AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં વગર વરસાદે પડેલા ભૂવામાં ફસાઈ કાર ! ઘટનાનો વીડિયો હવે આવ્યો સામે

રાજપથ રંગોલી રોડ પર અચાનક રસ્તો ધસી પડતાં મોટો ભૂવો સર્જાયો હતો. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી કારનો આગળનો ભાગ ભૂવામાં ફસાઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ અચાનક બનેલી ઘટનાથી કારચાલક ગભરાઈ ગયો હતો.

| Updated on: Jul 17, 2026 | 1:00 PM
Share

અમદાવાદમાં વરસાદ વગર જ રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. શહેરના રાજપથ રંગોલી રોડ પર અચાનક ભૂવો પડતાં પસાર થઈ રહેલી એક કાર તેમાં ફસાઈ ગઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કાર ભૂવામાં પડી જતા ચાલકનો જીવ પણ અધ્ધર થઈ ગયો હતો.

ભૂવામાં ફસાઈ કાર !

માહિતી અનુસાર, રાજપથ રંગોલી રોડ પર અચાનક રસ્તો ધસી પડતાં મોટો ભૂવો સર્જાયો હતો. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી કારનો આગળનો ભાગ ભૂવામાં ફસાઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ અચાનક બનેલી ઘટનાથી કારચાલક ગભરાઈ ગયો હતો.

સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.

અમદાવાદમાં વગર વરસાદે પડી રહ્યા ભૂવા

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ હોય કે ન હોય, રસ્તાઓ પર વારંવાર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી સ્થિતિમાં શહેરના રોડની ગુણવત્તા અને જાળવણી અંગે ફરી સવાલો ઊભા થયા છે. સતત બનતી આવી ઘટનાઓને રોકવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

ઘટનાનો વીડિયો આવ્યો સામે

હાલ સોશિયલ મીડિયા પર કાર ભૂવામાં ફસાયાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો રસ્તાઓની સુરક્ષા તેમજ AMCની કામગીરી અંગે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Breaking News : ગુજરાત ATSનું સૌથી મોટું ઓપરેશન, જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા કુલ 13 આતંકીઓ સકંજામાં જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">