ભારતીય રેલવે રચશે નવો ઇતિહાસ, દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને મળશે 17 જુલાઈએ લીલી ઝંડી
ભારતીય રેલવે 17 જુલાઈના રોજ ઇતિહાસ રચશે. દેશની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રેનનું ઉદ્ઘાટન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. વડા પ્રધાને આ ટ્રેનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.

હરિયાણામાં જીંદ અને સોનીપત વચ્ચે દોડતી આ ટ્રેન માત્ર ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન જ નહીં પરંતુ એશિયાની સૌથી લાંબી હાઇડ્રોજન ટ્રેન પણ હશે. આ પ્રોજેક્ટને ગ્રીન ટ્રાન્સપોર્ટ અને મેક ઇન ઇન્ડિયા ઝુંબેશની એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે. (Image Source | X)

નવી હાઇડ્રોજન ટ્રેન જીંદ અને સોનીપત વચ્ચેનું આશરે 90 કિલોમીટરનું અંતર લગભગ એક કલાકમાં પુરૂ કરશે. હાલમાં, DMU ટ્રેન દ્વારા આ મુસાફરીમાં લગભગ બે કલાક લાગે છે. હાઇડ્રોજનથી ઇંધણ ભર્યા પછી, ટ્રેન લગભગ 250 કિલોમીટર નોનસ્ટોપ ચાલશે. (Image Source | X)

રેલવેએ સરેરાશ મુસાફરોના ભાડાને ધ્યાનમાં રાખીને આ ટ્રેનનું ભાડું પણ નક્કી કર્યું છે. ટ્રિપ માટે લઘુત્તમ ભાડું ₹5 અને મહત્તમ ભાડું ₹25 છે. આનો અર્થ એ થયો કે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હોવા છતાં, આ ટ્રેનનું ભાડું નિયમિત પેસેન્જર ટ્રેન (DEMU) જેટલું જ છે. (Image Source | X)

આ ટ્રેનની સૌથી મોટી ખાસિયત પર્યાવરણને અનુકૂળ તેની ટેક્નોલોજી છે. તેમાં 1200 કિલોવોટ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પ્રોપલ્શન સિસ્ટમ લગાવવામાં આવી છે. આ સિસ્ટમમાં ડીઝલના બદલે હાઇડ્રોજન અને ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ધુમાડો કે કાર્બન ઉત્સર્જન થતું નથી. પરંતુ માત્ર વરાળ અને ગરમી જ બહાર આવે છે. તેથી આ ટ્રેનને ભવિષ્યની સ્વચ્છ અને હરિત રેલ સેવા તરીકે જોવામાં આવી રહી છે. (Image Source | X)

હાઇડ્રોજન ટ્રેનમાં આધુનિક મુસાફરોની સુવિધાઓ છે. તેમાં લક્ઝરી સીટો, મોબાઇલ ચાર્જિંગ સોકેટ્સ, હેન્ડ ગ્રિપર્સ અને આરામદાયક કોચ હશે. ટ્રેનમાં એક સમયે આશરે 2,500 મુસાફરોની ક્ષમતા હશે. જેમાં આશરે 700 લોકો માટે બેઠક વ્યવસ્થા હશે. રેલવેના જણાવ્યા અનુસાર, બધા પરીક્ષણો સફળ રહ્યા છે અને ટ્રેન નિયમિત સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. (Image Source | X)

મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેનમાં 27 હાઇડ્રોજન સિલિન્ડર, હાઇડ્રોજન લીકેજ ડિટેક્ટર, ફાયર ડિટેક્ટર અને આધુનિક કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવી છે. તેની નિયમિત તપાસ અને દેખરેખ રાખવામાં આવશે. આ ટ્રેનની ડિઝાઇન RDSO (લખનૌ) દ્વારા તૈયાર કરવામાં આવી છે, જ્યારે તેનું નિર્માણ ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF), ચેન્નાઈમાં કરવામાં આવ્યું છે. (Image Source | X)
આ પણ વાંચો, મારુતિ સુઝુકીને કન્ઝ્યુમર કોર્ટનો મોટો ફટકો ! E20 પેટ્રોલ વિવાદમાં કાર બદલવા અથવા 20.50 લાખ રૂપિયા પરત કરવાનો આપ્યો આદેશ
