Breaking News : સોસાયટીમાં બે દીપડા ઘૂસતા ભયનો માહોલ, જુઓ ગીર સોમનાથના ઊનાના CCTV વીડિયો
ગીર સોમનાથ જિલ્લાના ઊના શહેરમાં આવેલા મારુતિ નગર સોસાયટીમાં એક સાથે બે દીપડા ઘૂસી આવતા સ્થાનિકોમાં ભારે દહેશત વ્યાપી છે. CCTV કેમેરામાં તેમની હિલચાલ કેદ થતાં લોકોમાં ચિંતા વધી છે.
ગીર સોમનાથ જિલ્લાના ઊના શહેરમાં ફરી એકવાર દીપડાનો લટાર જોવા મળ્યો છે. ઊનાની મારુતિ નગર સોસાયટીમાં એક સાથે બે દીપડા ઘૂસી આવતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે. રહેણાંક મકાનો નજીક દીપડાઓની અવર-જવર જોવા મળતા સોસાયટીના રહીશોમાં ચિંતાનો વ્યાપ વધ્યો છે. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં દીપડાઓ શિકારની શોધમાં સોસાયટીની ગલીઓમાં ફરતા સ્પષ્ટપણે દેખાય છે.
દીપડાઓની હિલચાલ કેદ થયા બાદ સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગ પાસે આ દીપડાઓને પકડવા માટે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઊના અને ગીર વિસ્તારની આસપાસ જંગલી પ્રાણીઓના રહેણાંક વિસ્તારોમાં પ્રવેશવાના બનાવો સમયાંતરે સામે આવતા રહે છે, પરંતુ આ વખતે બે દીપડા એક સાથે દેખાતા લોકોમાં વધુ દહેશત ફેલાઈ છે. વન વિભાગે લોકોને સાવચેત રહેવા, રાત્રે એકલા બહાર ન નીકળવા અને કોઈપણ જંગલી પ્રાણી દેખાય તો તરત જ જાણ કરવા અપીલ કરી છે. હાલ સમગ્ર વિસ્તાર પર વન વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
સુરત એરપોર્ટ હાઇ એલર્ટ પર, અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી

