AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કબાટમાં રાખેલી મોંઘી સિલ્ક સાડી ફોલ્ડમાંથી ફાટી જાય છે ? અપનાવો આ 7 સરળ ટિપ્સ, વર્ષો સુધી રહેશે નવી જેવી

ભારતીય મહિલાઓ લગ્ન, તહેવારો, પૂજા અથવા અન્ય ખાસ પ્રસંગો માટે સાડી પહેરવાનું પસંદ કરે છે. ખાસ પ્રસંગો માટે બનાવાયેલી સિલ્કની સાડીઓ ઘણીવાર ફોલ્ડ કરીને નિયમિત દિવસોમાં કબાટમાં રાખવામાં આવે છે. સ્ત્રીઓ આશા રાખે છે કે તેમની મનપસંદ સિલ્કની સાડી વર્ષો સુધી નવી જેવી જ ચમકતી રહે.

| Updated on: Jul 17, 2026 | 2:44 PM
Share
ઘણીવાર, એક જ સ્થિતિમાં લાંબા સમય સુધી રાખવામાં આવેલી સિલ્કની સાડીનું કપડું નબળું પડી જાય છે અને ફેબ્રિક ફાટવા લાગે છે. (Image Source | iStock)

1 / 9
સાડીને લાંબા સમય સુધી એક જ રીતે ફોલ્ડ ન રાખવી : જો સિલ્કની સાડીઓ મહિનાઓ કે વર્ષો સુધી એક જ ફોલ્ડમાં રાખવામાં આવે છે તો ફેબ્રિક તે વિસ્તારમાં નબળું પડવા લાગે છે. તેથી દર 3થી 6 મહિનામાં તેને ફરીથી અલગ રીતે ફોલ્ડ કરવું જરૂરી છે. આનાથી એક જ જગ્યાએ સાડી પર દબાણ આવતું નહીં અને ફેબ્રિક ઝડપથી બગડશે નહીં. (Image Source | iStock)

2 / 9
પ્લાસ્ટિક કવરની જગ્યાએ કોટન કપડાનો વાપર કરવો : મોટાભાગની સ્ત્રીઓ સિલ્ક સાડીઓને પ્લાસ્ટિકના કવરમાં સ્ટોર કરે છે. પરંતુ આ યોગ્ય રીત નથી. પ્લાસ્ટિકમાં ભેજ અટવાઈ રહે છે. જેના કારણે સાડીના રેશા નબળા પડી શકે છે. તેથી સાડીને સારા કોટન કાપડમાં લપેટીને મુકવું જોઈએ. (Image Source | iStock)

3 / 9
એક ઉપર એક ઘણી સાડીઓ ગોઠવવી નહીં : બધી સિલ્ક સાડીઓને કબાટમાં એકસાથે મુકવાથી નીચે મુકવામાં આવેલી સાડીઓ પર વધુ ભાર પડે છે. જેના કારણે સાડીનું ફોલ્ડ ઝડપથી ઘસાઈ શકે છે. સાડીઓને નાના સ્ટેકમાં સ્ટોર કરવાનો પ્રયાસ કરવો. ભારે સાડીઓ માટે અલગ જગ્યા બનાવવી જોઈએ. (Image Source | iStock)

4 / 9
સમયાંતરે સાડીને હવા જરૂર લાગવા દો : સિલ્કની સાડીને હંમેશા બંધ કબાટમાં રાખવી નહીં. દર થોડા મહિને એકવાર તેને હવાની અવરજવર હોય તેવી જગ્યાએ થોડા સમય માટે પાથરવી. આમ કરવાથી ભેજ અને દુર્ગંધ દૂર થાય છે. ક્યાંક કપડું નબળું પડી રહ્યું હોય તો સમયસર તમને ખબર પડશે. (Image Source | iStock)

5 / 9
સૂર્યપ્રકાશથી દૂર રાખવી : વધારે સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવાથી સ્લિક સાડીનો રંગ ઝાંખો પડી શકે છે. ફેબ્રિક નબળું પડી શકે છે. જો તમારે તમારી સાડીને સૂકવવાની અથવા હવામાં સૂકવવાની જરૂર હોય તો તેને હંમેશા છાંયડાવાળી જગ્યાએ સૂકવો. (Image Source | iStock)

6 / 9
પહેરતી વખતે અને ઇસ્ત્રી કરતી વખતે સાવધાની રાખવી : સાડી પહેરતી વખતે તેને વધુ ખેંચશો નહીં. ઇસ્ત્રી કરતી વખતે ઓછું તાપમાન સેટ કરવું અને સાડી પર પાતળું કોટનનું કપડું મૂકીને ઇસ્ત્રી કરવી. એક જ ફોલ્ડ પર વારંવાર ઇસ્ત્રી કરવાથી પણ કપડું નબળું પડી શકે છે. (Image Source | iStock)

7 / 9
વારંવાર હેર સ્ટ્રેટનરનો ઉપયોગ ન કરો : આજકાલ ઘણી મહિલાઓ સાડીની પ્લીટ્સ બનાવવા માટે હેર સ્ટ્રેટનરનો ઉપયોગ કરે છે. પરંતુ તેની વધુ ગરમી સિલ્કના રેશાને નુકસાન પહોંચાડી શકે છે. વારંવાર આવું કરવાથી ફોલ્ડવાળી જગ્યા નબળી પડી જાય છે અને સાડી ફાટવાનું જોખમ વધી શકે છે. (Image Source | iStock)

8 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

9 / 9

આ પણ વાંચો, વરસાદમાં કપડાં સુકાવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ, ચોમાસા માટે બેસ્ટ છે આ 4 લાઈટવેઈટ ફેબ્રિક !

Follow Us
g clip-path="url(#clip0_868_265)">