રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ અણનમ 104 રન બનાવ્યા. ત્યારબાદ તેણે વેસ્ટ ઈન્ડીઝની બીજી ઈનિંગમાં 13 ઓવરમાં માત્ર 54 રન આપીને 4 વિકેટ લીધી. વેસ્ટ ઈન્ડીઝને એક ઈનિંગ અને 140 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો.

રવિન્દ્ર જાડેજાને તેના પ્રભાવશાળી પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો, પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ODI ટીમમાં તેનો સમાવેશ ન થતાં એક કલાકમાં જ તેનો ઉજવણીનો માહોલ ફિક્કો થઈ ગયો.

વિશ્વનો નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા છેલ્લે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં રમ્યો હતો. જાડેજાએ તે મેચમાં એક વિકેટ લીધી હતી અને અણનમ 9 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં જાડેજાનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યું હતું. તેણે 5 મેચમાં 5 વિકેટ લીધી અને 27 રન બનાવ્યા. કદાચ આ પ્રદર્શનને કારણે તેને ODI ટીમમાં સામેલ ન કર્યો હોય, પરંતુ મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે એક અલગ કારણ આપ્યું છે.

ટીમની જાહેરાત બાદ મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે જણાવ્યું કે જાડેજાને આરામ આપવો એ તેની ક્ષમતાઓ કે ફોર્મનું પરિણામ નથી, પરંતુ એક વ્યૂહાત્મક નિર્ણય છે. કુલદીપ-વોશિંગ્ટન ટીમમાં હોવાથી ત્રણ સ્પિનરોને મેદાનમાં ઉતારી શકાય તેમ નથી. (All Photo Credit : PTI / GETTY)
વિશ્વનો નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને વનડે ટીમમાં ફરી કઈ સિરીઝમાં સ્થાન મળશે તે મોટો સવાલ છે. રવિન્દ્ર જાડેજા સાથે જોડાયલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
