AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વધતી ઉંમરે પણ લાકડીનો ટેકો નહીં લેવો પડે, જો આજથી જ શરૂ કરશો આ 1 કામ !

વોલ સીટ્સ એ એક આઇસોમેટ્રિક કસરત છે. જે શરીરના નીચેના ભાગને મજબૂત બનાવે છે. આ કસરત કરવા માટે તમારે કોઈ સાધનો, કપડાં અથવા જીમની જરૂર નથી. આ કસરત રોજ કરીને તમે તમારા શરીરના નીચેના ભાગને મજબૂત અને ફ્લેક્સ બનાવી શકો છો.

| Updated on: Jul 17, 2026 | 1:15 PM
Share
પગ થાય છે મજબૂત : વોલ સીટ્સ હિપ્સ અને હેમસ્ટ્રિંગ્સના સ્નાયુઓનું કામ કરે છે. આ શરીરના નીચેના ભાગની શક્તિમાં વધારો કરે છે. જોકે તે પગ પર કેન્દ્રિત કસરત છે. તે તમારા મુખ્ય સ્નાયુઓને પણ સક્રિય કરે છે. (Image Source | iStock)

1 / 7
પોઝ્ચરમાં થાય છે સુધારો : વોલ સિટ કરવાની ટેવથી વાંકું બેસવાની કે ઊભા રહેવાની આદતમાં સુધારો આવી શકે છે. તે શરીરને સીધું રાખવામાં મદદ કરે છે. યોગ્ય પોઝ્ચર જાળવવાની ક્ષમતા વધારે છે. (Image Source | iStock)

2 / 7
શરીરનું સંતુલન વધારે છે : ખુરશી વિના બેસવાની સ્થિતિમાં સંતુલન રાખવાથી બધા સ્નાયુઓ એકસાથે સક્રિય થાય છે. વોલ સિટ પગની મસલ્સ સાથે મળીને કામ કરે છે. જેના કારણે શરીરને વિવિધ પ્રવૃત્તિઓમાં સ્થિરતા આવે છે. સારું સંતુલન હોવાથી પડી જવાનું જોખમ ઓછું થઈ શકે છે. (Image Source | iStock)

3 / 7
સ્ટેમિના વધારવામાં મદદરૂપ : નિયમિત વોલ સિટ કરવાથી પગના સ્નાયુઓ મજબૂત બને છે. લાંબા સમય સુધી ઊભા રહેવા, ચાલવા અથવા અન્ય શારીરિક પ્રવૃત્તિઓમાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

4 / 7
કેલરી બર્ન કરવામાં થાય છે મદદ : વોલ સિટ દરમિયાન શરીરના મોટભાગે સ્નાયુઓ સક્રિય થાય છે. જેના કારણે કેલરી બર્ન કરવામાં મદદ મળી શકે છે. ફિટનેસ જાળવવામાં સહાય મળે છે. (Image Source | iStock)

5 / 7
વોલ સીટ કરવાની રીત: સૌપ્રથમ દિવાલ પર પીઠ ટેકવીને સીધા ઊભા રહો. પગ વચ્ચે ખભાની પહોળાઈ જેટલું અંતર રાખો. હવે પીઠને દિવાલ સાથે ટેકવીને ધીમે-ધીમે નીચે જાઓ. જ્યાં સુધી ઘૂંટણ અને હિપ્સ લગભગ 90 ડિગ્રીના એંગલમાં ન આવે ત્યાં સુધી નીચે બેસો. સ્થિતિ એવી હોવી જોઈએ કે જાણે તમે ખુરશી પર બેઠા હો. આ પોઝિશનમાં 20 થી 60 સેકન્ડ સુધી રહો અને પછી ધીમે-ધીમે ઉપર આવો. (Image Source | iStock)

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, રસોડામાં રહેલી આ 6 વસ્તુઓ વધારશે ગટના ગુડ બેક્ટેરિયા, પાચનતંત્ર રહેશે સ્વસ્થ !

Follow Us
g clip-path="url(#clip0_868_265)">