AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ‘સોનું’ હજુ સસ્તું થશે? આખરે કેટલો આવશે ‘કડાકો’ ? બેંક ઓફ અમેરિકાએ કરી ‘મોટી ભવિષ્યવાણી’

દુનિયાભરમાં સૌથી સુરક્ષિત રોકાણ ગણાતા સોના (Gold) ને લઈને બેંક ઓફ અમેરિકા (BofA) એ એક એવી ચોંકાવનારી ચેતવણી આપી છે કે, જેનાથી બજારમાં ખળભળાટ મચી ગયો છે. બેંકના એક્સપર્ટ્સનું માનવું છે કે, સોનાના ભાવમાં તાજેતરમાં શરૂ થયેલો ઘટાડો તો માત્ર એક શરૂઆત છે, અસલી ખેલ તો હવે પછીના મહિનાઓમાં શરૂ થશે.

| Updated on: Jul 17, 2026 | 2:14 PM
Share
દુનિયાભરમાં સુરક્ષિત રોકાણ (Safe Haven) માનવામાં આવતા સોનાને લઈને બેંક ઓફ અમેરિકા (BofA) એ એક મહત્વની ચેતવણી આપી છે. બેંકના ટેકનિકલ વ્યૂહરચનાકારોનું માનવું છે કે, આ વર્ષે શરૂ થયેલો સોનાનો ઘટાડો હજુ પૂરો થયો નથી અને આગામી મહિનાઓમાં કિંમતો (Gold Prices) માં વધુ મોટો ઘટાડો જોવા મળી શકે છે. બેંક ઓફ અમેરિકા (BofA) નું કહેવું છે કે, સોનાના હાલના ચાર્ટ અને સંકેતો બરાબર એવા જ છે, જેવા વર્ષ 1980 તેમજ વર્ષ 2011 માં સોનાના રેકોર્ડતોડ ભાવ વધારા પછી જોવા મળ્યા હતા.

1 / 7
બેંક ઓફ અમેરિકા (BofA) મુજબ, અત્યારે સોનામાં જે સંકેતો મળી રહ્યા છે, તે અગાઉ પણ સોનાના ભાવમાં મોટો કડાકો (ઘટાડો) આવ્યા પહેલા જોવા મળ્યા હતા. બેંકના વ્યૂહરચનાકાર પોલ સિયાના (Paul Ciana) અને તેમની ટીમનું કહેવું છે કે, વર્તમાન ઘટાડો માત્ર 24 સપ્તાહ જૂનો છે, જ્યારે આ પહેલા સોનામાં સતત લગભગ 121 સપ્તાહ સુધી તેજી રહી હતી. આવી સ્થિતિમાં, આટલી લાંબી તેજીની સરખામણીમાં અત્યાર સુધી આવેલો ઘટાડો ઘણો નાનો માનવામાં આવી રહ્યો છે. તેમનું માનવું છે કે, ઇતિહાસ પર નજર કરીએ તો સોનામાં મોટી તેજી પછી અવારનવાર લાંબા સમય સુધી ઘટાડાનો દોર ચાલે છે. તેથી, વર્તમાન સુધારો હજુ સંપૂર્ણપણે પૂરો થયો નથી.

2 / 7
BofA એ તેના અહેવાલમાં એવા કેટલાય ટેકનિકલ સંકેતોનો ઉલ્લેખ કર્યો છે, જે બજારમાં નબળાઈ તરફ ઈશારો કરી રહ્યા છે. આમાં ડેથ ક્રોસ, રોકાણકારોની જરૂરિયાત કરતાં વધુ પડતી ખરીદી (ઓવરબૉટ), ટોચના સ્તરે બનેલી નબળી કેન્ડલ, TD Sequential Exhaustion Signal અને RSI નું 90 સુધી પહોંચવું જેવી બાબતોનો સમાવેશ થાય છે. બેંકનું કહેવું છે કે, સોનાના માર્કેટમાં આવી સ્થિતિ (RSI 90) ખૂબ જ ઓછી જોવા મળે છે. આ પહેલા આવું વર્ષ 1980 અને વર્ષ 2011 માં થયું હતું; તે બંને વખતે સોનાના ભાવમાં લાંબા સમય સુધી મોટો કડાકો (ઘટાડો) આવ્યો હતો.

