AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુનિયાની સૌથી અનોખી સ્પર્ધા : માત્ર 90 મિનિટ ઊંઘો અને જીતી લો 13.7 લાખ રૂપિયાનું ઈનામ !

જો કોઈ તમને કહે કે માત્ર 90 મિનિટની સારી ઊંઘ લેવાથી તમે 13.7 લાખ રૂપિયા કમાઈ શકો છો, તો શું તમે વિશ્વાસ કરશો? જાપાનમાં એક એવી અનોખી સ્પર્ધા જ્યાં માત્ર 'સારી ઊંઘ' લેનારને લાખોનું ઈનામ મળશે. પરંતુ, આ કોમ્પિટિશન એટલી પણ સહેલી નથી.

| Updated on: Sep 20, 2026 | 9:03 AM
Share
શું માત્ર 90 મિનિટ ઊંઘવાના કોઈ તમને લાખો રૂપિયા આપી શકે ખરા? જાપાનની રાજધાની ટોક્યોમાં 5 ઓક્ટોબર 2026ના રોજ એક એવી સ્પર્ધા યોજાવા જઈ રહી છે, જે સાંભળવામાં જેટલી આકર્ષક છે, તેના નિયમો એટલા જ શંકા પેદા કરનારા છે.

1 / 8
કહેવામાં આવી રહ્યું છે કે આ સ્પર્ધા જીતનારને 2.22 મિલિયન જાપાનીઝ યેન (લગભગ 13.76 લાખ રૂપિયા) અપાશે. પરંતુ આટલી મોટી રકમ માત્ર 'ઊંઘવા' માટે કેમ આપવામાં આવી રહી છે? શું આ કોઈ માર્કેટિંગ ગિમિક છે કે પછી માનવ મગજ પર કોઈ ગુપ્ત પ્રયોગ?

2 / 8
ટોક્યોના 'શેર ગ્રીન મિનામી આઓયામા' (Share Green Minami Aoyama) ખાતે એક જાપાની મેટ્રેસ કંપની દ્વારા આ ઈવેન્ટ યોજાશે. ફ્રી એન્ટ્રીના નામે લોકોની ઊંઘનો ડેટા એકઠો કરવાનો આ કોઈ નવો કીમિયો તો નથી ને?

3 / 8
આ 90 મિનિટ દરમિયાન સ્પર્ધકો પર ખાસ મશીનો અને સ્માર્ટ ઉપકરણોથી ચાંપતી નજર રખાશે. તમારી ઊંઘ કેટલી ગહન છે અને મગજની સ્થિતિ કેવી છે તે બધું જ બારીકીથી રેકોર્ડ કરવામાં આવશે, જે થોડું ડરામણું લાગે છે.

4 / 8
સૌથી વિચિત્ર અને શંકાસ્પદ વાત એ છે કે તમને સીધા પથારીમાં સૂવા દેવામાં આવશે નહીં! પહેલા ફરજિયાત કસરત કરવી પડશે અને ત્યારબાદ અચાનક કોઈ અજીબ 'સ્લીપ આઇટમ' આપી દેવામાં આવશે. આ શરતો પાછળની અસલી રમત શું છે?

5 / 8
તમે અગાઉથી જાગીને થાક સાથે ન આવી શકો, ઊંઘની દવા કે મેડિટેશન ન કરી શકો. આટલું જ નહીં, જ્યારે તમે ગાઢ ઊંઘમાં હશો ત્યારે અચાનક ડરામણા અવાજો કે ખલેલ પહોંચાડીને તમારી માનસિક સ્થિરતા ચકાસવામાં આવશે!

6 / 8
મુખ્ય વિજેતા ઉપરાંત 'ડીપ સ્લીપ ડાઇવ એવોર્ડ' અને 'સ્લીપિંગ પોઝિશન' જેવા વિચિત્ર નામોવાળા ઈનામો પણ અપાશે. સ્પર્ધાના ત્રણ સેશનમાં માત્ર 20-20 લોકોને જ કેમ પસંદ કરવામાં આવશે? આ સવાલ હજુ અકબંધ છે.

7 / 8
આયોજકો ભલે દાવો કરતા હોય કે આ સ્પર્ધા દ્વારા તેઓ જાપાનમાં 'ક્વોલિટી સ્લીપ' પ્રત્યે જાગૃતિ લાવી રહ્યા છે, પરંતુ આટલા કડક, શંકાસ્પદ અને વિચિત્ર નિયમો જોતા એવું લાગે છે કે દાળમાં કંઈક કાળું જરૂર છે.

8 / 8

AC ને વારંવાર ON/OFF કરવું કે સતત ચાલુ રાખવું ? જાણો લાઈટ બિલ અડધું કરવાનો સાચો રસ્તો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">