100 કરોડનું જેટ, 100 કરોડનું ઘર, 77 બેડરૂમની હોટલ, કલાકમાં કરોડોમાં કમાય છે મેસ્સી, જુઓ પરિવાર
ફૂટબોલના જાદુગર તરીકે જાણીતા આર્જેન્ટિનાના ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીનો ભારત પ્રવાસ ચર્ચામાં રહ્યો છે. તે ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યો હતો. તેમની કુલ સંપત્તિ તેમજ હવે લોકો તેના પરિવાર વિશે પણ જાણવા માંગે છે.લિયોનેલ મેસ્સીનો પરિવાર જુઓ.

દુનિયાના સ્ટાર ફૂટબોલરો હાલમાં ભારતના પ્રવાસે છે. તેમની કમાણી અંગે ઘણીવાર અટકળો લગાવવામાં આવે છે. જાણો આ ફૂટબોલ દિગ્ગજ દરરોજ કેટલી કમાણી કરે છે. તેમજ તેના પરિવાર વિશે વાત કરીએ.

લિયોનેલ મેસ્સીના પરિવારમાં તેના માતાપિતા, જોર્જ મેસ્સી (પિતા) અને સેલિયા કુચિટ્ટીની (માતા), બે મોટા ભાઈઓ, રોડ્રિગો અને માટિયાસ, અને એક નાની બહેન, મારિયા સોલનો સમાવેશ થાય છે.

લિયોનેલ મેસ્સીનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

લિયોનેલ મેસ્સીએ બાળપણની ફ્રેન્ડ એન્ટોનેલા રોકુઝો સાથે લગ્ન કર્યા હતા. બંન્ને 3 બાળકોના માતા પિતા છે.લિયોનેલ મેસ્સી અને એન્ટોનેલા રોકુઝોને ત્રણ પુત્રો, થિયાગો, માટિયો અને સિરો છે

મેસ્સીનો જન્મ 24 જૂન 1987 ના રોજ સાન્ટા ફે પ્રાંતના રોઝારિયોમાં થયો હતો. તે સ્ટીલ ફેક્ટરીના મેનેજર જોર્જ મેસ્સી અને ચુંબક ઉત્પાદન વર્કશોપમાં કામ કરતા તેમની પત્ની સેલિયા કુચિટ્ટીનીના ચાર બાળકોમાં ત્રીજો હતો.

લિયોનેલ મેસ્સીને નાનપણથી જ ફૂટબોલની રમત પ્રત્યેનો જુસ્સો હતો, તેઓ તેમના મોટા ભાઈઓ, રોડ્રિગો અને માટિયાસ અને તેમના પિતરાઈ ભાઈઓ, મેક્સિમિલિઆનો અને ઇમેન્યુઅલ બિયાનકુચી સાથે રમતા હતા, જે બંને પ્રોફેશનલ ફૂટબોલર હતા.

ચાર વર્ષની ઉંમરે તેઓ સ્થાનિક ક્લબ ગ્રાન્ડોલીમાં જોડાયા, જ્યાં તેમને તેમના પિતા દ્વારા કોચિંગ આપવામાં આવ્યું હતુ.

એક રિપોર્ટ અનુસાર, આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલરની કુલ કમાણી એટલે કે તેમની કુલ સંપત્તિ 7055 કરોડ રૂપિયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એન્ટોનેલાની કુલ સંપત્તિ 165 કરોડ થી વધુ છે.

એન્ટોનેલા ફિટનેસ બ્રાન્ડ્સ માટે મોડેલિંગ પણ કરે છે, લિયોનેલ મેસ્સી જેનાથી તે મોટી કમાણી કરે છે.તેમની આવક ફૂટબોલ મેચ ફી અને સ્પોન્સરશિપ સહિત વિવિધ સ્ત્રોતોમાંથી આવે છે.

ફોર્બ્સ 2025 મુજબ, લિયોનેલ મેસ્સીની કુલ વાર્ષિક કમાણી 135 મિલિયન હોવાનો અંદાજ છે.

આમાં તેમનો પગાર, બોનસ અને એન્ડોર્સમેન્ટ આવકનો સમાવેશ થાય છે. જો આપણે ભારતીય રૂપિયાને ધ્યાનમાં લઈએ તો આ આંકડો આશ્ચર્યજનક છે

મેસ્સી પાસે સ્પેન નજીક ઇબિઝા ટાપુ પર સૌથી મોંઘુ અને લક્ઝરી ઘર છે, જેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે.તે દર 24 કલાકે 3.25 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરે છે

મેસ્સી પાસે પોતાનું પ્રાઇવેટ જેટ પણ છે, જેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે અને તેમાં 15 થી વધુ લોકો બેસી શકે છે. તે આ પ્રાઇવેટ જેટમાં પોતાના પરિવાર સાથે મુસાફરી કરે છે.

મેસ્સી પાસે ઘણી મોટી અને ભવ્ય હોટલો પણ છે, જેમાં તેની 77 બેડરૂમની હોટલનો પણ સમાવેશ થાય છે. તેની પાસે મોંઘી કાર પણ છે. તેના કાર કલેક્શનમાં ઓડી, રેન્જ રોવર, ફેરારી, મર્સિડીઝ સામેલ છે.

આર્જેન્ટિનાના રોઝારિયોમાં જન્મેલા લિયોનેલ મેસ્સી વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક છે. તેમણે 2009 થી 2023 ની વચ્ચે 8 વખત બેલોન ડી'ઓર જીત્યો, જે વિશ્વના શ્રેષ્ઠ પુરુષ ફૂટબોલરને આપવામાં આવે છે, જે રેકોર્ડ છે. 2022માં તેમણે આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપમાં લઈ જઈને ઇતિહાસ રચ્યો હતો. મેસ્સી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર તેના લાખો ફોલોઅર્સ છે. તે એક સોશિયલ મીડિયા પોસ્ટ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે.
ફેમિલી ટ્રી જેને વંશાવળી પણ કહેવાય છે, ફેમિલી ટ્રી એટલે કે, કૌટુંબિક સંબંધોનું પ્રતિનિધિત્વ કરતો ચાર્ટ છે. જેમાં આખા પરિવારની વિગતો હોય છે. અહી ક્લિક કરો
