રથયાત્રા

રથયાત્રા

રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જતા હોય છે. અષાઢી બીજના દિવસે ભગવાન નગર ચર્યાએ નીકળે છે.

ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે. આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે.

જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ ,છે પણ વર્ષમાં એક વખત, અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી નગર ચર્યા કરાવવામાં આવે છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. તેથી જ આ તહેવાર “રથયાત્રા” તરીકે ઓળખાય છે.

Read More
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી ? જાણો Exit Poll માં કોને મળી બહુમતી
મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી ? જાણો Exit Poll માં કોને મળી બહુમતી
g clip-path="url(#clip0_868_265)">