AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drawing Room History : ડ્રોઇંગ રૂમની શરૂઆત કેવી રીતે થઈ? જાણો તેના નામ અને શરૂઆત પાછળની રસપ્રદ કહાની

આજના સમયમાં ડ્રોઇંગ રૂમ દરેક ઘરની જરૂરીયાત બની ગયો છે, પરંતુ પહેલાના સમયમાં ઘરોમાં અલગથી ડ્રોઇંગ રૂમ બનાવવાની પરંપરા નહોતી. ખાસ કરીને બ્રિટનમાં મહિલાઓને થતી કેટલીક અસુવિધાઓને ધ્યાનમાં રાખીને બાદમાં ઘરમાં આવા અલગ રૂમની કલ્પના વિકસિત થઈ હતી.

| Updated on: Sep 20, 2026 | 3:52 PM
Share
એક સમય એવો હતો જ્યારે ઘરની રચનામાં ડ્રોઈંગ રૂમ માટે કોઈ અલગ જગ્યા જ રાખવામાં આવતી નહોતી. પરંતુ સમય જતાં ઘરોમાં આ રૂમનું મહત્વ કેમ વધ્યું અને તેને અલગથી બનાવવાની જરૂર શા માટે ઊભી થઈ? તેની પાછળની કહાની ખરેખર રસપ્રદ છે. આવો, જાણીએ ડ્રોઈંગ રૂમના ઉદ્ભવ પાછળનું કારણ.

1 / 8
મધ્યયુગના યુરોપમાં ઘરોની રચના આજના સમયથી ઘણી અલગ હતી. ત્યારે ભોજન કરવું, મહેમાનોનું સ્વાગત કરવું કે અન્ય સામાજિક પ્રસંગો માટે અલગ-અલગ રૂમની વ્યવસ્થા સામાન્ય નહોતી. મોટાભાગની પ્રવૃત્તિઓ ઘરના એક વિશાળ હોલમાં જ થતી હતી. સમય સાથે રહેણીકરણીમાં બદલાવ આવ્યો અને ઘરોમાં સુવિધા તથા ગોપનીયતા વધારવા માટે વિવિધ કામો માટે અલગ રૂમ બનાવવાની પરંપરા વિકસવા લાગી.

2 / 8
સમય જતાં ઘરોમાં ભોજન માટે અલગ ડાઇનિંગ રૂમ બનાવવાની પરંપરા શરૂ થઈ, જ્યાં પરિવારના સભ્યો એક જ ટેબલ પર બેસીને સાથે ભોજન કરતા. પરંતુ ભોજન બાદ એક નવી મુશ્કેલી ઊભી થવા લાગી. પુરુષો ભોજન પૂરું થયા પછી પણ ટેબલ પર જ બેસી રહેતા અને લાંબી ચર્ચાઓ કરતાં. આ દરમિયાન મહિલાઓ માટે ત્યાં રહેવું અસહજ માનવામાં આવતું, કારણ કે તેઓ પુરુષોની આ ચર્ચાઓમાં સામેલ થઈ શકતી નહોતી. પરિણામે, મહિલાઓ માટે અલગ બેસવાની જગ્યાની જરૂરિયાત અનુભવાવા લાગી.

3 / 8
ભોજન પૂર્ણ થયા બાદ મહિલાઓ ઘણીવાર ડાઇનિંગ રૂમમાંથી બહાર નીકળીને ઘરના અન્ય રૂમમાં જતી અને ત્યાં થોડો સમય આરામ કરતી. મહિલાઓ માટે ઉપયોગમાં લેવાતી આ અલગ જગ્યા ધીમે-ધીમે ખાસ ઓળખ મેળવવા લાગી. સમય પસાર થતાં આ રૂમને ‘ડ્રોઇંગ રૂમ’ તરીકે ઓળખવામાં આવવા લાગ્યો. રસપ્રદ વાત એ છે કે આજે જ્યાં પરિવારના લોકો મહેમાનો સાથે બેસે છે અને સામાજિક મેળાવડા કરે છે, તે રૂમની શરૂઆત ભોજન બાદ મહિલાઓને આરામ કરવા, વાતચીત કરવા અને ચા-કોફી માણવા માટેની જગ્યા તરીકે થઈ હોવાનું માનવામાં આવે છે.

4 / 8
બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં પશ્ચિમી, ખાસ કરીને વિક્ટોરિયન જીવનશૈલી અને સ્થાપત્યની અસર જોવા મળી. આ સમયગાળામાં સંપન્ન ભારતીય પરિવારોના રહેઠાણોમાં પણ વિક્ટોરિયન બાંધકામ શૈલીનો પ્રભાવ વધ્યો. ઘણા શ્રીમંત પરિવારો પોતાના બંગલાઓમાં વિશાળ અને ભવ્ય ડ્રોઇંગ રૂમ બનાવડાવવા લાગ્યા, જે મહેમાનોના સ્વાગત અને સામાજિક મેળાવડા માટે મહત્વપૂર્ણ જગ્યા બની ગયા.

5 / 8
સમય સાથે બ્રિટનમાં જીવનશૈલી અને ભાષામાં અનેક બદલાવ આવ્યા. પરિણામે ‘ડ્રોઇંગ રૂમ’ શબ્દનો ઉપયોગ ધીમે-ધીમે ઓછો થતો ગયો અને તેની જગ્યાએ લિવિંગ રૂમ, લાઉન્જ અથવા બેઠક રૂમ જેવા શબ્દો પ્રચલિત બન્યા. જોકે ભારતમાં બ્રિટિશ સમયગાળાની આ ભાષાકીય પરંપરા હજુ પણ જોવા મળે છે. ખાસ કરીને ભારતીય અંગ્રેજીમાં ‘ડ્રોઇંગ રૂમ’ શબ્દ આજે પણ સામાન્ય રીતે વપરાય છે અને ઘરના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે ઓળખાય છે.

6 / 8
( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)

7 / 8
Drawing Room History

Drawing Room History

8 / 8

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

Follow Us
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી

Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ

નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video

લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે

સુરતમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત! Video

આજનું રાશિફળ : કોઈ મિત્ર કે પરિવારજન તમારી મદદ માંગી શકે છે

4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો

ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ

'ફ્રિજ' વગર દ્રાક્ષ મહિનાઓ સુધી તાજી રાખવાની અનોખી દેશી રીત

g clip-path="url(#clip0_868_265)">