Kajol સાડીમાં લાગે છે આકર્ષક, તમે પણ એક્ટ્રેસના લુક્સને કરી શકો છો રિક્રિએટ
કાજલનો અવાર-નવાર પાર્ટી લુક વાયરલ થતો રહે છે. તેમાં તે મોટા ભાગે સાડી લુકમાં જોવા મળે છે. સાડીમાં તે ખૂબ જ સુંદર લાગે છે.


Kajol Saree Looks : કાજોલની ગણતરી તે અભિનેત્રીઓમાં થાય છે, જે સ્ટાઈલ અને એલિગન્ટ લુક માટે ફેન્સમાં ખૂબ જ ફેમસ છે. ખાસ કરીને કાજોલનો સાડીનો લુક દરેકને પસંદ છે. કાજોલને પણ સાડીઓ ખૂબ જ પસંદ છે. હાલમાં જ કાજોલે સાડીમાં પોતાના બોલ્ડ લુકને ફ્લોન્ટ કર્યો છે.

આ બ્લેક સાડીમાં કાજોલનો લુક ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહ્યો છે. તેણે આ સાડી સાથે લાલ રંગનું સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે. તમે આ લુકને કોઈપણ ખાસ ઈવેન્ટમાં કેરી કરી શકો છો.

કાજોલ તમામ પ્રકારના ફેબ્રિકની સાડીઓ ધરાવે છે. તે ટ્રેન્ડ અનુસાર તેના કલેક્શનમાં અવનવી ડિઝાઈન શામેલ કરે છે. આ ફોટામાં તેણે લાલ રંગની સુંદર ફ્રિલ સાડી પહેરી છે. તમે તેને પાર્ટીઓમાં પણ પહેરી શકો છો.

આ સુંદર ગોર્જિયસ સાડીમાં કાજોલ ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ગ્રે અને બ્લેક કલરની સાડી પર સિક્વન્સ વર્ક છે. તમે તેને કોઈપણ ખાસ પ્રસંગે પણ અજમાવી શકો છો. આ સાથે બ્લેક બેકલેસ બ્લાઉઝ વધુ આકર્ષક લાગશે.

ઘેરો લાલ રંગ તમને કોઈપણ પ્રસંગે આકર્ષણનું કેન્દ્ર બનાવી શકે છે. આવી સ્થિતિમાં જો તમે કોઈ પાર્ટી હોસ્ટ કરી રહ્યાં છો, તો તમે કાજોલના આ લુકને રીક્રિએટ કરી શકો છો.

































































