IND vs PAK : ભારત વિરુદ્ધ પાકિસ્તાન T20 મેચમાં ક્યારેય આ કારનામું થયુ નથી, શું આ વખતે ઇતિહાસ રચાશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ 14 સપ્ટેમ્બરના રોજ રમાશે. રવિવારના રોજ રમાનારી આ મેચમાં કેટલાક કીર્તિમાન બનતા જોવા મળી શકે છે.

એશિયા કપમાં ટીમ ઈન્ડિયા યુએઈને હરાવી પોતાના મિશનની શરુઆત કરી ચૂક્યું છે. પહેલી જ મેચમાં જે રીતે ભારતીય ટીમ રમતા જોવા મળી છે. તેના વખાણ થઈ રહ્યા છે . ભારતને પહેલાથી જ એશિય કપની જીતનો પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે.

હવે ક્રિકેટ ચાહકો 14 સપ્ટેમ્બરના રોજની રાહ જોઈ રહ્યા છે. જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ રમાશે પરંતુ આ વખતે આ કારનામું પણ જોવા મળશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.

અત્યારસુધી બંન્ને ટીમો વચ્ચે ટી20 ઈન્ટરનેશનલ મેચમાં ક્યારે પણ આ કારનામું થયું નથી. તેની ચાહકો રવિવારની રાહ જોઈ રહ્યા છે.

એ જોવાનું પણ રસપ્રદ રહેશે કે, આ વખતે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે, ત્યારે કોઈ બેટ્સમેન સદી ફટકારશે કે ચૂકી જશે. કારણ કે આ બંને ટીમો પહેલાં જ્યારે પણ ટકરાઈ છે, ત્યારે કોઈ બેટ્સમેને ક્યારેય સદી ફટકારી નથી.

અમે એશિયા કપ જ નહી પરંતુ ટી20 મેચની વાત કરી રહ્યા છે. જ્યારે બંન્ને ટીમો વચ્ચે આમને સામને થઈ છે. ત્યારે મોટો સ્કોર બનાવનાર વિરાટ કોહલી રહ્યો છે. તેમણે વર્ષ 2022માં મેલબર્નમાં પાકિસ્તાન વિરુદ્ધ અણનમ 82 રનની ઈનિગ્સ રમી હતી.

પાકિસ્તાન માટે રિઝવાને સૌથી મોટી ઈનિગ્સ રમી છે.હવે વિરાટ કોહલી કે મોહમ્મદ રિઝવાન બંન્નેમાંથી કોઈ ટીમમાં નથી.આ વખતે જ્યારે 14 અને 21 સપ્ટેમ્બરે ટક્કર થશે, ત્યારે નવો હીરો કોણ ઉભરીને આવશે તે જોવાનું રહેશે.
એશિયા કપ એક મોટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ છે, જેનું આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. તેની શરૂઆત 1984 માં થઈ હતી. અહી ક્લિક કરો
