AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: ઘરે જાણ કર્યા વગર કોર્ટ મેરેજ થઈ શકે? જાણો ભારતીય કાયદા હેઠળ શું છે નિયમો

ભારતમાં કોર્ટ મેરેજને કાનૂની માન્યતા આપવામાં આવી છે અને ઘણા યુગલો પરંપરાગત લગ્નની જગ્યાએ કોર્ટ મેરેજનો માર્ગ પસંદ કરે છે. પરંતુ ઘણીવાર લોકોના મનમાં એક સવાલ ઉદ્ભવે છે કે શું માતા-પિતા અથવા પરિવારને જાણ કર્યા વગર કોર્ટ મેરેજ કરી શકાય? આ અંગે ભારતીય કાયદો શું કહે છે તે જાણવું જરૂરી છે.

| Updated on: Jun 16, 2026 | 3:26 PM
Share
ભારતમાં કોર્ટ મેરેજ મુખ્યત્વે સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 હેઠળ કરવામાં આવે છે. આ કાયદા અનુસાર જો યુવતીની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ અને યુવકની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોય, તો તેઓ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી લગ્ન કરી શકે છે. આવી સ્થિતિમાં માતા-પિતાની મંજૂરી કાયદાકીય રીતે ફરજિયાત નથી.

1 / 6
જો બંને પુખ્ત વયના હોય અને કાયદા દ્વારા નક્કી કરેલી તમામ શરતો પૂર્ણ કરતા હોય, તો તેઓ કોર્ટ મેરેજ માટે અરજી કરી શકે છે. જોકે, સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન માટે લગ્ન અધિકારીને અગાઉથી નોટિસ આપવી પડે છે. આ નોટિસ સામાન્ય રીતે 30 દિવસ સુધી જાહેર રેકોર્ડમાં રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જો કોઈ કાનૂની વાંધો હોય તો તે રજૂ કરી શકાય છે.

2 / 6
ઘણા લોકો માને છે કે કોર્ટ મેરેજ સંપૂર્ણપણે ગુપ્ત રીતે થઈ શકે છે, પરંતુ વાસ્તવમાં નોટિસ પ્રક્રિયાને કારણે કેટલીક માહિતી જાહેર થઈ શકે છે. તેમ છતાં, પુખ્ત વયના યુવક-યુવતીને માત્ર પરિવારના વિરોધના આધારે લગ્ન કરવાથી રોકી શકાતા નથી.

3 / 6
ભારતની વિવિધ અદાલતોએ પણ અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે પુખ્ત વયના વ્યક્તિને પોતાની પસંદગીના જીવનસાથી સાથે લગ્ન કરવાનો બંધારણીય અધિકાર છે. જો પરિવાર તરફથી કોઈ ધમકી અથવા દબાણ હોય, તો દંપતી પોલીસ સુરક્ષા અથવા કોર્ટની મદદ પણ મેળવી શકે છે.

4 / 6
કોર્ટ મેરેજ માટે સામાન્ય રીતે ઉંમરનો પુરાવો, સરનામાનો પુરાવો, ઓળખપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને ત્રણ સાક્ષીઓની જરૂર પડે છે. તમામ જરૂરી દસ્તાવેજો અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લગ્ન નોંધણી કરવામાં આવે છે અને લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવે છે.

5 / 6
આથી સ્પષ્ટ થાય છે કે પુખ્ત વયના યુવક-યુવતી કાયદાકીય રીતે ઘરે જાણ કર્યા વગર કોર્ટ મેરેજ કરી શકે છે, પરંતુ તેના માટે નિર્ધારિત કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું ફરજિયાત છે.

6 / 6

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

g clip-path="url(#clip0_868_265)">