AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 10 ગ્રામ સોનાનો ભાવ ₹1.94 લાખ થવાના સંકેત, આંતરરાષ્ટ્રીય રિપોર્ટના એક દાવાથી બદલાઈ જશે બજારનું ગણિત

સોનાના ભાવ આગામી સમયમાં ક્યાં પહોંચશે એ વાત વૈશ્વિક બજારથી લઈને ભારત સુધી ચર્ચામાં છે. એવામાં શું તમે જાણો છો કે, એક નવી આંતરરાષ્ટ્રીય રિપોર્ટે રોકાણકારોની ઊંઘ ઉડાડી દીધી છે? વ્યાજદરો વધવા છતાં બજારમાં એક એવો મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે કે, જે 24 કેરેટ સોનાની કિંમતને એક નવી જ ઊંચાઈ પર પહોંચાડી શકે છે. હવે આ માત્ર એક અટકળ છે કે, ભવિષ્યનું સાચું ચિત્ર? એ જાણવા માટે સોનાની પાછળનું ગણિત સમજવું પડશે.

| Updated on: Sep 20, 2026 | 1:39 PM
Share
સોનામાં રોકાણ કરનારાઓ માટે ગોલ્ડમેન સેક્સનો નવો રિપોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકન સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ એટલે કે ફેડે વ્યાજદરો વધારી દીધા છે. સામાન્ય રીતે વ્યાજદરો વધવાથી સોના પર દબાણ આવે છે પરંતુ તેમ છતાં ગોલ્ડમેન સેક્સે ગોલ્ડ પર પોતાનો મોટો ટાર્ગેટ બદલ્યો નથી. ગોલ્ડમેન સેક્સનું અનુમાન છે કે, વર્ષ 2027ના અંત સુધીમાં ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ 5,400 ડોલર પ્રતિ ટ્રોય આઉન્સ સુધી પહોંચી શકે છે. બેંકને લાગે છે કે, ટૂંકાગાળામાં સોનાની ઝડપ થોડી ધીમી પડી શકે છે પરંતુ લાંબાગાળાની તેજી હજુ પૂરી થઈ નથી.

1 / 11
સૌથી મોટો સવાલ એ છે કે, જો ઈન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડ 5,400 ડોલર સુધી પહોંચી ગયું તો ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ કેટલો થઈ શકે છે? જો ડોલર 96 રૂપિયાની આસપાસ જળવાઈ રહે છે અને ભારત તથા ઈન્ટરનેશનલ ગોલ્ડ પ્રાઈસ વચ્ચેનો વર્તમાન તફાવત કાયમ રહે છે, તો દેશમાં 24 કેરેટ સોનું લગભગ ₹1.94 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.

2 / 11
ગોલ્ડમેન સેક્સે વર્ષ 2027ના અંત માટે ગોલ્ડનો પોતાનો 5,400 ડોલર પ્રતિ ટ્રોય આઉન્સનો ટાર્ગેટ યથાવત રાખ્યો છે. બેંકનું માનવું છે કે, અમેરિકી વ્યાજદરોમાં વધારો સોનાની તેજીને થોડા સમય માટે ધીમી કરી શકે છે પરંતુ તેનાથી સોનાનો લાંબાગાળાનો ટાર્ગેટ બદલવાની જરૂર નથી. આનો અર્થ એ થયો કે, સોનાની કિંમત સતત એક સીધી લીટીમાં ઉપર નહીં જાય. વચ્ચે-વચ્ચે ઘટાડો, નફારૂપી વેચવાલી (પ્રોફિટ બુકિંગ) અને મોટી અસ્થિરતા જોવા મળી શકે છે. આમ છતાં ગોલ્ડમેન સેક્સનો લોંગ ટર્મ આઉટલુક એટલે કે લાંબાગાળાનો દ્રષ્ટિકોણ હજુ પણ પોઝિટિવ છે.

3 / 11
રિપોર્ટ અનુસાર, સોનાની સૌથી મોટી તાકાત દુનિયાની સેન્ટ્રલ બેંકોની ખરીદી છે. ઘણા દેશોની સેન્ટ્રલ બેંક પોતાના તમામ નાણાં માત્ર અમેરિકન ડોલર કે અમેરિકન સરકારી બોન્ડમાં રાખવા નથી માંગતી. તેઓ પોતાના વિદેશી મુદ્રા ભંડારને અલગ-અલગ એસેટ્સમાં વહેંચી રહ્યા છે, જેને ડાયવર્સિફિકેશન કહેવામાં આવે છે. આ ડાયવર્સિફિકેશનમાં 'સોનું' એક મોટી પસંદ બનીને સામે આવ્યું છે. સેન્ટ્રલ બેંકો જ્યારે સતત ગોલ્ડ ખરીદે છે, ત્યારે બજારમાં સોનાની ડિમાન્ડ જળવાઈ રહે છે. આ જ કારણ છે કે, ઊંચા વ્યાજદરો હોવા છતાં ગોલ્ડમેન સેક્સને સોનાની લાંબાગાળાની તેજી પર ભરોસો છે.

