IPL 2025ના પ્લેઓફ માટે ચાર ટીમો નક્કી, કોણ કોની સાથે મેદાનમાં ઉતરશે તેના પર હજુ સસ્પેન્સ
આઈપીએલ 2025માં બુધવારના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાય હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 59 રનથી હાર આપી છે. આ જીત સાથે મુંબઈની ટીમે પ્લેઓફમાં એન્ટ્રી કરી છે. પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. આ ચાર ટીમમાં ગુજરાત, પંજાબ અને આરસીબી પહેલાથી ક્વોલિફાય કર્યું હતુ. હવે મુંબઈની એન્ટ્રી થઈ છે.

આઈપીએલની આ સીઝનના પ્લેઓફમાં જનારી 4 ટીમ નક્કી થઈ ચૂકી છે. આ વખતે ગુજરાત ટાઈટન્સ, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈની ટીમ ટોપ 4માં સ્થાન મેળવી લીધું છે પરંતુ આ ટીમની પરીક્ષા હજુ પણ અઘરી હશે.

આઈપીએલ 2025ના પ્લેઓફની 4 ટીમ નક્કી થઈ ગઈ છે, હજુ પણ 27 મેના રોજ આઈપીએલ 2025ની લીગ તબક્કો ચાલશે પરંતુ આ પહેલા આઈપીએલમાંથી બહાર થનારી ટીમ નક્કી થઈ ગઈ છે. તેમજ જે ટીમે પ્લેઓફમાં ક્વોલિફાય કર્યું તે પણ નક્કી થઈ ગઈ છે. આ ટીમ હવે ટ્રોફી મેળવવા માટે મેદાનમાં ઉતરશે.

હવે ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ IPL 2025નો ખિતાબ જીતવાનો દાવો કરશે. પરંતુ આ ત્રણેય ટીમોની અગ્નિપરીક્ષા અહીં સમાપ્ત થતી નથી. હવે પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને બીજા સ્થાને રહેવા માટે ટકકર થશે.

તમને જણાવી દઈએ કે, જે ટીમ પ્રથમ અને બીજા નંબર પર પોઈન્ટ ટેબલમાં રહે છે. તેની પાસે ફાઈનલમાં જવાની તક હોય છે. આઈપીએલના લીગ તબક્કો સમાપ્ત થયા બાદ પ્રથમ ક્વોલિફાય પ્રથમ અને બીજા વચ્ચે રમાય છે.

જે ટીમ જીતે છે તે સીધી ફાઈનલમાં પહોંચે છે. જે ટીમ હારે છે તે બહાર થતી નથી પરંતુ બીજી ક્વોલિફાય મેચ રમે છે. તેમજ ત્રીજા અને ચોથા સ્થાને રહેતી ટીમ બહાર થઈ જાય છે.

આવી સ્થિતિમાં, પ્રથમ અને બીજા સ્થાને ટીમો પાસે ટાઇટલ જીતવાની વધુ તક છે. આ જ કારણ છે કે કોઈ પણ ટીમ ફક્ત પ્લેઓફમાં પહોંચીને ખુશ નથી થતી. ટીમ પ્રથમ સ્થાને પહોંચે તે માટે ટકકર અંત સુધી ચાલુ રહે છે. હવે જોવાનું એ છે કે આ વર્ષે કઈ ટીમ પ્રથમ અને બીજા સ્થાને પહોંચે છે.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
