આસામ
આસામ એ ભારતના ઉત્તર-પૂર્વમાં સ્થિત એક રાજ્ય છે. આસામ રાજ્યનો કુલ વિસ્તાર 78,466 ચોરસ કિમી છે. આસામ રાજ્યની સરહદો ભૂટાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. ભારતમાં, તેની સરહદો પૂર્વમાં નાગાલેન્ડ અને મણિપુર, પશ્ચિમમાં પશ્ચિમ બંગાળ, મિઝોરમ, મેઘાલય અને દક્ષિણમાં ત્રિપુરા સાથે જોડાયેલી છે. આસામનુ પાટનગર દિસપુર છે. 2001ની વસ્તી ગણતરી મુજબ, આસામની કુલ વસ્તી આશરે 3,11,69,272 હતી. અહીં હિન્દુઓની વસ્તી 1,72,96,455, મુસ્લિમોની 82,40,611, ખ્રિસ્તીઓની 9,86,589, શીખોની 22,519, બૌદ્ધ ધર્મની 51,029, જૈન ધર્મની 23,957 અને અન્ય ધર્મોના 22,999 લોકોની વસ્તી હતી.
રાજ્યની મુખ્ય નદી બ્રહ્મપુત્રા છે. આસામ એક કૃષિપ્રધાન રાજ્ય છે. ચા, શણ અને શેરડી અહીંના મુખ્ય ઔદ્યોગિક અને રોકડિયા પાક છે. લગભગ 65 ટકા ખેતીની જમીન ચાની ખેતી હેઠળ સમાવિષ્ટ છે. આસામની અર્થવ્યવસ્થામાં તેની વિશેષ ભૂમિકા છે. ભારતના 7100 નાના અને મોટા ચાના બગીચાઓમાંથી લગભગ 700 માત્ર આસામમાં આવેલા છે. આ ઉદ્યોગ અંદાજે 3,79,781 લોકોને રોજગાર પૂરો પાડે છે, જેમાંથી મોટાભાગના બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના છે.