વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં ધમાલ મચાવનાર દુઆ લિપા એક ઈવેન્ટ માટે 5 થી 6 કરોડ રૂપિયા ફી લે છે
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે કે દુઆ લિપા વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરતી જોવા મળશે, દુનિયાભરમાં લિપાના ચાહકો મોટી સંખ્યામાં છે. લીપાના ભારત આવવાના સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર લિપા ટ્રેન્ડ થઈ રહી છે.જાણો કોણ છે દુઆ લિપા.


હોલીવુડ પોપ આઇકોન દુઆ લિપા આઇસીસી વર્લ્ડ કપ 2023ના ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મન્સ આપવા માટે તૈયાર છે. ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાશે. દુઆ લિપા ICC વર્લ્ડ કપ 2023 ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મન્સ આપશે.

ભારતની સાથે વિશ્વરભરમાં તમામ ક્રિકેટ ચાહકો વર્લ્ડકપ ફાઈનલને લઈ ઉત્સાહિત છે. ત્યારે ફાઈનલમાં અલ્બીનિયાની મશહુર સિંગર દુઆ લિપાનું નામ પણ સામેલ છે. એક પ્રમોશન દરમિયાન દુઆ લિપાએ ભારતીય કેપ્ટન રોહિત શર્માને પોતાનો ફેવરિટ ક્રિકેટર ગણાવ્યો છે.

દુઆ લિપા માત્ર 28 વર્ષની છે પરંતુ તેના ચાહકોની કોઈ કમી નથી. ફુટબોલ જગતની મોટી ટૂર્નામેન્ટમાં પણ તે ઓપનિંગ સેરેમનીમાં જોવા મળતી હોય છે. આ પહેલી વખત હશે કે, લિપા કોઈ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં પરફોર્મન્સ આપશે.

દુઆ લિપા અલ્બેનિયન મૂળની બ્રિટિશ ગાયિકા છે. તેણે મોડલિંગ પણ કર્યું છે અને પોતાના ગીતો પણ લખ્યા છે. લોકો માત્ર તેના અવાજની પ્રશંસા કરે છે એટલું જ નહીં, તેની સુંદરતા અને સ્ટાઈલ પાછળ પણ ચાહકો પ્રેમ વરસાવે છે.

લિપાએ ખૂબ જ નાની ઉંમરે મ્યુઝિકની કારકિર્દી શરૂ કરી હતી. 14 વર્ષની ઉંમરે તે યુટ્યુબ પર ગીતો ગાતી અને અપલોડ કરતી હતી. વર્ષ 2015માં, દુઆને તેની પ્રથમ મોટી ઓફર મળી. તેને વોર્નર મ્યુઝિક ગ્રુપે સાઈન કર્યો હતો.

આ પછી દુઆએ પાછું વળીને જોયું નથી. એક બાદ હિટ પરફોર્મન્સ આપી રહી છે.લિપાની આટલી મોટી સફળતા પાછળ તેની મહેનત છે. માત્ર 15 વર્ષની ઉંમરમાં જ સિંગર બનવા માટે લિપા લંડન પહોંચી હતી.

તમને જણાવી દઈએ કે દુઆ એક ઈન્ટરનેશનલ સેલિબ્રિટી છે અને 28 વર્ષની ઉંમરે તેણે દુનિયાભરમાં ઓળખ મેળવી છે. આ જ કારણ છે કે વર્લ્ડ કપ ઈવેન્ટમાં તેનું પ્રદર્શન ઘણું મોંઘું પડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુઆ એક ઈવેન્ટ માટે 5 થી 6 કરોડ રૂપિયા ફી લે છે પરંતુ તેની ફી અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
Latest News Updates

































































