Breaking News : ગુજરાત ATSનું સૌથી મોટું ઓપરેશન, જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા કુલ 13 આતંકીઓ સકંજામાં જુઓ Video
અમદાવાદ ATS દ્વારા જૈશ-એ-મહોમ્મદના વધુ 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ધાર્મિક લખાણો અને અન્ય પુરાવાઓ પણ મળી આવ્યા છે. પકડાયેલા 5 આતંકીઓની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ગુજરાત ATSનું સૌથી મોટું ઓપરેશન સામે આવ્યું છે. ગુજરાતમાંથી વધુ 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓ જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો હતો.ખુલાસાને આધારે ગુજરાત ATSની સૌથી મોટી કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા કુલ 13 આતંકીઓ સકંજામાં છે.
વિસ્ફોટક સાધનોના પરીક્ષણ
આતંકીઓ પાસેથી ધાર્મિક લખાણો અને અન્ય પુરાવા મળી આવ્યા છે. અગાઉના આઠ આતંકી સાથે મળી વિસ્ફોટનું પરીક્ષણ કરી રહ્યા હતા. બોમ્બ બનાવવાનું મટીરિયલ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે, પકડાયેલા આરોપીઓ અગાઉના આરોપીઓ સાથે જોડાયેલા હતા. તમામ આરોપીઓ વિસ્ફોટક સાધનોના પરીક્ષણમાં પણ સામેલ હતા.જેહાદી પુસ્તકો કોણે આપ્યાં તે અંગે ATS તપાસ કરશે.
5 આતંકીઓ સકંજામાં
ઉલ્લેખનીય છે કે અગાઉ 3 જુલાઈના રોજ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જે તમામ પાકિસ્તાની હેન્ડલરનો આદેશ માનતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તેઓ જૈશના સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર કરીને તેની વિચારધારા ફેલાવતા હતા. અને ગુજરાતમાં દારૂલ ઈસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ નામનું સંગઠન પણ બનાવ્યું હતું. આ આતંકીઓની પૂછપરછમાં જ નવા શકમંદોના નામ સામે આવ્યા છે. અને તેના આધારે કેટલાંક શંકાસ્પદોની અટકાયત કરાઈ હતી. અને હવે 5 આતંકીઓ સકંજામાં આવ્યા છે. ઝ
ડપાયેલા આતંકીઓમાંથી મોહમ્મદ અયુબ કડીવાલાએ ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યાનો પણ ખુલાસો થયો છે. ગઈકાલે તમામને કડી કોર્ટમાં રજૂ કરતાં પોલીસે તેમના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેમની પૂછપરછમાંવધુ ખુલાસા થવાની શક્યતા છે.
Breaking News : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 7 આતંકીઓની કરી ધરપકડ, જૈશ એ મોહમ્મદ મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનો ખુલાસો અહી ક્લિક કરો
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
