Breaking News : બોલિવુડના બેડ બોય સલમાન ખાનનો વિવાદો સાથે જુનો સંબંધ, લાગી ચૂક્યા છે અનેક આરોપ
Salman Khan Controversies : સલમાન ખાનનો વિવાદો સાથે ખુબ જુનો સંબંધ છે. પછી તે બોલિવુડ અભિનેત્રી સાથે હોય કે, પછી ફિલ્મના શૂટિંગ દરમિયાન કરેલા કાંડ પર હોય. આજે આપણે બોલિવુડના ભાઈજાન સલમાન ખાનના વિવાદો વિશે જાણીએ.

સલમાન ખાન અને વિવાદોનો ગાઢ સંબંધ છે. બોલીવુડનો સુલતાન ઘણીવાર વિવાદોથી ઘેરાયેલો રહે છે.આજે આપણે સલમાન ખાનના એ વિવાદો વિશે વાત કરીએ જેના કારણે તેમને તેના ચાહકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે.

સલમાન ખાનનો વિવાદોનો લાંબો ઇતિહાસ છે, જેમાં સૌથી પ્રખ્યાત કાળિયાર શિકાર કેસ અને 2002નો હિટ-એન્ડ-રન કેસ છે. કાળિયાર શિકાર કેસ (1998) ફિલ્મ "હમ સાથ સાથ હૈ" ના શૂટિંગ દરમિયાન, તેમના પર રાજસ્થાનમાં કાળિયાર શિકારનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના માટે કોર્ટે તેમને સજા પણ ફટકારી હતી. આ કેસમાં સલમાન ખાનને જેલની હવા પણ ખાવી પડી હતી.

2002નો હિટ-એન્ડ-રન કેસ મુંબઈમાં એક બેકરી પાસે ફૂટપાથ પર સૂતેલા લોકો પર કાર ચલાવવાનો કેસ, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું. બાદમાં કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યો હતો. આ કેસમાં આરોપ એ હતો કે, આ દરમિયાન ગાડી સલમાન ખાન ચલાવી રહ્યો હતો.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ "હમ દિલ દે ચૂકે સનમ" માં કામ કરતી વખતે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન પ્રેમમાં પડ્યા. જોકે, સલમાન ઐશ્વર્યા પ્રત્યે એટલો બધો પઝેસિવ થઈ ગયો કે તેણે શારીરિક હિંસાનો પણ સપોર્ટ લીધો. તેમના સંબંધોનો દુ:ખદ અંત આવ્યો.ઐશ્વર્યા રાય સાથે બ્રેકઅપ 2002 ઐશ્વર્યા સાથેના તેમના સંબંધો અને બ્રેકઅપ પછીના વિવાદો પણ ચર્ચામાં આવ્યો હતો.

સલમાન ખાન અને વિવેક ઓબેરોય વચ્ચેના ઝઘડાથી બધા વાકેફ છે. અહેવાલો અનુસાર, બંને વચ્ચેના અણબનાવનું મુખ્ય કારણ ઐશ્વર્યા રાય બચ્ચન રહી છે. વિવેક ઓબેરોયે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સલમાન ખાન પર ગંભીર આરોપો લગાવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સલમાને તેમને દુર્વ્યવહાર કર્યો હતો અને તેમની કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી હતી. બંને વચ્ચેનો તણાવ આજે પણ ચાલુ છે.

સુભાષ ઘાઈ સાથે વિવાદ 2008માં, ફિલ્મ "યુવરાજ" ના શૂટિંગ દરમિયાન, એક પાર્ટીમાં બંને વચ્ચે ઝપાઝપી અને દલીલના સમાચાર સામે આવ્યા હતા. જોકે, બાદમાં સલીમ ખાનની વિનંતી પર સલમાને માફી માંગી હતી.

સલમાન ખાન અને શાહરૂખ ખાનનો ઝઘડો બોલિવૂડના ઇતિહાસમાં સૌથી વધુ ચર્ચિત વિવાદોમાંનો એક હતો, જેની શરૂઆત 2008 માં કેટરિના કૈફના જન્મદિવસની પાર્ટી દરમિયાન ઉગ્ર દલીલથી થઈ હતી. (all photo : PTI)
Breaking News : એક્ટિંગ પર ટ્રોલ કરનારને સલમાન ખાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું ટિકિટ ખરીદી છે અમને ખરીદ્યા નથી અહી ક્લિક કરો
