AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan: ક્યાંક પોલીસ કારમાં સવાર, તો ક્યાંક સેલ્ફી લેતા તાલીબાનો, જુઓ તાલિબાનના કબજા બાદની કાબુલની તાજી તસવીરો

Kabul Taliban Latest: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ તાલિબાનીઓ ઠેર-ઠેર દેખાય રહ્યા છે. હાથમાં બંદૂકો ધરાવતા આ તાલિબાનીઓ ચાલતા વાહનોને રોકી રહ્યા છે. અમેરિકન સૈનિકોની ઘરવાપસી બાદ દેશનું ચિત્ર ખૂબ જ ઝડપથી બદલાઈ ગયું છે.

Smit Sojitra
| Edited By: | Updated on: Aug 16, 2021 | 8:02 PM
Share
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનના આગમન સાથે, ત્યાંનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. કાબુલની શેરીઓમાં તાલિબાન લડવૈયાઓ ઠેર-ઠેર ઉભા જોવા મળે છે. તેમના હાથમાં બંદૂકો છે અને તેઓ નિર્ભય દેખાય છે.

1 / 8
આ તસવીર કાબુલની તે શેરીઓની છે, જ્યાં મહિલાઓ અને અન્ય સામાન્ય લોકો મુક્તપણે ફરતા જોવા મળતા હતા. પરંતુ હવે હથિયારો સાથે આ તાલિબાનીઓ તસવીરો લઈ રહ્યા છે. તેના હાથમાં સફેદ તાલિબાની ધ્વજ પણ છે.

2 / 8
આ મહિનાના અંત સુધીમાં અમેરિકન સૈનિકોની સંપૂર્ણ વાપસી પહેલા જ તાલિબાનીઓ પહેલાથી જ સમગ્ર દેશમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી ચૂક્યા છે.કાબુલનો માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. હવે દરેક જગ્યાએ માત્ર તાલિબાનીઓ જ દેખાય રહ્યા છે.હાથમાં હથિયારો સાથે આ લોકો રસ્તા પર વાહનો રોકી રહ્યા છે (Happening in Afghanistan). મોટી સંખ્યામાં લોકો દેશ છોડી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો ખુશીથી તેમની સાથે ઉભેલા પણ જોવા મળે છે.

3 / 8
આ લીલી કાર પોલીસની છે, જેમાં હવે તાલિબાનીઓ મુસાફરી કરી રહ્યા છે. સાથે જ આ લોકો ચાલતા વાહનોને રોકીને તેની તપાસ પણ કરી રહ્યા છે.દેશ પર કબજો કર્યા બાદ તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. કેટલાક એકબીજાને ગળે લગાવી રહ્યા છે અને કેટલાક હસતા હસતા એકબીજા સાથે વાત કરી રહ્યા છે.

4 / 8
આ તસવીર સંરક્ષણ મંત્રાલયની બહારની પણ છે. કેટલીક એમ્બ્યુલન્સ પણ અહીં ટ્રાફિકની વચ્ચે અટવાઇ છે. જ્યારે તાલિબાન અને તેના સમર્થકો શેરીઓમાં આરામથી ઉભા છે.

5 / 8
જ્યારે હજારો અન્ય લોકો દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, કેટલાક લોકો તાલિબાનને ટેકો આપી રહ્યા છે. આ તસવીરોમાં આપણે જોઈ શકીએ છીએ કે આ માણસ કેવી રીતે તાલિબાની ફાઈટર સાથે સેલ્ફી લઈ રહ્યો છે.

6 / 8
આ તસવીર કાબુલની તે શેરીઓની છે, જ્યાં મહિલાઓ અને અન્ય સામાન્ય લોકો મુક્તપણે ફરતા જોવા મળતા હતા. પરંતુ હવે હથિયારો સાથે આ લડવૈયાઓ તસવીરો લઈ રહ્યા છે. તેના હાથમાં સફેદ તાલિબાની ધ્વજ પણ છે.

7 / 8
અફઘાનિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીએ સવારે એક એડવાઈઝરી બહાર પાડી હતી કે એરપોર્ટનો "નાગરિક ભાગ" "આગલી સૂચના સુધી" બંધ કરવામાં આવ્યો છે  અને સેનાએ એરસ્પેસ (Kabul Airport)નો કબજો લઈ લીધો છે. તાલિબાન દ્વારા દેશ પર કબજો જમાવવાની ઝડપથી અમેરિકી અધિકારીઓ પણ સ્તબ્ધ છે.તાલિબાનીઓના લઘુતમ વિરોધ વચ્ચે કાબુલમાં પ્રવેશતા પહેલા, અમેરિકી દળોએ અંદાજ લગાવ્યો હતો કે તેમને (તાલિબાન) રાજધાની પર કબજો કરવામાં મહિનાઓ લાગશે.

8 / 8
g clip-path="url(#clip0_868_265)">