Breaking News Asian Games 2026: પાકિસ્તાન સામે TTમાં ભારતનો ડબલ ધડાકો, મહિલા બાદ પુરુષ ટીમે પણ કર્યો 3-0થી વાઇટવોશ
એશિયન ગેમ્સ 2026માં પાકિસ્તાન સામે ભારતનો દબદબો જોવા મળ્યો છે. પહેલા મહિલા ટીમે અને ત્યારબાદ પુરુષ ટીમે ટેબલ ટેનિસમાં પાકિસ્તાનને 3-0થી હરાવી શાનદાર જીત નોંધાવી. બંને ટીમોએ આ એકતરફી વિજય સાથે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય ખેલાડીઓએ શરૂઆતથી જ આક્રમક રમત બતાવીને પાકિસ્તાની ખેલાડીઓને કોઈ તક આપી નહોતી અને યાદગાર પ્રદર્શન કર્યું હતું.

એશિયન ગેમ્સ 2026માં ટેબલ ટેનિસમાં મહિલા ટીમે પાકિસ્તાન સામે શાનદાર શરૂઆત કરી અને 3-0થી મેચ પોતાના નામે કરી. આ સાથે ભારતે ગ્રુપ F માં સતત ત્રીજી જીત નોંધાવી. અગાઉ ભારતે ઇન્ડોનેશિયા અને સિંગાપોરને હરાવ્યા હતા.

સુતીર્થા મુખર્જીએ ભારતને પ્રથમ જીત અપાવી. હાંગઝોઉ એશિયન ગેમ્સમાં મહિલા ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સુતીર્થાએ અલીના ખાનને માત્ર 10 મિનિટમાં 11-3, 11-3, 11-4થી હરાવી હતી.

ભારતને બીજી સફળતા 17 વર્ષની સિન્ડ્રેલા દાસે અપાવી. તેણે કલસુમ ખાનને 11-6, 11-7, 11-5થી હરાવી ભારતને 2-0ની મજબૂત લીડ અપાવી હતી.

સિન્ડ્રેલાને સ્થાનિક સર્કિટમાં તેના શાનદાર પ્રદર્શનના કારણે એશિયન ગેમ્સ માટે સિનિયર ટીમમાં સ્થાન મળ્યું છે. હાલમાં તે ITTF મહિલા સિંગલ્સ રેન્કિંગમાં 99મા ક્રમે છે.

ત્રીજી મેચમાં શ્રીજા અકુલાએ ભારતની જીત પર મહોર મારી. તેણે ફાતિમા ખાનને માત્ર 11 મિનિટમાં 11-4, 11-4, 11-5થી હરાવી મહિલા ટીમને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચાડી.

મહિલા ટીમ બાદ પુરુષ ખેલાડીઓએ પણ જોરદાર વાપસી કરી. ઈરાન સામેની અગાઉની મેચમાં હાર્યા બાદ ભારતીય પુરુષ ટીમે પાકિસ્તાનને 3-0થી હરાવીને ફરી જીતના માર્ગે વાપસી કરી.

હરમીત દેસાઈએ પ્રથમ મેચમાં મોહમ્મદ ખાનને 11-4, 11-3, 11-5થી હરાવ્યો. ત્યારબાદ કેપ્ટન જી. સથિયાને અબ્બાસ ખાનને 3-0થી હરાવી ભારતની લીડ 2-0 કરી.

ત્રીજી મેચમાં પાયસ જૈને મોહમ્મદ ખાનને 11-2, 11-5, 11-7થી હરાવી ભારતની જીત નિશ્ચિત કરી. બંને ટીમોની 3-0ની જીત સાથે ભારતે ટેબલ ટેનિસમાં ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું. (PC:X/SAI)
Asian Games 2026 માં જોવા મળશે વૈભવ સૂર્યવંશીનો જલવો! જાપાન સામે પ્લેઇંગ-11માં મળશે તક?