3 / 7
બેંક ઓફ અમેરિકાનો અંદાજ છે કે, જો વર્ષ 2026 માં સોનાનો ભાવ તેના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો હોય (જેમ વર્ષ 1980 અને વર્ષ 2011 માં થયો હતો), તો આગળ જતાં તેમાં મોટો ઘટાડો આવી શકે છે અને ભાવ અગાઉની તેજીના મુકાબલે અડધા (50% જેટલા) ઘટી શકે છે. આ સ્થિતિમાં કિંમતો ઘટીને લગભગ 3,315 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. બેંકે અન્ય ટેકનિકલ વિશ્લેષણના આધારે 3,605 ડોલર અને 3,702 ડોલર પ્રતિ ઔંસના સ્તરને પણ મહત્વપૂર્ણ સપોર્ટ ગણાવ્યો છે. ખાસ કરીને 3,702 ડોલરનું સ્તર 50% ફિબોનાચી રિટ્રેસમેન્ટની નજીક છે, જેને બજાર માટે ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

4 / 7
BofA નું એવું પણ કહેવું છે કે, આ ઘટાડો સીધી રેખામાં નહીં આવે. બેંકનો અંદાજ છે કે, પહેલા સોનામાં એક રિકવરી (ઉછાળો) જોવા મળી શકે છે. કિંમતો વધીને લગભગ 4,325 ડોલરથી 4,500 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. ત્યારબાદ ફરીથી વેચવાલી વધવાની આશંકા છે અને કિંમતો ફરી નીચે જઈ શકે છે. બેંકનું કહેવું છે કે, વર્ષ 2011 માં પણ સોનાએ આ જ રીતે પહેલા હળવી રિકવરી દર્શાવી હતી અને ત્યારબાદ લાંબો ઘટાડો શરૂ થયો હતો. આથી રોકાણકારોએ કોઈપણ ઝડપી ઉછાળાને ફાઇનલ તેજી માનવાથી બચવું જોઈએ.

5 / 7
બેંક ઓફ અમેરિકાએ રોકાણકારોને સોનાથી સંપૂર્ણપણે દૂર રહેવાની સલાહ નથી આપી. તેના બદલે બેંકે તબક્કાવાર રીતે રોકાણ કરવાની વ્યૂહરચના સૂચવી છે. અહેવાલ અનુસાર, જો સોનાની કિંમત 4,000 ડોલર પ્રતિ ઔંસથી નીચે આવે છે, તો મર્યાદિત માત્રામાં ખરીદી કરી શકાય છે. જો કિંમતો 3,700 થી 3,600 ડોલરની રેન્જમાં પહોંચે છે, તો રોકાણ વધારી શકાય છે. આ સિવાય 3,450 થી 3,250 ડોલર પ્રતિ ઔંસની વચ્ચે બેંક સંપૂર્ણપણે રોકાણ કરી દેવાની સલાહ આપે છે.

6 / 7
BofA નો આ અહેવાલ દર્શાવે છે કે, હાલમાં સોનાના બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે. જો ઇતિહાસ પોતાનું પુનરાવર્તન કરશે, તો આગામી મહિનાઓમાં સોનામાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. જો કે, લાંબાગાળાના રોકાણકારો માટે આ ઘટાડો ભવિષ્યમાં વધુ સારા સ્તરે ખરીદી કરવાની ઉત્તમ તક પણ બની શકે છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોનો અભિપ્રાય છે કે, રોકાણકારોએ ઉતાવળમાં મોટા નિર્ણયો લેવાને બદલે બજારની ચાલ અને કિંમતોના મહત્વના સ્તરો પર નજર રાખવી જોઈએ.

7 / 7

દિવાળી સુધીમાં સોનાનો ભાવ કેટલો હશે ? ખરીદતા પહેલા એક્સપર્ટ્સનું આ ગણિત સમજી લો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">