AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ 3 ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને એકલા હાથે હરાવવાની તાકાત રાખે છે, ત્રણેયના ફોર્મ જોઈ ભારતીય ટીમ ચિંતામાં

ભારત સામેની વન-ડે અને ટી20 સીરિઝ માટે વેસ્ટઈન્ડિઝે પોતાની આક્રમક સ્ક્વોડની જાહેરાત કરી દીધી છે. વેસ્ટઈન્ડિઝ ટીમમાં 3 એવા ખેલાડીઓ છે, જે એકલા હાથે ભારતીય બોલરો માટે મોટો માથાનો દુખાવો બની શકે છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલો એક સિક્સર કિંગ, ભારતીય પિચો પર સદીઓ ફટકારનાર એક ઘાતક બેટ્સમેન અને પોતાના ડેબ્યૂ માટે તૈયાર રહેલો એક નવો વિસ્ફોટક યુવા ખેલાડી... આ 3 ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે ખતરો સાબિત થઈ શકે છે.

| Updated on: Sep 20, 2026 | 3:41 PM
Share
વેસ્ટઈન્ડિઝે ભારત પ્રવાસ માટે પોતાની ODI અને T20 ટીમની જાહેરાત કરી દીધી છે. 27 સપ્ટેમ્બરથી ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાશે, જ્યારે 6 ઓક્ટોબરથી પાંચ મેચની T20 સિરીઝ શરૂ થશે. વન-ડે ટીમમાંથી ઘણા મોટા નામો ગાયબ છે, જ્યારે T20માં કેટલાક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. જણાવી દઈએ કે, શાઈ હોપ વેસ્ટઈન્ડિઝની બંને ટીમોની કેપ્ટનશીપ કરી રહ્યો હશે.

1 / 8
BCCI પણ ભારતની વન-ડે અને T20 ટીમની જાહેરાત કરી ચૂકી છે. શ્રેયસ અય્યર વન-ડે ટીમમાં નથી રમી રહ્યો. તેથી, ઋતુરાજ ગાયકવાડ સમેત કેટલાક ખેલાડીઓની વાપસી થઈ છે. બીજી તરફ વેસ્ટઈન્ડિઝના હેડ કોચ ડેરેન સેમી એક નવી ટીમ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવામાં ઈન્ડિયા ટૂર માટે વેસ્ટઈન્ડિઝના ઘણા નવા નામ સ્કવોડમાં જોવા મળ્યા છે.

2 / 8
શિમરોન હેટમાયર ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. CPL 2026ના ક્વોલિફાયરમાં સદી ફટકારીને આવી રહ્યો છે અને આખા ટૂર્નામેન્ટમાં 45.87ની સરેરાશથી 367 રન બનાવ્યા છે. ધ્યાન રાખવા જેવું એ છે કે, હેટમાયર માત્ર T20 સિરીઝમાં રમશે.

3 / 8
તેને ભારતમાં રમવું પસંદ છે અને વ્યક્તિગત રીતે તેની સૌથી વધુ અડધી સદીની ઈનિંગ્સ (3), ભારતમાં જ આવી છે. 'હેટમાયર' ભારત માટે ખૂબ મોટો ખતરો સાબિત થઈ શકે છે, જેનો પુરાવો તેના વર્ષ 2026માં T20 ઈન્ટરનેશનલના આંકડા પણ છે. હેટમાયરે આ વર્ષે 40.43ની સરસ સરેરાશથી 566 રન બનાવી લીધા છે.

4 / 8
શાઈ હોપ વેસ્ટઈન્ડિઝની વન-ડે અને T20 ટીમનો કેપ્ટન છે. તે પણ એ ખેલાડીઓમાંથી એક છે, જેને ભારતીય પિચો પર રમવું ખૂબ પસંદ છે. અહીં હોપે અત્યાર સુધી ભારત આવીને 14 વન-ડે ઈનિંગ્સમાં 3 સદી અને 3 ફિફ્ટી ફટકારી છે.

5 / 8
ભારતીય પિચો પર તેની વનડે સરેરાશ 74.10ની છે. T20માં પણ તેનું બેટ ભારત આવીને ખૂબ ગરજે છે. શાઈ હોપ વેસ્ટઈન્ડિઝની બેટિંગ લાઈન-અપની કરોડરજ્જુ સમાન હશે, જે એકલા હાથે મેચ પલટવાની ક્ષમતા ધરાવે છે.

6 / 8
30 વર્ષીય કામિલ પૂરનને T20 સિરીઝ માટે વેસ્ટઈન્ડિઝની ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે નવો ચહેરો હોઈ શકે છે પરંતુ તેના T20 આંકડા તેની જબરદસ્ત પ્રતિભા દર્શાવે છે.

7 / 8
કેરેબિયન પ્રીમિયર લીગની પોતાની સૌથી પહેલી સીઝનમાં તેણે 8 મેચોમાં 273 રન બનાવ્યા અને સેન્ટ લુસિયા કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો. ભારત સામેની આગામી સિરીઝમાં કામિલ પર સૌની નજર ટકેલી હશે. ખાસ વાત એ છે કે, તે પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરી રહ્યો હશે.

8 / 8

Asian Games 2026માં ભારતીય બોલરોનો દબદબો, સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવી ગોલ્ડ મેડલની મેચમાં એન્ટ્રી કરી

Follow Us
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ

નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video

લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે

સુરતમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત! Video

આજનું રાશિફળ : કોઈ મિત્ર કે પરિવારજન તમારી મદદ માંગી શકે છે

4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો

ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ

'ફ્રિજ' વગર દ્રાક્ષ મહિનાઓ સુધી તાજી રાખવાની અનોખી દેશી રીત

અંબાજી મંદિરમાં માઈભક્તોની સલામતી માટે મંદિરમાં કરાયુ સઘન ચેકિંગ

g clip-path="url(#clip0_868_265)">