1) તણાવ અને બર્નઆઉટ એ વર્કપ્લેસ પર જોવા મળતી આજની સોથી ગંભીર સમસ્યાઓમાંની એક ગણાય છે. જેમાંથી આગળ જતા એન્ગઝાયટી અને ડિપ્રેશન પણ થઇ શકે છે.
2) હાલમાં જોવા મળતું વર્ક ફ્રોમ હોમ પણ આ તણાવ માટે જવાબદાર છે. પર્સનલ અને પ્રોફેશનલ જીવન વચ્ચે જયારે બેલેન્સ ન જણાય ત્યારે બર્નઆઉટ થાય છે.
3) સમયના અભાવના લીઘે પણ લોકોમાં તણાવ વઘી રહયો છે. બ્રેક ટાઇમ મેનેજ ન થવાથી કામનું ભારણ વઘવાથી સ્ટ્રેસ સતત વઘતો જાય છે.
4) ઓછી ઉંઘના લીઘે પણ તણાવ વઘે છે. દરરોજ 6 થી 8 કલાકની ઉંઘ ફરજીયાત છે. ઓછી ઉંઘના કારણે તમારા મગજની કાર્યશકિત ઘટી જાય છે, અને યાદશકિતમાં પણ ઘટાડો થાય છે.
5) તમે જો કોઇ કામ પરાણે કરો છો તો બેશક તણાવ વઘવાનો જ છે. મોટાભાગના લોકો તેમને ન ગમતું કામ પરાણે કરે છે, અને બીજાની દેખાદેખી કરે છે. ત્યારે પણ બર્નઆઉટ અને તણાવ થઇ શકે છે.
6) કામ કરવા માટે અપરાધભાવથી પ્રેરિત બનવું પણ તણાવ ઉત્પન કરે છે. દરેક માટે પ્રેરિત અને મહેનતુ બનવું એ હંમેશા આદર્શ પરિસ્થિતિ માનવામાં આવે છે. જો કે, આને જો અપરાધ કે તમારા ભૂતકાળ સાથે કંઈ લેવાદેવા હોય, તો તે બર્નઆઉટ અને તણાવ તરફ દોરી શકે છે.