AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાઈ IPL ટીમનો કેપ્ટન, પત્ની બોલિવુડ સ્ટાર, આવો છે પંડ્યા બ્રધર્સનો પરિવાર

ક્રિકેટર કૃણાલ પંડ્યાનો જન્મ 24 માર્ચ 1991ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતાનું નામ હિમાંશુ પંડ્યા છે, જેઓ કાર વીમા કંપનીમાં કામ કરતા હતા અને તેમની પુત્રી નલિની પંડ્યા ગૃહિણી છે. તો ચાલો આજે પંડ્યા બ્રધર્સના પરિવાર વિશે જાણીએ.

| Updated on: May 06, 2025 | 9:27 AM
Share
કૃણાલ પંડ્યા ભારતીય સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાના મોટા ભાઈ છે. ડિસેમ્બર 2017માં કૃણાલ પંડ્યાએ પંખુરી શર્મા સાથે લગ્ન કર્યા. કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યાને ક્રિકેટ રમવાનો શૌખ હતો, પિતાએ બાળકોના સપનાને પૂર્ણ કરવા માટે ખુબ મહેનત કરી છે.

1 / 13
જ્યારે પણ બંન્ને ભાઈ કોઈ મોટી સફળતા મેળવે છે, ત્યારે પિતાને જરુર યાદ કરે છે. આજે ક્રિકેટમાં પંડ્યા બ્રધર્સનો ડંકો વાગે તેની પાછળ તેમના પિતાનું ખૂબ મોટું બલિદાન અને યોગદાન રહ્યું છે.

2 / 13
 કૃણાલ હિમાંશુ પંડ્યાનો જન્મ 24 માર્ચ 1991ના રોજ અમદાવાદમાં થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે જે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી ચૂક્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કરી ચૂક્યો છે અને સ્થાનિક ક્રિકેટમાં બરોડા તરફથી રમે છે.

3 / 13
કૃણાલ પંડ્યા ઓલરાઉન્ડર છે જે ડાબા હાથે બેટિંગ કરે છે અને બોલિંગ કરે છે. તેણે નવેમ્બર 2018માં ભારતીય ક્રિકેટ ટીમ માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યું હતુ. 2021માં, તેણે ODI ડેબ્યૂમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી.

4 / 13
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના મોટો ભાઈ છે. 27 ડિસેમ્બર 2017ના રોજ પંખુરી શર્મા સાથે લગ્ન કર્યા. આ દંપતીને બે પુત્રો છે, કવિર કૃણાલ પંડ્યા જેનો જન્મ 18 જુલાઈ 2022ના રોજ થયો હતો અને વાયુ કૃણાલ પંડ્યાનો જન્મ 21 એપ્રિલ 2024ના રોજ થયો હતો.

5 / 13
2016ની IPLની હરાજીમાં, મુંબઈ ઈન્ડિયન્સે પંડ્યાને ₹2 કરોડમાં ખરીદ્યો હતો. તેણે એપ્રિલ 2016માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાત લાયન્સ સામે રમીને આઈપીએલની શરૂઆત કરી હતી.

6 / 13
2017માં તેણે 37 બોલમાં 86 રન બનાવ્યા અને ક્વિન્ટન ડી કોક અને ઝહીર ખાનની વિકેટ લીધી અને તેને ACA-VDCA સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ ખાતે દિલ્હી ડેરડેવિલ્સ સામે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો.

7 / 13
જાન્યુઆરી 2018માં પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા 2018 આઈપીએલની હરાજીમાં ખરીદવામાં આવ્યો હતો. તેણે રણજી ટ્રોફીમાં રેલવે સામે 21 બાઉન્ડ્રી ફટકારી 160 રન બનાવ્યા હતા અને તે તેની બીજી ફર્સ્ટ ક્લાસ રમતમાં 73.06ના સ્ટ્રાઈક રેટ સાથે બરોડા માટે પ્રથમ દાવમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.

8 / 13
2022ની આઈપીએલ હરાજીમાં પંડ્યાને લખનૌ સુપર જાયન્ટ્સે ₹8.25 કરોડમાં ખરીદ્યો હતો.જાન્યુઆરી 2022માં કૃણાલ પંડ્યાનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું, અને કથિત બિટકોઈન સ્કેમર તરફથી શંકાસ્પદ ટ્વીટ પોસ્ટ કરવામાં આવી હતી.

9 / 13
ઓક્ટોબર 2018માં કૃણાલે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામેના પ્રવાસો માટે ભારતની ટ્વેન્ટી20 ઈન્ટરનેશનલ (T20I) ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેણે 4 નવેમ્બર 2018ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત માટે ટી20માં ડેબ્યુ કર્યું હતું, જેમાં એક વિકેટ લીધી હતી અને 9 બોલમાં અણનમ 21 રન બનાવ્યા હતા.

10 / 13
માર્ચ 2021માં તેને ઈંગ્લેન્ડ સામેની સિરીઝ માટે ભારતની વન-ડે ઈન્ટરનેશનલ (ODI) ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેણે ભારત માટે 23 માર્ચ 2021ના રોજ ઈંગ્લેન્ડ સામે તેની ODI ડેબ્યૂ કરી અણનમ 58 રન બનાવ્યા.ODI મેચમાં 26 બોલમાં અડધી સદી ફટકારી હતી.

11 / 13
આઈપીએલમાં પણ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાનો જલવો જોવા મળે છે. કોઈ પણ પરિસ્થિતિ હોય બંન્ને ભાઈ એકબીજાને ખુબ જ સપોર્ટ કરતા જોવા મળે છે.

12 / 13
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થઈ ગયા છે. હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારા સમાચાર વિશે પોસ્ટ પણ શેર કરી હતી.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">