4 / 11
'સોનું' તેના રોકાણકારને વ્યાજ આપતું નથી. બીજી તરફ બેંક ડિપોઝિટ અને સરકારી બોન્ડ પર વ્યાજ મળે છે. એવામાં જ્યારે ફેડ વ્યાજદરો વધારે છે, ત્યારે અમેરિકી સરકારી બોન્ડની યીલ્ડ એટલે કે કમાણી વધી શકે છે. બીજું કે, કેટલાક રોકાણકારો 'સોનું' વેચીને વ્યાજ આપતા એસેટ્સ તરફ જતા રહે છે. ઊંચા વ્યાજદરોથી ડોલર પણ મજબૂત થઈ શકે છે. આનું મુખ્ય કારણ ઈન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડની કિંમત ડોલરમાં નક્કી થાય તે છે. તેથી, મજબૂત ડોલર બીજા દેશોના ખરીદદારો માટે સોનું મોંઘું કરી દે છે. આનાથી ગોલ્ડની ડિમાન્ડ અને કિંમત પર થોડા સમય માટે દબાણ આવી શકે છે.

5 / 11
આ જ જોખમને ધ્યાનમાં રાખીને ગોલ્ડમેન સેક્સે એક નબળી સ્થિતિનું અનુમાન પણ આપ્યું છે. જો ફેડ આ વર્ષે વધુ ત્રણ વખત વ્યાજદર વધારે છે અને વ્યાજદરોની અંતિમ સપાટી અગાઉના અનુમાન કરતાં વધુ રહે છે, તો ગોલ્ડ ઘટીને લગભગ 4,070 ડોલર પ્રતિ ટ્રોય આઉન્સ સુધી આવી શકે છે. બેંકનું માનવું છે કે, સેન્ટ્રલ બેંકોની ખરીદી આ ઘટાડા પછી સોનાને ટેકો આપશે. ગોલ્ડમેન સેક્સના જણાવ્યા અનુસાર, વર્ષ 2026ના અંત સુધીમાં સોનાનો ભાવ ફરીથી લગભગ 4,200 ડોલર પ્રતિ ટ્રોય આઉન્સ સુધી પહોંચી શકે છે.

6 / 11
હવે સૌથી જરૂરી ગણતરી સમજીએ. એક ટ્રોય આઉન્સમાં લગભગ 31.1035 ગ્રામ સોનું હોય છે. જો ગોલ્ડનો ભાવ 5,400 ડોલર પ્રતિ ટ્રોય આઉન્સ અને એક ડોલરનો ભાવ 96 રૂપિયા માની લેવામાં આવે તો, 5,400 × ₹96 = ₹5,18,400 પ્રતિ ટ્રોય આઉન્સ  થાય છે. હવે આને 10 ગ્રામના ભાવમાં ફેરવીએ તો, ₹5,18,400 ÷ 31.1035 × 10 = લગભગ ₹1,66,670 પ્રતિ 10 ગ્રામ થાય છે. આ માત્ર ઈન્ટરનેશનલ ગોલ્ડ પ્રાઈસનું સીધું રૂપિયામાં કન્વર્ઝન છે. આમાં ભારતનો ઈમ્પોર્ટ કોસ્ટ, ટેક્સ, GST, ડીલર પ્રીમિયમ અને સ્થાનિક બજારનો તફાવત જોડાયેલ નથી. આથી, જ્વેલરી શોપ કે બુલિયન માર્કેટનો વાસ્તવિક ભાવ આનાથી વધુ હોઈ શકે છે.

7 / 11
ભારતમાં આ સમયે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ લગભગ ₹1.52 લાખ પ્રતિ 10 ગ્રામ આપવામાં આવ્યો છે. તાજેતરની આંતરરાષ્ટ્રીય કિંમત લગભગ 4,240 ડોલર પ્રતિ આઉન્સની આસપાસ માનીએ તો 5,400 ડોલરનો ટાર્ગેટ વર્તમાન સ્તરથી લગભગ 27.4 ટકા ઉપર છે. આ જ વધારો ભારતીય ભાવ પર લાગુ કરીએ તો, ₹1,52,000 × 1.274 = લગભગ ₹1,93,600 પ્રતિ 10 ગ્રામ થાય છે. વર્તમાન સ્થાનિક પ્રાઈસિંગ, ટેક્સ અને પ્રીમિયમનો તફાવત જળવાઈ રહ્યો અને ડોલર 96 રૂપિયાની આસપાસ રહ્યો તો ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ લગભગ ₹1.90 લાખથી ₹1.95 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. આનું સૌથી વ્યાવહારિક અનુમાન લગભગ ₹1.94 લાખ પ્રતિ 10 ગ્રામ બેસે છે.

