અજબ – ગજબ ! શું તમે જાણો છો વિશ્વની એવી જગ્યાઓ વિશે જ્યા સુર્યાસ્ત થતો જ નથી !

કુદરતે રચેલી આ દુનિયામાં વિવિધ પ્રકારની અજાયબીઓ આવેલી છે જે આપણને ઘણી વખત આશ્ચર્યમાં મુકી દે છે ત્યારે અમે તમને જણાવી દઈએ કે વિશ્વમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં સુર્યાસ્ત થતો જ નથી

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 6:36 AM
દિવસ અને રાતનું ચક્ર સતત ચાલ્યા કરે છે. આ કોઈ નવી વાત નથી, પરંતુ શું તમે એવી જગ્યાઓ વિશે જાણો છો જ્યાં સૂર્ય ક્યારેય ડૂબતો નથી? દુનિયામાં કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં 70 દિવસથી વધારે સમય સુધી સૂર્ય અસ્ત થતો નથી. ચાલો તમને એવા દેશો વિશે જણાવીએ જ્યાં સૂર્ય ક્યારેય ડૂબતો નથી અથવા તો એમ કહી શકીએ કે ત્યાં ક્યારેય રાત થતી નથી.

1 / 7
આર્ક્ટિક સર્કલમાં આવેલું નોર્વે, મિડનાઈટ સન તરીકે પણ ઓળખાય છે, એટલે કે, એક એવો દેશ જ્યાં સૂર્ય મે થી જુલાઈના અંત સુધી અસ્ત થતો નથી. સૂર્ય અહીં 76 દિવસ સુધી રહે છે. નોર્વેના સ્વાલબાર્ડમાં પણ 10 એપ્રિલથી 23 ઓગસ્ટ સુધી સૂર્ય અસ્ત થતો નથી. તમે આ સમય દરમિયાન આ સ્થળની મુલાકાત લેવાની યોજના બનાવી શકો છો અને ક્યારેય રાત ન થનારી જગ્યાને તમારા કેમેરામાં કેદ કરી શકો છો.

2 / 7
નુનાવટ એક સુંદર શહેર છે જેમાં ત્રણ હજારથી વધુ લોકો છે, જે કેનેડાના ઉત્તર -પશ્ચિમ પ્રદેશોમાં આર્કટિક સર્કલથી બે ડિગ્રી ઉપર સ્થિત છે. શહેરમાં વર્ષના લગભગ બે મહિના માટે જ 24 કલાક સૂર્યપ્રકાશ મળે છે. જ્યારે શિયાળા દરમિયાન આ સ્થળે સતત 30 દિવસ સુધી અંધારું રહે છે.

3 / 7
આઇસલેન્ડ ગ્રેટ બ્રિટન પછી યુરોપનો સૌથી મોટો ટાપુ છે, અને તે એવો પણ દેશ છે જ્યાં તમને એક પણ મચ્છર જોવા મળશે નહીં. બીજી બાજુ, જો આપણે સૂર્યની વાત કરીએ તો, આઇસલેન્ડમાં જૂન મહિનામાં સૂર્ય ક્યારેય ડૂબતો નથી અને રાત્રે પણ એવુ લાગે છે કે જાણે દિવસ ઉગી ગયો હોય. જો તમે મધ્યરાત્રિમાં પણ આ સુંદર દ્રશ્ય જોવા માંગતા હો, તો તમારે આર્કટિક સર્કલમાં આવેલા આકુરેયરી શહેર અને ગ્રીમ્સી ટાપુની મુલાકાત લેવી પડશે.

4 / 7
આ શહેર અલાસ્કામાં આવેલું છે. તમને જણાવી દઈએ કે બેરોમાં મે મહિનાના અંતથી જુલાઈના અંત સુધી સૂર્ય અસ્ત થતો નથી. પછી થોડા મહિનાઓ પછી એટલે કે શિયાળામાં તમને તેનું ઉલટું જોવા મળશે, નવેમ્બરની શરૂઆતમાં ત્યાં આગામી 30 દિવસ સુધી અંધારું રહે છે. આ સ્થિતિને ધ્રુવીય નાઇટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરફથી ઢંકાયેલા પર્વતો અને મંત્રમુગ્ધ કરી દેનારા ગ્લેશિયર્સ માટે પ્રખ્યાત, આ સ્થળની ઉનાળા અથવા શિયાળામાં મુલાકાત લઈ શકાય છે.

5 / 7
હજારો તળાવો અને ટાપુઓની ભૂમિ, ફિનલેન્ડનો મોટાભાગનો ભાગ ઉનાળા દરમિયાન માત્ર 73 દિવસો સુધી સૂર્ય જોવા મળે છે. જ્યારે, શિયાળાના સમય દરમિયાન અહીં વિપરીત પરીસ્થીતી હોય છે, જે દરમિયાન ગાઢ અંધકાર હોય છે. આ સ્થિતિ ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી જોઇ શકાય છે. પરંતુ તે માત્ર તે ભાગોમાં જોઈ શકાય છે, જે આર્ટીકલ સર્કલમાં આવે છે. આ પણ એક કારણ છે કે અહીંના લોકો ઉનાળામાં ઓછું અને શિયાળામાં વધુ ઉંઘે છે. અહીં તમે નોર્દન લાઈટ્સ, સ્કીઈંગ અને ગ્લાસ ઈગ્લૂમાં રહીને આનંદ માણી શકો છો.

6 / 7
મેની શરૂઆતથી ઓગસ્ટના અંત સુધી, સ્વીડનમાં મધ્યરાત્રિની આસપાસ સૂર્ય ડૂબી જાય છે અને દેશમાં ફરી સાંજે 4 વાગ્યે દિવસ ઉગી નિકળે છે. આ એક એવો દેશ છે જ્યાં તમને વર્ષના છ મહિના સવાર જ જોવા મળશે. અહીં પ્રવાસીઓ સાહસ પ્રવૃત્તિઓ, ગોલ્ફિંગ, માછીમારી, ટ્રેકિંગ અને અન્ય ઘણા બધાી પ્રવૃતિઓ કરીને દીવસ પસાર કરી શકે છે. પ્રકૃતિનો સુંદર નજારા માટે સ્વીડન પ્રવાસીઓમાં ખૂબ પ્રખ્યાત છે.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">