AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંજુ સેમસને કર્યો મોટો ખુલાસો: રાજસ્થાન રોયલ્સનો સાથ છોડીને કેમ પકડ્યો ચેન્નાઈ સુપર કિંગ્સનો હાથ?

એક દાયકા કરતાં પણ વધુ સમય સુધી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલા રહ્યા બાદ, સંજુ સેમસને આઈપીએલ 2026 પહેલા ટીમ ટ્રેડ કરીને CSKમાં સામેલ થવાનો મોટો નિર્ણય લીધો છે. એમ એસ ધોનીનો પ્રભાવ અને રુતુરાજ ગાયકવાડ સાથેના સંબંધોએ તેમનો આ નિર્ણય કેવી રીતે સરળ બનાવ્યો,

| Updated on: Jul 16, 2026 | 7:27 PM
Share
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને ખુલાસો કર્યો છે કે રાજસ્થાન રોયલ્સ સાથે એક દાયકાથી વધુ સમય સુધી જોડાયેલા રહ્યા બાદ, આ આઈપીએલ ફ્રેન્ચાઈઝી છોડવી એ તેમના કરિયરના સૌથી મુશ્કેલ નિર્ણયોમાંથી એક હતો. જો કે, મહેન્દ્ર સિંહ ધોની અને રુતુરાજ ગાયકવાડ સાથેના તેમના મજબૂત સંબંધોએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માં તેમની સફરને એકદમ સરળ બનાવી દીધી.

1 / 5
ક્યારે લાગ્યું કે હવે આગળ વધી જવું જોઈએ? સંજુ સેમસન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 પહેલા 'ટ્રેડ'ના માધ્યમથી CSK માં સામેલ થયા છે. સતત પાંચ વર્ષ સુધી રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરનાર આ ખેલાડીએ જીઓસ્ટારના ખાસ કાર્યક્રમ ‘સુપરસ્ટાર્સ’ માં વાતચીત દરમિયાન જણાવ્યું કે, 'રાજસ્થાન રોયલ્સથી આગળ વધવું એ મારા માટે બહુ મોટો નિર્ણય હતો. જ્યારે તમે કોઈ ટીમ માટે લાંબા સમય સુધી રમો છો, ત્યારે તમને એવું લાગવા માંડે છે કે આ તમારી જ ટીમ છે અને કોઈ તમને અહીંથી હટાવી શકે નહીં.

2 / 5
પરંતુ મને હંમેશા એવો અહેસાસ હતો કે દરેક વ્યક્તિનો એક જગ્યાએ સમય મર્યાદિત હોય છે. તમે તમારું કામ કરો છો અને પછી આગળ વધી જાઓ છો. IPL 2025 પછી મને લાગ્યું કે હવે મારે આગળ વધી જવું જોઈએ. મેં મારી જાતને કહ્યું કે હવે છોકરાઓ તૈયાર છે અને રાજસ્થાન રોયલ્સ પણ સંજુ સેમસન વિના રમવા માટે સક્ષમ છે. બસ, ત્યારે જ મેં ટીમ છોડવાનો અંતિમ નિર્ણય લીધો.'

3 / 5
અન્ય ઓફર્સ છોડીને કેમ પસંદ કરી સીએસકે? કેરળના આ સ્ટાર ક્રિકેટરે જણાવ્યું કે રાજસ્થાન રોયલ્સ છોડ્યા પછી તેમની પાસે બે-ત્રણ અન્ય ટીમોના વિકલ્પ પણ ઉપલબ્ધ હતા, પરંતુ તેમણે CSKને જ પસંદ કરી કારણ કે આ ફ્રેન્ચાઈઝી તેમની રમતની શૈલી માટે સૌથી વધુ અનુકૂળ લાગતી હતી. આ સાથે જ પ્રતિષ્ઠિત પીળી જર્સી પહેરવી એ તેમના માટે એક ખાસ અને ગર્વનો અનુભવ હતો.

4 / 5
સેમસને ઉમેર્યું કે, 'તે સમયે મારી પાસે બે-ત્રણ ઓપ્શન હતા. પરંતુ સાચું કહું તો CSK પર માહી ભાઈ (એમ એસ ધોની) નો પ્રભાવ, ખુદ ફ્રેન્ચાઈઝીનું વાતાવરણ અને ત્યાં રહેલા મારા મિત્રો, ખાસ કરીને રુતુરાજ ગાયકવાડ સાથે મારું સારું બોન્ડિંગ હતું. અન્ય ખેલાડીઓ પાસેથી CSKના ડ્રેસિંગ રૂમ અને મેનેજમેન્ટ વિશે જે વાતો સાંભળી હતી, તેનાથી મને લાગ્યું કે આ ફ્રેન્ચાઈઝી મારા સ્વભાવ અને ક્રિકેટિંગ સ્ટાઈલ સાથે એકદમ પરફેક્ટ મેચ થાય છે.'

5 / 5

સૂર્યકુમાર યાદવને જ્યાં પહોંચતા 750 દિવસ લાગ્યા, શ્રેયસ અય્યરે માત્ર 16 દિવસમાં જ મેળવી લીધો એ શરમજનક રેકોર્ડ !

Follow Us
અમદાવાદમાં બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો !

કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 12 લાખનો માલ જપ્ત

ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ

દશામાંના વ્રતના નામે ઢોંગ-ધતીંગ ચાલતા હોવાનો વિજ્ઞાન જાથાનો આક્ષેપ

રાજકોટમાં ભેળસેળયુક્ત ઈંધણનો કાળો કારોબાર ઝડપાયો

અનુ. જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે કેસ

આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ

ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ

g clip-path="url(#clip0_868_265)">