AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9 આંગળીથી ભારત માટે 25 Test, 38 ODI રમી, હવે BCCIના નવા ચીફ સિલેક્ટર રેસમાં પૂર્વ ખેલાડીનું નામ સૌથી આગળ જુઓ પરિવારમાં કોણ કોણ છે

બીસીસીઆઈના અધ્યક્ષ અજિત અગરકરનો કાર્યકાળ 4 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. નવા અધ્યક્ષ માટે પાર્થિવ પટેલનું નામ સૌથી આગળ છે. આજે આપણે પાર્થિવ પટેલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Sep 21, 2026 | 7:10 AM
Share
 પાર્થિવ અજય પટેલનો જન્મ 9 માર્ચ 1985ના રોજ અમદાવાદમાં થયો છે. ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે રમી ચૂકેલા ભૂતપૂર્વ ભારતીય વ્યાવસાયિક ક્રિકેટર અને વિકેટકીપર-બેટ્સમેન છે.

1 / 15
તેઓ ડાબા હાથના બેટ્સમેન છે અને સ્થાનિક ક્રિકેટમાં ગુજરાત માટે રમી ચૂક્યો છે. 6 વર્ષની ઉંમરે એક આંગળી ગુમાવ્યા બાદ, શરૂઆતમાં તેમને વિકેટકીપિંગ કરવામાં મુશ્કેલી પડતી હતી, પરંતુ પૂરતા અભ્યાસ બાદ તેઓ તેનાથી ટેવાઈ ગયા હતા.

2 / 15
 પાર્થિવ અજય પટેલનો પરિવાર અને ક્રિકેટ કરિયર વિશે જાણો

3 / 15
2002માં જ્યારે પાર્થિવ પટેલે ભારતીય ટીમ માટે રમવાનું શરૂ કર્યું, ત્યારે તેઓ ટેસ્ટ મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારા સૌથી યુવા વિકેટકીપર બન્યા હતા. તેઓ 2016નો એશિયા કપ જીતનારી ભારતીય ટીમનો પણ ભાગ હતા.

4 / 15
ડિસેમ્બર 2020માં પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિ બાદ, તેઓ 'ટેલેન્ટ સ્કાઉટ' તરીકે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયા હતા. તેઓ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ અને આંતરરાષ્ટ્રીય મેચોમાં કોમેન્ટેટર તરીકે પણ જોવા મળે છે.

5 / 15
નવેમ્બર 2024માં, ઈન્ડિયન પ્રીમિયર લીગની સીઝન માટે પાર્થિવ પટેલની ગુજરાત ટાઇટન્સના સહાયક અને બેટિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

6 / 15
વર્ષ 2022માં, ગુજરાત જાયન્ટ્સે લેજન્ડ્સ લીગ ક્રિકેટમાં તેમની પસંદગી કરી અને 2023ની લેજન્ડ્સ લીગ ક્રિકેટ સીઝનમાં તેમને કેપ્ટનપદ સોંપ્યું હતુ.

7 / 15
18 વર્ષની કારકિર્દીમાં, પટેલે ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે અને બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી. ઘરેલુ ક્રિકેટમાં, તેમણે ગુજરાત માટે 194 મેચ રમી.

8 / 15
તેઓ જાન્યુઆરી 2018માં જોહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામે ભારતની ઐતિહાસિક ટેસ્ટ ટીમનો ભાગ હતા.

9 / 15
 એક વર્ષ પછી પાર્થિવ પટેલ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ સીરિઝ જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ હતા.

10 / 15
પહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ઓક્શનમાં પાર્થિવ પટેલના નામ પર બોલી લાગી હતી અને તેમને ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યા હતા. તેઓ ટીમમાં નિયમિત ખેલાડી હતા અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડન સાથે ઓપનિંગ કરતા હતો.

11 / 15
16મેના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે પાર્થિવ પટેલ 2011ની ઈન્ડિયન પ્રીમિયર લીગની બાકીની મેચો માટે કોચી ટસ્કર્સ કેરલાનું નેતૃત્વ કરશે.કોચી ટસ્કર્સ ફ્રેન્ચાઈઝી રદ થવાને કારણે, પાર્થિવ અને તે ફ્રેન્ચાઈઝીના અન્ય ખેલાડીઓની 2012ની ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન માટે ફરીથી ઓક્શન કરવામાં આવ્યું હતુ.

12 / 15
2012ની IPL ટ્રેડિંગ વિન્ડો દરમિયાન ડેક્કન ચાર્જર્સે તેમને 1 મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો.

13 / 15
પાર્થિવને 2013માં સનરાઈઝર્સ હૈદરાબાદે અને 2014માં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પોતાની ટીમમાં લીધો હતો.

14 / 15
2015ની IPL માટે મુંબઈ ઈન્ડિયન્સે પટેલને ઓપનિંગ બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કર્યા હતા. જાન્યુઆરી 2018 IPL ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેમને ખરીદ્યો હતો.

15 / 15

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">