AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold ETF કે Silver ETF? ક્યાં છે કમાણીની ‘શ્રેષ્ઠ તક’ અને ક્યાં છે ‘મોટું જોખમ’? અસલી ગણિત સમજી લો

સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે આ માહિતી ખૂબ મહત્વની છે. છેલ્લા કેટલાક સમયથી ચાંદીમાં આવેલી તેજીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે પરંતુ શું આ સમયગાળામાં સોના કરતાં ચાંદીમાં રોકાણ કરવું ખરેખર વધુ સલામત છે? તાજેતરના આંકડા તો કંઈક જુદો જ ઈશારો કરી રહ્યા છે. જો તમે ભૂતકાળનું વળતર જોઈને રોકાણ કરવા જઈ રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ખાસ છે.

| Updated on: Sep 21, 2026 | 7:44 PM
Share
સોનું અને ચાંદી બંનેએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યું છે. ખાસ કરીને ચાંદીમાં આવેલી ઝડપી તેજીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. વેલ્યુ રિસર્ચના આંકડા મુજબ, કમોડિટી સિલ્વર ફંડ કેટેગરીનું એક વર્ષનું રિટર્ન લગભગ 90.41% રહ્યું છે. આ જ સમયગાળા દરમિયાન ગોલ્ડ કેટેગરીએ આશરે 42.20% રિટર્ન આપ્યું છે.

1 / 10
જો કે, માત્ર એક વર્ષનું રિટર્ન પૂરી તસવીર નથી બતાવતું. છેલ્લા કેટલાક મહિનાઓમાં સોના અને ચાંદી બંનેમાં ભારે ઉતાર-ચઢાવ આવ્યો છે. ખાસ કરીને ચાંદીમાં એક વર્ષની મજબૂત તેજી પછી તાજેતરના મહિનાઓમાં રોકાણકારોને નુકસાન પણ વેઠવું પડ્યું છે. એવામાં સવાલ એ થાય છે કે, શું અત્યારે પણ ગોલ્ડ અને સિલ્વર ETF માં રોકાણ કરવાની તક છે? આ બંનેમાંથી શેમાં ઉતાર-ચઢાવનું જોખમ વધુ છે?

2 / 10
વેલ્યુ રિસર્ચના આંકડા અનુસાર, છેલ્લા એક વર્ષમાં સિલ્વર ફંડ કેટેગરીનું રિટર્ન 90.41% રહ્યું છે. આની સરખામણીએ ગોલ્ડ કેટેગરીએ 42.20% રિટર્ન આપ્યું, જ્યારે સોનું અને ચાંદી બંનેમાં રોકાણ કરતી કેટેગરીનું રિટર્ન 58.97% રહ્યું છે.

3 / 10
જો કે, ટૂંકાગાળાની તસવીર અલગ છે. ત્રણ મહિનામાં ગોલ્ડ કેટેગરીએ 3.25% રિટર્ન આપ્યું છે, જ્યારે સિલ્વર કેટેગરીનું રિટર્ન 2.22% નીચે ગયું છે. એક મહિનામાં ગોલ્ડનું રિટર્ન 0.15% ઘટ્યું, જ્યારે ચાંદીમાં 1.23% નો વધારો જોવા મળ્યો હતો. ટૂંકમાં, અલગ-અલગ સમયગાળામાં બંને ધાતુઓનું પ્રદર્શન ખૂબ જ અલગ રહ્યું છે.

4 / 10
અલગ-અલગ ETF ના આંકડા પરથી તાજેતરનો ઉતાર-ચઢાવ વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. કોટક મ્યુચ્યુઅલ ફંડના 31 ઓગસ્ટ 2026 સુધીના આંકડા મુજબ Kotak Silver ETF નું એક વર્ષનું રિટર્ન 81.71% રહ્યું પરંતુ 6 મહિનાનું રિટર્ન -13.91% રહ્યું છે. એક વર્ષ પહેલાં નાણાં રોકનાર રોકાણકારો મોટા ફાયદામાં રહ્યા પરંતુ 6 મહિનાના ગાળામાં તસવીર તદ્દન બદલાઈ ગઈ. ગોલ્ડમાં પણ તાજેતરના મહિનાઓમાં નરમાઈ આવી છે પરંતુ આ ઘટાડો ચાંદીની સરખામણીએ ઓછો હતો. આ જ સમયગાળામાં Kotak Gold ETF નું એક વર્ષનું રિટર્ન 38.52% અને 6 મહિનાનું રિટર્ન -4.53% રહ્યું.

