કલેક્ટરની મુલાકાત દરમિયાન શાળાના આચાર્ય ટલ્લી, નશાની હાલતમાં ઝડપાયા, જુઓ Video
ખેડા જિલ્લાના કાણીયેલ ગામમાં કલેક્ટરની મુલાકાત દરમિયાન એક પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય કથિત રીતે નશાની હાલતમાં ફરજ બજાવતા ઝડપાયા છે.
ખેડા જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. કઠલાલ તાલુકાના કાણીયેલ ગામમાં કલેક્ટરની મુલાકાત દરમિયાન એક પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય કથિત રીતે નશાની હાલતમાં ફરજ બજાવતા ઝડપાયા હતા. આ ઘટના બાદ શિક્ષણ તંત્રમાં હડકંપ મચી ગયો છે.
માહિતી અનુસાર, કાણીયેલ ગામમાં માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ગામની મુલાકાતે હતા. તેઓ જુદી જુદી શાળાઓ અને આંગણવાડીઓની સમીક્ષા કરી રહ્યા હતા. આ દરમિયાન, ગંગાદાસના મુવાડા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય ભગવતસિંહ ઝાલા સાથે પ્રશ્નોત્તરી કરતા તેમના પ્રત્યુત્તર પરથી કલેક્ટરને શંકા ગઈ હતી. આચાર્ય ભગવતસિંહ ઝાલા કથિત રીતે નશાની હાલતમાં હોવાનું જણાઈ આવતા, કલેક્ટરે તાત્કાલિક ત્યાં હાજર પી.એસ.આઇ.ને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી.
આચાર્ય ભગવતસિંહ ઝાલા હાલમાં ગંગાદાસના મુવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તેઓ અગાઉ મહેમદાવાદ તાલુકાની રૂદણ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા અને ત્યારે પણ તેઓ વિવાદમાં આવ્યા હોવાનું કહેવાય છે. હાલ સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓ દ્વારા સઘન તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તપાસના આધારે આગળની શિસ્તભંગ અથવા વહીવટી કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. આ ઘટનાએ શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોની જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટનું કાવતરું નિષ્ફળ, આરોપીઓના 7 દિવસના જામીન મંજૂર, જુઓ Video
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
રાજ્યમાં ભેળસેળિયાઓ સામે તવાઈ ફૂડ અને ડ્રગ વિભાગની તવાઈ

