લો કરી લો વાત !, આ શહેરમાં ઉંદરોનો નાશ કરવા અધિકારીની નિમણૂક કરવામાં આવી, પગાર જાણીને તમારી આંખો પણ પહોળી થઈ જશે !
અમેરિકાના એક શહેરમાં ઉંદરોને ખતમ કરવા માટે એક અધિકારીની નિમણૂક કરવામાં આવી છે અને આ કામ માટે તેને દર વર્ષે કરોડો રૂપિયાનો પગાર પણ મળે છે.


ભારતમાં લોકો ઉંદરોથી ખૂબ જ પરેશાન છે. તમામ પ્રયાસો પછી પણ ઉંદરોને ઘરમાં રોકી શકાતા નથી તે ગમે તે રીતે ઘરમાં ઘૂસી જ જાય છે. ઘણી વખત કબાટમાં આપણે કોઈ કિંમતી ચીજવસ્તુ મુકી હોય અને જ્યારે તેની જરૂર હોય ત્યારે તમે તેને બહાર કાઢીએ છીએ ત્યારે તે વસ્તુ ખરાબ થઈ ગઈ હોય છે. કારણ કે ઉંદરોએ તેના તીક્ષ્ણ દાંત વડે તે વસ્તુ ચાવી નાખી હોય. તે સમયે તમને ગુસ્સો આવે અને પહેલા તો એક જ વિચારો કે આ ઉંદરોનું શું કરવું? અને પછી ઉંદરને ભગાડવા અનેક પદ્ધતિઓ અપનાવો છો. પરંતુ, શું તમે જાણો છો કે અમેરિકાના એક શહેરમાં ઉંદરોને ખતમ કરવા માટે એક અધિકારીની નિમણૂક કરવામાં આવી છે અને આ કામ માટે તેને દર વર્ષે કરોડો રૂપિયાનો પગાર પણ મળે છે. ( ફોટો ક્રેડિટ - ગુગલ )

થોડા સમય પહેલા અમેરિકાના ન્યુયોર્કમાં એક એવી નોકરીની ખૂબ ચર્ચા થઈ હતી જેનો પગાર ભારતમાં મોટામાં મોટા પદ પર કામ કરતા સરકારી ઓફિસર કરતા પણ વધુ છે. અને હા, તે કામ બીજુ કઈ નહીં પણ ઉંદરોને ખતમ કરવાનું છે. હકીકતમાં અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં ઉંદરોની સંખ્યા ખૂબ વધી ગઈ છે અને સામાન્ય લોકો તેના કારણે ખૂબ જ પરેશાન થઈ ગયા છે. જેના કારણે ઉંદરોને ભગાડવા અને ખતમ કરવા ન્યુયોર્કમાં ઉંદર મારવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ( ફોટો ક્રેડિટ - ગુગલ )

શહેરના સેનિટેશન વિભાગે જણાવ્યું હતું કે ન્યુયોર્કમાં બે વર્ષમાં ઉંદરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સાથે જ ઘરોમાં પણ મોટી સંખ્યામાં ઉંદરો જોવા મળી રહ્યા છે. જે રીતે ઉંદરોની સંખ્યા ઝડપથી વધી રહી છે તે ખૂબ જ ચિંતાજનક છે. વિભાગના જણાવ્યા અનુસાર વધતા જતા કચરાના કારણે શહેરમાં ઉંદરોની સંખ્યા વધી રહી છે. ( ફોટો ક્રેડિટ - ગુગલ )

ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે બુધવારે કેથલીન કોરાડી નામના વ્યક્તિને 'રોડેન્ટ મિટિગેશનના ડિરેક્ટર' એટલે કે રેટ જારના પદ પર નિયુક્ત કર્યા છે એટલે કે ઉંદર ખતમ કરવા માટે તેમની નિયુક્તી કરવામાં આવી છે. કેથલીન અગાઉ શિક્ષણ વિભાગમાં ઉંદરોની સંખ્યા ઘટાડવા માટે અનેક ઝુંબેશ પણ ચલાવી ચૂકી છે. જણાવી દઈએ કે શહેરના મેયર છેલ્લા ઘણા સમયથી આ પદ માટે એક વ્યક્તિની શોધમાં હતા. આ કામ માટે કેથલીનને વાર્ષિક $1.20 લાખથી $1.70 લાખની વચ્ચે પગાર મળશે. જો તેને ભારતીય નાણાંમાં ફેરવવામાં આવે તો કેથલીનને વાર્ષિક 97.70 લાખથી 1.38 કરોડ રૂપિયા પગાર તરીકે મળશે. ( ફોટો ક્રેડિટ - ગુગલ )

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ન્યૂયોર્કમાં ઉંદરોની સંખ્યા ઘણી વધી ગઈ છે. એક આંકડા પ્રમાણે શહેરમાં 30 લાખથી વધુ ઉંદરો અહીં-ત્યાં રહે છે. જો કે એવું નથી કે અગાઉ તેમને ઘટાડવાના પ્રયાસો શહેરમાં થયા ન હતા, પરંતુ તેમ છતાં તેમાં સફળતા મળી રહી નથી. હવે જ્યારે કેથલીન ચાર્જમાં છે, ત્યારે ઉંદરોની સંખ્યામાં ઘટાડો થવાની ધારણા છે. ( ફોટો ક્રેડિટ - ગુગલ )

































































