AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે નોકરીની ચિંતા છોડો, ગીગ વર્કર્સથી લઈને નાના દુકાનદારો સુધી… બધાને મળશે ‘PF નો લાભ’

અસંગઠિત ક્ષેત્રના કરોડો કામદારો, ગીગ વર્કર્સ (જેમ કે ફ્રીલાન્સર્સ અને ડિલિવરી એજન્ટ્સ) અને પોતાનો વ્યવસાય કરતા લોકો માટે નિવૃત્તિ (Retirement) પછીના જીવનને સુરક્ષિત બનાવવા માટે EPFO એક ખાસ તૈયારી કરી રહ્યું છે. વાત એમ છે કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એક ખાસ નવી સ્કીમ લાવી રહ્યું છે, જેથી નોકરી ન કરતા લોકો પણ પીએફ (PF) નો લાભ લઈ શકે.

| Updated on: Jul 17, 2026 | 1:36 PM
Share
દેશના કરોડો અસંગઠિત ક્ષેત્રના કામદારો (Unorganized Sector Workers), ગીગ વર્કર્સ (Gig Workers) અને સ્વ-રોજગાર (Self Employed) ધરાવતા લોકો માટે મોટી રાહતની તૈયારી ચાલી રહી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એક એવી નવી સ્કીમની રૂપરેખા તૈયાર કરી રહ્યું છે, જેના હેઠળ એવા લોકો પણ પ્રોવિડન્ટ ફંડ (PF) સાથે જોડાઈ શકશે કે, જેઓ અત્યાર સુધી આ દાયરાની બહાર છે.

1 / 5
EPFO નવી “યુનિવર્સલ PF સ્કીમ” (Universal PF Scheme) લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દરેક વર્ગના કામદારને નિવૃત્તિ (Retirement) માટે સુરક્ષિત બચતનો વિકલ્પ આપવાનો છે. જો કે, ભલે તે ફ્રીલાન્સર (Freelancer) હોય, ડિલિવરી એજન્ટ (Delivery Agent) હોય કે પોતાનો વ્યવસાય કરનાર વ્યક્તિ હોય.

2 / 5
આ નવી વ્યવસ્થાથી સબ્સ્ક્રાઇબર્સ (PF Subscribers) ને તેમની આવક (Income) નો એક હિસ્સો PF માં જમા કરવાની સુવિધા મળશે, જેમાં લવચીકતા (flexibility) સૌથી મોટી વિશેષતા હશે. લોકો પોતાની અનુકૂળતા મુજબ દૈનિક, માસિક અથવા વાર્ષિક યોગદાન આપી શકશે. આ સ્કીમ વર્તમાન EPFO મોડલ પર આધારિત હશે, એટલે કે જમા રકમ પર વાર્ષિક વ્યાજ (Interest) મળશે અને ટેક્સ (Tax) છૂટનો લાભ પણ મળશે.

3 / 5
માહિતી અનુસાર, વાર્ષિક ₹2.5 લાખ સુધીના યોગદાન અને તેના પર મળતા વ્યાજ પર ટેક્સ મુક્તિ ચાલુ રહી શકે છે, જેનાથી આ સ્કીમ રોકાણની દૃષ્ટિએ પણ આકર્ષક બનશે. આ યોજનાનો સૌથી મોટો ફેરફાર તેની PF Withdrawal System માં જોવા મળી શકે છે. EPFO એવા મોડલ પર કામ કરી રહ્યું છે કે, જેમાં નિવૃત્તિ પછી પણ સબ્સ્ક્રાઇબર્સ પોતાના પૈસા ફંડમાં જાળવી રાખી શકે. આ સાથે જ તેમને Systematic Withdrawal Plan (SWP) જેવો વિકલ્પ આપવામાં આવી શકે છે, જેના દ્વારા તેઓ પોતાની જરૂરિયાત મુજબ એકસાથે અથવા હપ્તામાં પૈસા ઉપાડી શકશે.

4 / 5
આ સ્કીમ સંપૂર્ણપણે સેલ્ફ-ફંડેડ (Self Funded) હશે, એટલે કે તેમાં સરકાર તરફથી કોઈ આર્થિક યોગદાન આપવામાં આવશે નહીં. આ બાબત તેને ‘પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના’ થી અલગ બનાવે છે, જ્યાં સરકાર પણ ભાગીદારી આપે છે. EPFO આ મોડલ તૈયાર કરવા માટે સિંગાપોર જેવા દેશોની સિસ્ટમનો અભ્યાસ કરી રહ્યું છે, જેથી તેને વધુ અસરકારક અને વ્યવહારુ બનાવી શકાય. જણાવી દઈએ કે, હાલમાં આ યોજનાને સંપૂર્ણ મંજૂરી મળી નથી પરંતુ EPFO એ આ માટે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની દિશામાં પગલાં આગળ વધાર્યા છે.

5 / 5

નોકરી બદલતા જ PF ના પૈસા આપોઆપ થઈ જશે ટ્રાન્સફર, જાણો EPFO ના નવા નિયમથી જૂના કર્મચારીઓને શું થશે ફાયદો કે નુકસાન

Follow Us
g clip-path="url(#clip0_868_265)">