FACT CHECK : વૈભવ સૂર્યવંશીને બોલિવૂડ અભિનેત્રીએ ગળે લગાવ્યો, જાણો વાયરલ ફોટો પાછળનું સત્ય શું છે?
IPL 2025માં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યો છે. 18 મેના રોજ પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં પણ તેણે વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ મેચ પછી, તેને બોલિવૂડ અભિનેત્રીએ શુભેચ્છા પાઠવી હતી. જો કે કેટલાક મીડિયા હાઉસ દ્વારા તેમની આ મુલાકાતમાં બંને ગળે મળી રહ્યા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું, જાણો આ પાછળનું સત્ય શું છે?

14 વર્ષનો વૈભવ સૂર્યવંશી IPL 2025માં ધમાલ મચાવી રહ્યો છે. તે પોતાની આક્રમક બેટિંગથી બધાને દિવાના બનાવી રહ્યો છે. 18 મેના રોજ પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ પણ તોફાની ઈનિંગ રમી હતી. જોકે, તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં.

આ મેચ પછી, બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા અને પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા વૈભવ સૂર્યવંશીને મળી હતી અને તેને શુભકામના પાઠવી હતી. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જો કે કેટલાક મીડિયા હાઉસ દ્વારા તેમની આ મુલાકાતમાં બંને ગળે મળી રહ્યા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું, જાણો આ પાછળનું સત્ય શું છે?

પંજાબ સામેની મેચમાં રાજસ્થાનને જીતવા 220 રનનો લક્ષ્યાંક મળ્યો. રાજસ્થાનને ઝડપી શરૂઆતની જરૂર હતી, જે વૈભવ સૂર્યવંશીએ પૂરી પાડી. તેણે માત્ર 15 બોલમાં 40 રન બનાવ્યા. આ ઈનિંગમાં સૂર્યવંશીએ 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. તેનો સ્ટ્રાઈક રેટ 266.66 હતો. ખાસ વાત એ હતી કે આ ઈનિંગમાં તેણે દોડીને એક પણ રન બનાવ્યો ન હતો.

આ મેચ પછી બોલિવૂડ અભિનેત્રી અને પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા વૈભવ સૂર્યવંશીને ગળે લગાવતી એક તસવીર સામે આવી. આ તસવીર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગઈ પણ આ તસવીરની વાસ્તવિકતા કંઈક અલગ જ નીકળી. ખરેખર, આ તસવીર નકલી નીકળી. પ્રીતિ ઝિન્ટાએ પોતે ટ્વીટ કરીને આ તસવીરનું ખંડન કર્યું હતું.

રાજસ્થાન રોયલ્સે પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં વૈભવ સૂર્યવંશી અને પ્રીતિ ઝિન્ટા મેચ બાદ એકબીજાને મળી રહ્યા છે અને બંને ખૂબ જ સહજતાથી શેક હેન્ડ કરી રહ્યા છે.

આ મુલાકાત દરમિયાન પ્રીતિ ઝિન્ટા વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરતી જોવા મળી હતી. મેચ દરમિયાન પણ વૈભવ સૂર્યવંશીની તોફાની ઈનિંગ જોઈને પ્રીતિ ઝિન્ટા તાળીઓ પાડતી જોવા મળી હતી. (All Photo Credit : PTI / X / INSTAGRAM)
IPL 2025માં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું, પણ 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ બેટિંગથી બધાને દિવાના બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
