IPL 2024: CSK vs MI વચ્ચેની મેચમાં MS ધોની પહેલા Hardik Pandyaને ભેટ્યો બાદમાં તેની સાથે કર્યું એવું કે તે ક્યારેય ભૂલી નહીં શકે
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હાર્દિકે ચેન્નાઈ સામે બોલિંગના 7 વિકલ્પોનો ઉપયોગ કર્યો હતો. હાર્દિકે પોતે 3 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 2 વિકેટ લીધી હતી. જ્યારે ગેરાલ્ડ કોએત્ઝી અને શ્રેયસ ગોપાલે 1-1 વિકેટ લીધી હતી. હાર્દિક 20મી ઓવર નાખવા આવ્યો હતો, જેમાં તેણે 26 રન આપ્યા હતા. જોકે આ દરમ્યાન ધોની 20મી ઓવરના છેલ્લા 4 બોલ રમવા આવ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈ સુપર કિંગ્સે 207 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ, આ મેચમાં બેટિંગ કરતી વખતે માહીએ જે સ્ટાઈલમાં 20 રન બનાવ્યા તે ફેન્સ ભૂલી શકે તેવી શક્યતા નથી.

IPL 2024ની સૌથી મોટી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈની ટીમે શાનદાર બેટિંગ કરીને 206 રન બનાવ્યા હતા. પરંતુ, CSKની ઇનિંગ્સની સૌથી મોટી ખાસિયત MS ધોનીની 4 બોલમાં 20 રનની શાનદાર ઇનિંગ હતી.

મેચ પહેલા MS ધોની હાર્દિકને ભેટ્યો હતો. બાદમાં તેની જ ઓવરમાં 4 જ બોલમાં 20 રન ફટકાર્યા.

માહીએ આવતાની સાથે જ સિક્સર ફટકારી અને પછી માત્ર 4 બોલમાં 20 રન બનાવીને અણનમ પરત ફર્યો.

હાર્દિક પંડયાની છેલ્લી ઓવરમાં કુલ 26 રન આવ્યા જેમાં Wd, 4, Wd, W, 6, 6, 6, 2 , જેવા બોલ પડ્યા. ડેરીલ મિચેલ 14 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો.

છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા મહેન્દ્ર સિંહ ધોનીનો દબદબો રહ્યો. તેણે બેક ટુ બેક 3 સિક્સર ફટકારીને ચાહકોનો દિવસ બનાવ્યો.. જોકે ધોનીના બેટથી લાગેલી આ હેટ્રીક 6 હાર્દિક ભાગ્યેજ ભૂલી શકશે.

IPL 2024ની સૌથી મોટી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈની ટીમે શાનદાર બેટિંગ કરીને 206 રન બનાવ્યા હતા.






































































