વેડિંગ
લગ્નએ એવી ઈવેન્ટ છે, જ્યાં બે લોકો એટલે કે એક કપલ વૈવાહિક સંબંધમાં જોડાય છે. જેને ભારતીય સંસ્કૃતિ મુજબ ‘વિવાહ’ પણ કહેવામાં આવે છે. લગ્ન સમયે ગીતો, કંકોતરી લખવાનો રિવાજ, પીઠી, ફટાણા વગરે પરંપરાગત રીત રિવાજો લગ્ન પ્રસંગને અલગ જ શોભા આપે છે.
અલગ-અલગ ધર્મોમાં જુદી-જુદી રીતે લગ્નો લેવાના રિવાજો હોય છે. હિન્દુ ધર્મમાં સાત ફેરા ફરે છે અને સપ્તપદી વાંચવામાં આવે છે. હિન્દુ મેરેજમાં મંગલસુત્ર અને માથામાં કુમકુમનો સેથોએ, હાથમાં બંગડી વિવાહનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે મુસ્લિમ ધર્મમાં નિકાહ પઢવામાં આવે છે. ક્રિશ્ચિયન ધર્મમાં મેરેજમાં સફેદ લહેંગા અને બ્લેક સુટમાં વર-કન્યા ચર્ચમાં ફાધરની સાક્ષીએ મેરેજ રિંગ પહેરાવે છે.
હિંદુ ધર્મમાં 8 મુખ્ય પ્રકારનાં લગ્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ લગ્નોમાં શ્રેષ્ઠ સ્થાન બ્રહ્મ વિવાહને અને સૌથી નીચું સ્થાન પૈશાચી વિવાહને આપવામાં આવ્યું છે. આ આઠ લગ્નોમાં સમાવેશ થાય છે – બ્રહ્મ, દૈવ, અર્ષ, પ્રજાપત્ય, અસુર, ગાંધર્વ, રાક્ષસ અને પૈશાચ વિવાહ.