8 / 11
ધ્યાન રહે કે, આ જ્વેલરીનું અંતિમ બિલ નહીં હોય. દાગીના ખરીદવા પર મેકિંગ ચાર્જ અને તેના પર લાગુ ટેક્સ ઉમેરાવાથી ગ્રાહકે આનાથી વધુ રકમ ચૂકવવી પડી શકે છે. ભારતમાં ગોલ્ડનો ભાવ ત્રણ મોટી બાબતો (ઈન્ટરનેશનલ ગોલ્ડ પ્રાઈસ, ડોલર સામે રૂપિયાની ચાલ અને દેશમાં ટેક્સ-પ્રીમિયમ) પર નિર્ભર કરશે. ધારી લો કે, ગોલ્ડ 5,400 ડોલર પહોંચી જાય છે પરંતુ રૂપિયો મજબૂત થઈને 90 રૂપિયા પ્રતિ ડોલર થઈ જાય છે, તો ભારતીય બજારમાં વધારો થોડો ઓછો રહી શકે છે. આનાથી વિપરીત જો ડોલર 100 રૂપિયા કે તેથી ઉપર જતો રહ્યો તો ભારતમાં સોનું ₹1.94 લાખથી પણ મોંઘું થઈ શકે છે.

9 / 11
આ જ રીતે સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં ફેરફાર કર્યો અથવા સ્થાનિક બજારમાં ફિઝિકલ ગોલ્ડની ડિમાન્ડ ખૂબ વધી ગઈ, તો ભારતીય ભાવનો ઈન્ટરનેશનલ પ્રાઈસથી તફાવત વધી શકે છે. આ રિપોર્ટનો અર્થ એ નથી કે, રોકાણકારો આંખ બંધ કરીને એકસાથે પૂરા નાણાં સોનામાં રોકી દે. ગોલ્ડમેન સેક્સે તેજીનો ટાર્ગેટ આપ્યો છે પરંતુ સાથે 4,070 ડોલર સુધી ઘટાડાનું જોખમ પણ બતાવ્યું છે. સરળ રીતે જોઈએ તો, આગળનો રસ્તો ભારે ઉતાર-ચઢાવ વાળો રહી શકે છે. બીજું કે, જે લોકો લાંબાગાળા માટે પોર્ટફોલિયોમાં ગોલ્ડ રાખવા માંગે છે, તેમના માટે એકસાથે ખરીદી કરવાને બદલે અલગ-અલગ હપ્તામાં રોકાણ કરવું જોખમને ઓછું કરી શકે છે. ગોલ્ડને ઝડપથી મોટો નફો કમાવવાનું સાધન સમજવાને બદલે પોર્ટફોલિયોમાં સુરક્ષા અને ડાયવર્સિફિકેશનના ભાગરૂપે જોવું વધુ યોગ્ય રહેશે.

10 / 11
કુલ મળીને ગોલ્ડમેન સેક્સનો સ્પષ્ટ સંદેશ છે કે, ફેડની કડકાઈ સોનાની ઝડપને થોડા સમય માટે ઓછી કરી શકે છે પરંતુ સેન્ટ્રલ બેંકોની ખરીદી તેની લાંબાગાળાની વાર્તાને મજબૂત બનાવેલી રાખે છે. જો 5,400 ડોલરનો ટાર્ગેટ હાસિલ થાય છે, તો ભારતમાં 24 કેરેટ સોનું લગભગ ₹1.94 લાખ પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી શકે છે. જો કે, આ એક અનુમાન છે; કોઈ ગેરંટી નથી.

11 / 11
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Breaking News: સોના-ચાંદીની ખરીદી પર 2 મોટા નિયમો બદલાયા, તમારા ખિસ્સા પર આની શું અસર પડશે?

Follow Us
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video

લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે

સુરતમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત! Video

આજનું રાશિફળ : કોઈ મિત્ર કે પરિવારજન તમારી મદદ માંગી શકે છે

4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો

ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ

'ફ્રિજ' વગર દ્રાક્ષ મહિનાઓ સુધી તાજી રાખવાની અનોખી દેશી રીત

અંબાજી મંદિરમાં માઈભક્તોની સલામતી માટે મંદિરમાં કરાયુ સઘન ચેકિંગ

iPhone 18 Pro Max ખરીદવા માટે યુવકે વેચી દીધું પૂર્વજોનું 'સોનું'

રાજકોટ: મટકીફોડમાં ₹15 લાખની પેટીસનો ખર્ચ?

g clip-path="url(#clip0_868_265)">