AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીરમાં સિંહના હુમલા રોકવા વન વિભાગ એક્શનમાં, AI અને થર્મલ ડ્રોનનો કરાશે ઉપયોગ

ગીરમાં સિંહના હુમલા રોકવા વન વિભાગ એક્શનમાં, AI અને થર્મલ ડ્રોનનો કરાશે ઉપયોગ

| Updated on: Jul 17, 2026 | 9:51 PM
Share

ગીરમાં સિંહોના વધતા હુમલાને ધ્યાનમાં રાખીને વન વિભાગે કડક પગલાં લીધા છે. સાસણમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં AI, થર્મલ ડ્રોન અને પ્રી-અલર્ટ મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે.

જૂનાગઢમાંથી મળી રહેલા સમાચાર અનુસાર, ગીર વિસ્તારમાં સિંહોના હુમલાના વધતા બનાવોને કારણે વન વિભાગે સક્રિયતા દાખવી છે. આ અંગે શાસણ ખાતે વન વિભાગની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. PCCFની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં સરપંચો, માલધારીઓ અને અન્ય સંબંધિત હિતધારકો હાજર રહ્યા હતા.

બેઠકનો મુખ્ય ઉદ્દેશ સિંહો દ્વારા થતા હુમલાઓને કેવી રીતે ઘટાડી શકાય અને માનવ-વન્યજીવ સંઘર્ષને ઓછા કરી શકાય તે હતો. આ માટે આધુનિક ટેકનોલોજીનો સહારો લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વન વિભાગ હવે થર્મલ ડ્રોન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને વન્યજીવોની ગતિવિધિઓ પર નજર રાખશે.

વધુમાં, સિંહોની હિલચાલ પર નજર રાખવા માટે પ્રી-અલર્ટ મોનિટરિંગ સિસ્ટમ પણ વિકસાવવામાં આવશે. આ સિસ્ટમ દ્વારા જો કોઈ ગામ કે વસાહતની નજીક સિંહોની હાજરી જણાશે, તો સ્થાનિકોને અગાઉથી એલર્ટ કરવામાં આવશે. આનાથી સંભવિત જોખમને ટાળી શકાય અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. તંત્ર દ્વારા ટ્રેકર્સ અને ફિલ્ડ સ્ટાફની સંખ્યામાં પણ વધારો કરવાની યોજના છે, જેથી સમયસર કાર્યવાહી કરી શકાય અને માનવ-વન્યજીવ સંઘર્ષને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય.

હોસ્ટેલમાં 150થી વધુ વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેર, વાલીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો, જુઓ Video

Published on: Jul 17, 2026 09:51 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">