AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2026 માં જોવા મળશે વૈભવ સૂર્યવંશીનો જલવો! જાપાન સામે પ્લેઇંગ-11માં મળશે તક?

ભારત અને જાપાન વચ્ચે 22 સપ્ટેમ્બરે પહેલીવાર T20 મુકાબલો રમાશે. એશિયન ગેમ્સ પહેલાં યોજાનારી આ મેચમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને તક મળે તેવી શક્યતા છે. અફઘાનિસ્તાન સામેની ત્રણેય મેચમાં બહાર રહેલા વૈભવ માટે આ મેચ મેચ પ્રેક્ટિસ મેળવવાની સારી તક બની શકે છે. ટીમના કોચ VVS લક્ષ્મણ પણ યુવા ખેલાડીઓને તક આપવા માટે જાણીતા છે.

| Updated on: Sep 21, 2026 | 8:53 PM
Share
ભારત અને જાપાન વચ્ચેનો આ મુકાબલો જાપાનના સાનોમાં રમાશે. બંને ટીમો પહેલીવાર એકબીજા સામે મેદાનમાં ઉતરશે, જેના કારણે આ મેચ ખાસ બની છે.

1 / 8
જાપાન સામેની મેચમાં વૈભવ સૂર્યવંશીના નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. 15 વર્ષીય બેટ્સમેનને અફઘાનિસ્તાન સામેની ત્રણેય T20 મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નહોતું.

2 / 8
વૈભવને તક મળે તેવી શક્યતા પાછળ VVS લક્ષ્મણની હાજરી પણ મહત્વપૂર્ણ છે. એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની જવાબદારી લક્ષ્મણ સંભાળી રહ્યો છે અને તે યુવા ખેલાડીઓને તક આપવા માટે જાણીતો છે.

3 / 8
જાપાન સામેની એકમાત્ર મેચ વૈભવ માટે મેચ પ્રેક્ટિસ મેળવવાની સારી તક બની શકે છે. એશિયન ગેમ્સની મુખ્ય મેચો પહેલાં મેદાન પર ઉતરવાથી તેને આત્મવિશ્વાસ મેળવવામાં પણ મદદ મળી શકે છે.

4 / 8
અફઘાનિસ્તાન સામે સંજુ સેમસન અને અભિષેક શર્માએ ત્રણેય મેચમાં ઓપનિંગ કરી હતી. ગૌતમ ગંભીરના મતે વર્લ્ડ કપ વિજેતા બંને ખેલાડીઓની ભાગીદારી તોડવી યોગ્ય ન હોવાથી વૈભવને રાહ જોવી પડી હતી.

5 / 8
જાપાન સામે ભારતની ટીમમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. ત્રણેય T20 મેચ રમનાર જસપ્રીત બુમરાહને એશિયન ગેમ્સ પહેલાં આરામ આપવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે અર્શદીપ સિંહની વાપસી થઈ શકે છે.

6 / 8
વૈભવ માટે જાપાન સામેની આ મેચ પોતાની ક્ષમતા સાબિત કરવાની મોટી તક બની શકે છે. જો તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે, તો એશિયન ગેમ્સ પહેલાં 15 વર્ષીય બેટ્સમેનના પ્રદર્શન પર સૌની નજર રહેશે.

7 / 8
ભારતની સંભવિત પ્લેઇંગ 11: શ્રેયસ અય્યર (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, યશ ઠાકુર.

8 / 8

Breaking News: ₹18 કરોડનો ખેલાડી KKRમાંથી થશે બહાર? આ નબળાઈ બની ટીમ માટે સૌથી મોટી ચિંતા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">