AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હોટલના જૂના ટુવાલ જાય છે ક્યાં? કચરામાં ફેંકવાને બદલે આ રીતે થાય છે તેનો પુનઃઉપયોગ, જાણો વિગતો

હોટલના બાથરૂમમાં ચમકતા સફેદ અને મુલાયમ ટુવાલ જ્યારે જૂના થઈ જાય છે, ત્યારે તેનું શું કરવામાં આવે છે? કચરાપેટીમાં ફેંકવાને બદલે હોટલ મેનેજમેન્ટ તેની સાથે જે કરે છે તે જાણીને તમે પણ ચોંકી જશો.

| Updated on: Sep 20, 2026 | 7:39 PM
Share
હોટલના બાથરૂમમાં મુકેલા જાડા, મુલાયમ અને ચમકતા સફેદ ટુવાલ જોઈને ભાગ્યે જ કોઈને વિચાર આવતો હશે કે થોડા સમય પછી આનું શું થશે. વારંવારનો વપરાશ અને ધોલાઈના કારણે ધીમે-ધીમે ટુવાલનું કાપડ પાતળું થવા લાગે છે, તેની સફેદી ઘટવા માંડે છે અને પાણી શોષવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે. આવી સ્થિતિમાં હોટલ મેનેજમેન્ટ તેને ગેસ્ટ રૂમમાંથી હટાવી દે છે.

1 / 7
જોકે, તેનો અર્થ એવો બિલકુલ નથી કે દરેક જૂનો ટુવાલ સીધો કચરાપેટીમાં ફેંકી દેવાય છે. 'ક્લીન ઇન્ડિયા જર્નલ'ના જણાવ્યા અનુસાર, હોટલ ઇન્ડસ્ટ્રીમાં જૂના લિનેન અને ટુવાલનો પુનઃઉપયોગ કરવા માટે અનેક વ્યવહારુ રીતો અપનાવવામાં આવે છે.

2 / 7
ગેસ્ટના વપરાશ પછી સફાઈ કામમાં ઉપયોગ: જે ટુવાલ મહેમાનો માટે યોગ્ય નથી રહેતા, જો તેનું કાપડ સારી સ્થિતિમાં હોય તો તેનો ઉપયોગ હોટલના અન્ય કામકાજમાં કરવામાં આવે છે. જેમ કે, તેને સફાઈ કરવાના કપડા કે ડસ્ટર તરીકે વાપરવામાં આવે છે. 'હોટલ્સ એન્ડ રિસોર્ટ્સ' પોતાના સસ્ટેનેબિલિટી પ્રોગ્રામમાં જણાવે છે કે જૂના ટુવાલ ક્લીનિંગ ક્લોથ તરીકે વપરાય છે. આ ઉપરાંત પેઇન્ટિંગ (કલર કામ) દરમિયાન ફ્લોરિંગ કે સામાનને બચાવવા માટે પ્રોટેક્ટિવ કવર તરીકે પણ જૂના લિનેનનો ઉપયોગ થાય છે. એટલે કે રૂમમાંથી હટ્યા બાદ પણ ટુવાલની ઉપયોગિતા હોટલની અંદર જ ચાલુ રહે છે.

3 / 7
જૂના ટુવાલ દાન પણ કરાય છે: દરેક હોટલની પોલિસી એકસરખી હોતી નથી. કેટલીક જગ્યાએ આવા લિનેનને જરૂરિયાતમંદ લોકો કે સંસ્થાઓ સુધી પહોંચાડવાની વ્યવસ્થા હોય છે. 'વોશિંગ્ટન પોસ્ટ'ના એક રિપોર્ટ અનુસાર, કેટલીક હોટલો તેને ક્લીનિંગ રેગ્સ (પોતા) માં ફેરવે છે, જ્યારે કેટલીક હોટલો તેને શેલ્ટર હોમ, અનાથાશ્રમ કે ચેરિટી સંસ્થાઓને આપી દે છે. આ રિપોર્ટમાં પ્રાઈવેટ હોટલ ગ્રૂપ દ્વારા જૂની ટેરી આઇટમ્સને એનિમલ શેલ્ટર્સ (પ્રાણી આશ્રયસ્થાનો) માં દાન કરવાની પહેલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

4 / 7
ખૂબ ખરાબ હાલત થાય ત્યારે રિસાયકલિંગ: જ્યારે ટુવાલ એટલી હદે ઘસાઈ જાય કે તેનો સીધો ફરીથી ઉપયોગ કરવો શક્ય ન રહે, ત્યારે ટેક્સટાઇલ રિસાયકલિંગ શ્રેષ્ઠ વિકલ્પ બને છે. રિસાયકલિંગ પ્રક્રિયામાં કાપડને પ્રોસેસ કરીને તેના ફાઇબરને ફરીથી ઉપયોગમાં લેવાય છે. ભારતમાં પણ હોટલ લિનેનને રિસાયકલ કરવાની પહેલ ચાલી રહી છે. હોટલ અને હોસ્પિટલોમાંથી નીકળતા લિનેનના ટુવાલ એકત્રિત કરીને તેને નવા ઉપયોગી ઉત્પાદનોમાં ફેરવવામાં આવે છે અને તેમના પ્લેટફોર્મ પર અનેક હોટલ પાર્ટનર્સ આ કામ સાથે જોડાયેલા છે.

5 / 7
દરેક જૂનો ટુવાલ ફરીથી નવો ટુવાલ નથી બનતો: રિસાયકલિંગનો અર્થ એવો નથી કે જૂના ટુવાલમાંથી હંમેશાં ફરીથી નવો ટુવાલ જ બનશે. ફાઇબરની ગુણવત્તાના આધારે તેનો ઉપયોગ વિવિધ પ્રકારના અન્ય ઔદ્યોગિક કે ઘરગથ્થુ ઉત્પાદનો બનાવવામાં થાય છે.

6 / 7
આમ, હોટલના બાથરૂમમાંથી નીકળ્યા પછી પણ ટુવાલની સફર પૂરી થતી નથી. સારી સ્થિતિ હોય તો તે સફાઈમાં વપરાય છે, દાનમાં અપાય છે અને સાવ ઘસાઈ જાય તો રિસાયકલ થઈને નવા રૂપમાં સામે આવે છે. આથી હવે પછી જ્યારે પણ હોટલનો સફેદ ટુવાલ જુઓ, ત્યારે તેની પાછળ રહેલી આખી ઉપયોગિતા અને રિસાયકલિંગ સાયકલને પણ જરૂર યાદ કરશો.

7 / 7

ટિકિટમાં ઉંમર 34 અને આધાર કાર્ડમાં 43! શું TTE લગાવી શકે છે દંડ? જાણો રેલવેના કડક નિયમો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">