IND vs PAK: વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે રેકોર્ડબ્રેક સદી ફટકારી, 16 વર્ષની રાહનો આવ્યો અંત
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પાંચમી મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ વિરાટની 82મી અને વનડેમાં રેકોર્ડબ્રેક 51મી સદી હતી. આ સદી વિરાટ માટે ખૂબ જ ખાસ રહી હતી. આ સદી સાથે વિરાટે અનેક રેકોર્ડ બનાવ્યા હતા.

ક્રિકેટના મેદાન પર વિરાટ કોહલીનું નામ હંમેશા એક મહાન બેટ્સમેન તરીકે લેવામાં આવે છે. 23 ફેબ્રુઆરી 2025ના રોજ પાકિસ્તાન સામેની ICC ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં વિરાટે ફરી એકવાર પોતાને વર્તમાન સમયનો સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન સાચું સાબિત કર્યો અને એક યાદગાર ઈનિંગ રમીને સદી ફટકારી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા તણાવપૂર્ણ અને રોમાંચક હોય છે. આ મેચમાં ભારત માટે રન બનાવવા એક પડકાર હતો, કારણ કે શરૂઆતમાં પાકિસ્તાનના બોલરોએ સારી પકડ બનાવી હતી. ભારતને જીતવા માટે સારા સ્કોરની જરૂર હતી અને આવી સ્થિતિમાં વિરાટ કોહલીએ જવાબદારી સંભાળી અને સદીની ઈનિંગ રમી. આ મેચમાં વિરાટ કોહલીએ 111 બોલમાં અણનમ 100 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા ફટકાર્યા અને તેની ઈનિંગ ભારતીય ટીમને જીત તરફ દોરી ગઈ.

વિરાટ કોહલી પહેલીવાર 2009માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યો હતો. પરંતુ આ ટુર્નામેન્ટમાં વિરાટે 2025માં પહેલીવાર સદી ફટકારી છે. એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારવા માટે તેને 16 વર્ષ રાહ જોવી પડી હતી.

આ સિવાય 2023 ODI વર્લ્ડ કપ પછી આ પહેલીવાર છે જ્યારે તેણે ODIમાં સદી ફટકારી છે. આ ઉપરાંત તેણે 531 દિવસ પછી વિદેશી ધરતી પર ODI સદી ફટકારી છે, એટલે કે આ ઈનિંગ તેના માટે ઘણી રીતે ખાસ છે.

આ સિવાય 2023 ODI વર્લ્ડ કપ પછી આ પહેલીવાર છે જ્યારે તેણે ODIમાં સદી ફટકારી છે. આ ઉપરાંત તેણે 531 દિવસ પછી વિદેશી ધરતી પર ODI સદી ફટકારી છે, એટલે કે આ ઈનિંગ તેના માટે ઘણી રીતે ખાસ છે.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા ક્લિક કરો
