AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારે વરસાદથી સુરતના વેસુ અને VIP રોડ પર ભરાયા પાણી, બારડોલી પંથકમાં પણ 'વાતાવરણ' પલટાયું - જુઓ Video

ભારે વરસાદથી સુરતના વેસુ અને VIP રોડ પર ભરાયા પાણી, બારડોલી પંથકમાં પણ ‘વાતાવરણ’ પલટાયું – જુઓ Video

| Updated on: Jul 17, 2026 | 6:05 PM
Share

સુરત શહેર અને બારડોલી પંથકમાં લાંબા વિરામ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદ પડ્યો છે. આ વરસાદને કારણે સુરત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બીજી તરફ બારડોલીમાં વરસાદ પડતાં લોકોને અસહ્ય ગરમીથી મોટી રાહત મળી છે.

સુરત શહેરમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. અઠવાગેટ, પીપલોદ, ઉધના અને મજૂરાગેટ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ખાસ વાત એ છે કે, વેસુ, VIP રોડ અને ઉધના રોડ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે અને ઘૂંટણસમા પાણીમાં લોકો પોતાના વાહનને ધક્કો મારતા નજરે પડ્યા છે.

વધુમાં જોવા જઈએ તો, સુરતના બારડોલી તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને બારડોલી પંથકમાં વરસાદ પડ્યો છે. અહીંના સ્ટેશન રોડ, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ, ધામરોડ અને બાબેન ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ વરસાદ પડવાના કારણે લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.

Ahmedabad Development : અમદાવાદ શહેરના વિકાસ માટે 2,719 કરોડ રૂપિયાના ખર્ચે 6 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સને મંજૂરી, જાણો

Published on: Jul 17, 2026 06:02 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">