AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News  : ​ગિરનારમાં ભારે વરસાદથી જંગલમાં ફસાયેલા યાત્રાળુઓનું રેસ્ક્યુ કરાયું, જુઓ Video

Breaking News : ​ગિરનારમાં ભારે વરસાદથી જંગલમાં ફસાયેલા યાત્રાળુઓનું રેસ્ક્યુ કરાયું, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2026 | 12:12 PM
Share

જૂનાગઢમાં ભારે વરસાદના કારણે ગિરનાર જંગલમાં એક મોટી ઘટના સામે આવી હતી. ​ગિરનારના આત્મેશ્વર ગયેલા અંદાજે 35 જેટલા યાત્રાળુઓ ફસાયા હતા. આ યાત્રાળુઓનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ગિરનારમાં ચોમાસાનીઋતુમાં આહલાદક દ્રશ્યો જોવા મળે છે. જો તમે જંગલમાં ફરવા જાવ અને ધોધમાર વરસાદ આવે નદીમાં પુર આવે અને ફસાય જાવ તો. આવી જ ઘટના જૂનાગઢ (Junagadh)માં સામે આવી હતી. રવિવારનો દિવસ હોવાથી લોકો જંગલમાં આવેલા આત્મેશ્વર ફરવા માટે ગયા હતા. આ દરમિયાન અહી ફસાયા હતા.
જૂનાગઢ પાણીના ધસમસતા પ્રવાહમાં યાત્રાળુઓનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતુ.

યાત્રાળુઓનું રેસ્ક્યૂ કર્યું

આત્મેશ્વર પાસે ઉપરવાસમાં ધોધમાર વરસાદથી વોકળો છલકાયો હતો.​35 જેટલા યાત્રાળુઓ સામા કાંઠે અટવાતા તંત્ર પાસે મદદ માગી હતી. ​વન વિભાગ અને ફાયરની ટીમોએ ​તમામ યાત્રાળુઓનું રેસ્ક્યૂ કર્યું હતુ.સલામત બહાર આવતાં યાત્રાળુઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

અચાનક મુશળધાર વરસાદથી યાત્રાળુઓ ફસાયા હતા. જંગલમાં ભારે વરસાદ પડતા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો.ધસમસતા પ્રવાહ વચ્ચે વન વિભાગ અને ફાયરની ટીમો દોરડાં બાંધ્યા હતા.જાનના જોખમે ઓપરેશન હાથ ધરાયું હતુ. ​તંત્રની સમયસૂચકતાથી મોટી ઘટના ટળી હતી.

દામોદર કુંડમાં નવા નીર આવ્યા

જૂનાગઢમાં વરસાદને પગલે દામોદર કુંડમાં નવા નીર આવ્યા હતા.ગિરનારના જંગલમાં વરસાદ થતા વિલિંગ્ડન ડેમમાં પાણીની આવક થઈ છે. તો બીજી બાજુ નરસિંહ મહેતા સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે.વરસાદ પડતો ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.શહેરમાં વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

 

Breaking News : દેશમાં 17 વર્ષ બાદ દુષ્કાળનો ભય ! ચોમાસું નબળું પડતાં મોંઘવારી વધવાની શક્યતા અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">