Breaking News: મહાન ઓલરાઉન્ડરનું 89 વર્ષની વયે અવસાન, જન્મદિવસના 11 દિવસ પહેલાં દુનિયાને કહ્યું અલવિદા
ક્રિકેટ ઈતિહાસના મહાન ઓલરાઉન્ડર અને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન સર ગેરી સોબર્સનું 89 વર્ષની વયે અવસાન થયું છે. તેમના જન્મદિવસના માત્ર 11 દિવસ પહેલા ક્રિકેટ જગતે પોતાના સૌથી દિગ્ગજ ખેલાડીઓમાંથી એકને ગુમાવ્યો છે. ક્રિકેટના ઈતિહાસના મહાન ઓલરાઉન્ડર અને રમતના સૌથી સફળ ખેલાડીઓમાંના એક ગણાતા ગેરી સોબર્સે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટને નવી ઉંચાઈઓ પર લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

ક્રિકેટ ઈતિહાસના મહાન ઓલરાઉન્ડર અને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન સર ગેરી સોબર્સનું 89 વર્ષની વયે અવસાન થયું છે. 89 વર્ષની વયે તેમના નિધનથી સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. 28 જુલાઈએ તેઓ 90 વર્ષના થવાના હતા, પરંતુ તે પહેલાં જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું.
સર ગેરી સોબર્સનું 89 વર્ષની વયે અવસાન
ગેરી સોબર્સે 1965થી 1972 દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેઓ ક્રિકેટના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાં હતા જેમણે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ – ત્રણેય ક્ષેત્રમાં અસાધારણ સફળતા મેળવી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક જ ઓવરમાં સતત છ છગ્ગા ફટકારનાર તેઓ વિશ્વના પ્રથમ બેટ્સમેન પણ બન્યા હતા.
A great innings has come to an end. In our hearts, now and forever, Sir Garfield Sobers. pic.twitter.com/bv2MO1SJgz
— Windies Cricket (@windiescricket) July 17, 2026
ICC એ પણ આપ્યું સર્વોચ્ચ સન્માન
ગેરી સોબર્સની મહાનતાને માન આપતા ICC એ પોતાના સૌથી પ્રતિષ્ઠિત ‘ક્રિકેટર ઓફ ધ યર’ એવોર્ડને તેમના નામ સાથે જોડ્યો હતો. આજે પણ આ એવોર્ડ સર ગારફિલ્ડ સોબર્સ ક્રિકેટર ઓફ ધ યર તરીકે આપવામાં આવે છે, જે તેમની રમત પ્રત્યેની અદ્વિતીય સેવાઓનું પ્રતિક છે.
આંકડાઓ પણ તેમની મહાનતાની સાક્ષી
સોબર્સે 93 ટેસ્ટ મેચમાં 57.78 ની સરેરાશથી 8032 રન બનાવ્યા હતા, જેમાં 26 સદી અને 30 અડધી સદી સામેલ છે. બોલિંગમાં તેમણે 235 ટેસ્ટ વિકેટ ઝડપી હતી. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેમના નામે 28,314 રન અને 1,043 વિકેટ નોંધાયેલી છે, જે તેમની સર્વાંગી પ્રતિભા દર્શાવે છે.
Breaking News : Sir Garfield Sobers, the greatest cricketer the world has ever seen passed away at the age of 89. Just two weeks shy of his 90th birthday. pic.twitter.com/9hUHlrFIwW
— Anmar Goodridge-Boyce (@anmargboyce) July 17, 2026
ક્રિકેટ ઈતિહાસમાં અમર રહેશે નામ
1936 માં બાર્બાડોસમાં જન્મેલા ગેરી સોબર્સે લગભગ બે દાયકાથી વધુ સમય સુધી વિશ્વ ક્રિકેટ પર રાજ કર્યું. તેમની રમત, નેતૃત્વ અને ઓલરાઉન્ડ ક્ષમતાએ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટને નવી ઓળખ આપી હતી. ક્રિકેટ ઈતિહાસમાં તેમનું નામ હંમેશા સૌથી મહાન ઓલરાઉન્ડરોમાં લેવામાં આવશે અને તેમની સિદ્ધિઓ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