5 / 10
આના પરથી એ પણ સાબિત થાય છે કે, માત્ર છેલ્લા એક વર્ષનું રિટર્ન જોઈને રોકાણનો નિર્ણય લેવો જોખમી સાબિત થઈ શકે છે. વેલ્યુ રિસર્ચના ઉપલબ્ધ આંકડા મુજબ, એક વર્ષના રિટર્નમાં ઘણા સિલ્વર ETF 80% થી વધુ રિટર્ન આપી ચૂક્યા છે. આ ફંડના 6 મહિનાના આંકડા પણ એક મહત્વનો સંકેત આપે છે. Tata Silver ETF નું છ મહિનાનું રિટર્ન -5.12%, ICICI Pru Silver ETF નું -5.00%, DSP Silver ETF નું -5.02%, ABSL Silver ETF નું -4.93% અને Kotak Silver ETF નું -4.96% દેખાય છે.

6 / 10
ગોલ્ડ ETF માં પણ એક વર્ષ દરમિયાન મજબૂત રિટર્ન જોવા મળ્યું છે, જોકે તે ચાંદી કરતાં ઓછું રહ્યું છે. એક વર્ષના ગાળામાં ચાંદીએ ગોલ્ડ કરતાં વધુ રિટર્ન આપ્યું પરંતુ તાજેતરના ઘટાડામાં ચાંદીમાં નુકસાન પણ વધુ રહ્યું છે. કોટક મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર (ETF)ના જણાવ્યા અનુસાર મધ્યમથી લાંબાગાળાના દ્રષ્ટિકોણથી સોના અને ચાંદીને લઈને આશાસ્પદ ચિત્ર જળવાયેલું છે પરંતુ ટૂંકાગાળામાં તેમાં ભારે ઉતાર-ચઢાવ આવી શકે છે.

7 / 10
તેમના જણાવ્યા મુજબ, અમેરિકામાં બોન્ડ યીલ્ડનું ઊંચું રહેવું હાલ સોના માટે મોટો પડકાર છે. યીલ્ડ વધવાથી સોના જેવા વ્યાજ વગરના એસેટનું આકર્ષણ ઘટે છે. બીજી તરફ સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી, વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડાની આશા લાંબાગાળે સોનાને મજબૂતી આપી શકે છે. ચાંદીના કિસ્સામાં ઉતાર-ચઢાવ વધુ રહી શકે છે, કારણ કે તેની કિંમત માત્ર રોકાણની માંગ પર નહીં પરંતુ ઔદ્યોગિક (ઇન્ડસ્ટ્રિયલ) માંગ પર પણ નિર્ભર કરે છે.

8 / 10
છેલ્લા એક વર્ષના રિટર્નને જોઈએ તો, ચાંદી સ્પષ્ટપણે આગળ રહી છે પરંતુ 6 મહિના અને ત્રણ મહિનાના આંકડા દર્શાવે છે કે, તેમાં જોખમ પણ વધુ છે. તેથી, 80 થી 90% નું જૂનું રિટર્ન જોઈને સીધું રોકાણ કરવું યોગ્ય નિર્ણય નથી. એક્સપર્ટનું કહેવું છે કે, ગોલ્ડ અને સિલ્વર ETF દ્વારા ભૌતિક (ફિઝિકલ) મેટલ રાખ્યા વગર રોકાણ કરી શકાય છે. રોકાણકારો બજારમાં ઘટાડા વખતે ધીમે-ધીમે એસઆઈપી (SIP) કે ટુકડાઓમાં રોકાણ વધારવાનો વિચાર કરી શકે છે.

9 / 10
ETF પસંદ કરતી વખતે માત્ર જૂનું રિટર્ન જ નહીં પરંતુ એક્સપેન્સ રેશિયો, ટ્રેકિંગ એરર, ટ્રેડિંગ વોલ્યુમ અને રોકાણનો સમયગાળો પણ જોવો જોઈએ. ઉદાહરણ તરીકે, Kotak Silver ETF ની ઓગસ્ટ 2026 ફેક્ટશીટમાં ટ્રેકિંગ એરર 0.62% અને એક્સપેન્સ રેશિયો 0.35% દર્શાવવામાં આવ્યો છે. ફંડે રોકાણ માટેનો આદર્શ સમયગાળો પાંચ વર્ષ કે તેથી વધુ જણાવ્યો છે. તેથી, એક વર્ષમાં ચાંદીનું આશરે 90% રિટર્ન આકર્ષક જરૂર લાગે છે પરંતુ તાજેતરનો ઘટાડો સૂચવે છે કે, ભૂતકાળના રિટર્ન પાછળ દોડવાને બદલે જોખમ અને સમયગાળાને ધ્યાનમાં રાખવું વધુ જરૂરી છે.

10 / 10
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સોનું કે ચાંદી? ક્યાં થશે ‘વધુ કમાણી’? વર્ષ 2026ના અંત સુધીમાં શેમાં આવશે ‘જોરદાર ઉછાળો’?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">