AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: ભારે કરી ભાઈએ… ગરમીથી બચવા માટે AC રૂમ ન મળ્યો તો ATM ને જ બનાવી દીધો પોતાનો ‘Bedroom’

દેશના ઘણા ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ચોમાસું ધીમું હોવાને કારણે લોકો અસહ્ય ગરમીથી પરેશાન છે. આવા સમયમાં ગરમીથી બચવા માટે લોકો જાતજાતના દેશી જુગાડ કરતા હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો જ અનોખો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં ગરમીથી બચવા માટે એક વ્યક્તિએ (ATM) ને જ પોતાનો બેડરૂમ બનાવી દીધો છે.

Trending Video: ભારે કરી ભાઈએ... ગરમીથી બચવા માટે AC રૂમ ન મળ્યો તો ATM ને જ બનાવી દીધો પોતાનો 'Bedroom'
| Updated on: Jul 17, 2026 | 5:31 PM
Share

દેશના ઘણા ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હાલત એ છે કે, ગરમીના કારણે લોકો બેહાલ થઈ ગયા છે. વાત એમ છે કે, ભારતમાં ચોમાસાની ગતિ ઘણી ધીમી છે, જેના લીધે ઘણી જગ્યાએ હજુ સુધી સરખો વરસાદ પડ્યો નથી. આટલું જ નહીં, ગરમીના કારણે લાઈટની પણ સમસ્યા થઈ રહી છે. આવા સમયમાં ગરમીથી બચવા માટે લોકો જાતજાતના ઉપાયો પણ કરી રહ્યા છે.

અનોખો વીડિયો થયો ‘Viral’

આ બાબતે સોશિયલ મીડિયા પર પણ એકથી એક અનોખા વીડિયો વાયરલ થતા રહે છે. આ જ કડીમાં ગરમીથી બચવા માટે એક વ્યક્તિએ જે જુગાડ લગાવ્યો છે, તે જોઈને લોકો હેરાન થઈ ગયા છે. ટૂંકમાં કહીએ તો, ગરમીથી બચવા માટે આ વ્યક્તિએ એટીએમ (ATM) ને જ પોતાનો બેડરૂમ બનાવી દીધો. હવે સ્થિતિ એ છે કે, આ વીડિયો પર લોકો જોરદાર મજા લઈ રહ્યા છે.

આમ જોવા જઈએ તો, જેમની પાસે AC, કૂલર અને પંખા છે, તેમને તો કોઈક રીતે ગરમીથી રાહત મળી જાય છે પરંતુ જેમની પાસે આ સુવિધાઓ નથી, તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા લોકો ગરમીથી બચવા માટે જાતજાતના ઉપાયો કરતા રહે છે. આ વાયરલ વીડિયોમાં પણ તમને કંઈક આવો જ અનોખો નજારો જોવા મળશે.

ATM માં આરામથી ઊંઘી રહ્યો છે

Viral Video માં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિએ કેવી રીતે ATM ને પોતાનો બેડરૂમ બનાવી દીધો છે અને આરામથી ઊંઘી રહ્યો છે. કોઈકે આ આખા નજારાને કેમેરામાં કેદ કરી લીધો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ Viral Video ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાનો છે.

ATM ને બનાવ્યો ‘Bedroom’

Viral Video જોઈને એક પળ માટે તમને પણ ચોક્કસ ઝટકો લાગ્યો હશે. વિચારી રહ્યા હશો કે, ભાઈએ ગજબનું મગજ દોડાવ્યું. આ વીડિયોને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર લોકો શેર કરી રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને ‘pratik_raaz_khare’ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. કેટલાક લોકો જ્યાં આ નજારા પર સુરક્ષાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે, તો કેટલાક લોકો આના પર મજા પણ લઈ રહ્યા છે.

Trending Video: Likes નું વળગણ સંબંધો પર ભારે પડ્યું, ‘પતિ’ જિંદગીની જંગ લડી રહ્યો છે અને પત્ની ‘Reel’ બનાવવામાંથી ઊંચી નથી આવતી

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">