Breaking News Asian Games 2026: મહિલા હોકીમાં ભારતનો ધમાકો, ઇન્ડોનેશિયાને 17-1થી હરાવ્યું, 3 ખેલાડીઓની હેટ્રિક
એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા સતત બીજી જીત મેળવી છે. ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યા બાદ ભારતે ઇન્ડોનેશિયાને 17-1થી પરાજય આપ્યો. આ મેચમાં દીપિકા, રુતુજા પિસલ અને નવનીત કૌરે હેટ્રિક ફટકારીને ટીમની મોટી જીતમાં મહત્વનું યોગદાન આપ્યું. ભારત હવે 23 સપ્ટેમ્બરે થાઇલેન્ડ સામે મેદાનમાં ઉતરશે.

ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઇન્ડોનેશિયાને 17-1થી હરાવીને એશિયન ગેમ્સમાં સતત બીજી જીત નોંધાવી.

મેચમાં ભારતે શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી. દીપિકાએ 8મી મિનિટે ગોલ કરીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું.

11મી મિનિટે સુનેલિતા ટોપોએ ગોલ કરીને ભારતની લીડ 2-0 કરી હતી. ત્યારબાદ રુતુજા પિસલે 15મી અને 20મી મિનિટે ગોલ કરીને ભારતને વધુ મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું.

25મી મિનિટે સાક્ષી રાણાએ ગોલ કર્યો હતો, જ્યારે 28મી મિનિટે દીપિકાએ પોતાનો બીજો ગોલ નોંધાવ્યો હતો. 30મી મિનિટે સુનેલિતા ટોપોએ પણ ફરી ગોલ કર્યો.

ભારતના હુમલાની ગતિ યથાવત રહી હતી. ઈનેસે 32મી મિનિટે અને સલીમા ટેટે 34મી મિનિટે ગોલ કરીને ભારતની લીડ વધુ વધારી હતી.

નવનીત કૌરે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 35મી મિનિટે ગોલ કર્યા બાદ 56મી અને 57મી મિનિટે વધુ બે ગોલ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી.

ભારત માટે દીપિકા, રુતુજા પિસલ અને નવનીત કૌરે ત્રણ-ત્રણ ગોલ કરીને હેટ્રિક ફટકારી હતી. આ દરમિયાન ઇન્ડોનેશિયા તરફથી એક ગોલ થયો હતો.

ભારતે આ પહેલાં ઉઝબેકિસ્તાન સામે પણ 19-0થી મોટી જીત મેળવી હતી. હવે ટીમ ઈન્ડિયા 23 સપ્ટેમ્બરે સવારે 11:30 વાગ્યે થાઇલેન્ડ સામે રમશે. ત્યારબાદ 25 સપ્ટેમ્બરે જાપાન અને 27 સપ્ટેમ્બરે સિંગાપોર સામે મુકાબલો થશે. (PC:X/Hockey India)
Breaking News: ટીમ ઈન્ડિયા એકલા હાથે આખી દુનિયા સામે ટકરાશે, BCCI સૌથી ખાસ મેચ માટે કરી રહ્યું છે તૈયારી
