AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News9 Indian Tigers and Tigresses Season 2: નેશનલ ફૂટબોલ ટ્રાયલનો પ્રારંભ થતાં જ ડિબ્રુગઢમાં ખૂબ જ ઉત્સાહ

ટીવી9 નેટવર્કના ન્યુઝ9 ઈન્ડિયન ટાઈગર્સ એન્ડ ટાઈગ્રેસેસ ફુટબોલ અભિયાન માટે દિબ્રુગઢમાં આયોજિત નેશનલ ફુટબોલ ટ્રાયલના પહેલા દિવસે મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો.

News9 Indian Tigers and Tigresses Season 2:  નેશનલ ફૂટબોલ ટ્રાયલનો પ્રારંભ થતાં જ ડિબ્રુગઢમાં ખૂબ જ ઉત્સાહ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2026 | 2:23 PM
Share

ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે TV9 નેટવર્કની પહેલ, News9 ઇન્ડિયન ટાઇગર્સ એન્ડ ટાઇગ્રેસિસ માટે ત્રણ દિવસીય રાષ્ટ્રીય ટ્રાયલનો પ્રથમ દિવસ, દિબ્રુગઢના ખાનીકાર સ્ટેડિયમમાં પૂર્ણ થયો. દિબ્રુગઢમાં ટ્રાયલ એ ભારતના અનેક રાજ્યોમાં ફેલાયેલા વિશાળ ગ્રાસરૂટ સ્કાઉટિંગ અભિયાનનો છેલ્લો રાષ્ટ્રીય પસંદગીનો તબક્કો છે. જે ભારતના અનેક રાજ્યમાં ફેલાયેલો છે. દેશભરમાંથી 38,000થી વધારે બાળકોની પસંદગીની પ્રકિયાના શરુઆતના રાઉન્ડમાં ભાગ લીધો હતો.

અનેક પ્રવાસની સ્ક્રીમિંગ અને ક્ષેત્રીય પરીક્ષણો પછી અંદાજે 300 યુવા ફુટબોલ ખેલાડીઓને હવે આસામના દિબ્રુગઢમાં આયોજિત થાનરી 3 દિવસયી નેશનલ ટ્રાયલમાં પ્રતિસ્પર્ધા માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાંથી માત્ર 25 ખેલાડીઓની પસંદગી જર્મની જવા માટે કરવામાં આવશે. જ્યાં તે સ્પેશિયલ સુવિધાઓની સાથે ફુટબોલ ટ્રેનિંગ અને અનુભવ મેળવશે. તેમજ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ પણ કરશે.

આસમ સરકારે કર્યો સહયોગ

આસામમાં ટ્રાયલ આસામ સરકારના મજબુત સમર્થનથી સંભવ થયું છે. જેમાં રાજ્યના રમત પ્રશાસનનો સહયોગ તેમજ મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાની ઓફિસનું પ્રોત્સાહન પણ સામેલ છે. આ પહેલને આસામ સ્પોર્ટ્સ ઓથોરિટી અને રમતગમતના વિશેષ સચિવ તરફથી પણ સમર્થન મળ્યું, જેના કારણે આ કાર્યક્રમ માટે વ્યાપક સંગઠન અને માળખાગત સુવિધા શક્ય બની.

ન્યૂઝ9 ઇન્ડિયન ટાઇગર્સ એન્ડ ટાઇગ્રેસિસ પહેલે ભારતભરની અનેક રાજ્ય સરકારો અને ફૂટબોલ સંસ્થાઓ સાથે ભાગીદારી પણ સ્થાપિત કરી છે, જેમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક, પંજાબ અને લદ્દાખ ફૂટબોલ એસોસિએશનના ફૂટબોલ એસોસિએશન અને રમતગમત સત્તાવાળાઓનો સમાવેશ થાય છે, જે પ્રોજેક્ટના રાષ્ટ્રીય સ્તરને પ્રતિબિંબિત કરે છે.

ખાનિકર સ્ટેડિયમમાં ટ્રાયલના પહેલા જ દિવસે હાઈ ઈન્ટન્ટેસિટી વાળી પ્રેક્ટિસ, મેચ સિમલુશેન, ટેકનીકલ તેમજ ફિટનેસ જોવા મળી હતી. કારણ કે, કોચને અંતિમ 25માં સ્થાન બનાવવા માટે પ્રતિસ્પર્ધા કરી રહેલા ખેલાડીઓને જોઈ શકે. ટ્રાયલના પહેલા દિવસે દિબ્રુગઢ જિલ્લા કમિશનર બિક્રમ કારી, દિબ્રુગઢ ડીઆઈજી સીઆરપીએફ (ઓપરેશન્સ) પ્રભાકર ત્રિપાઠી અને દિબ્રુગઢ જિલ્લા રમતગમત અધિકારી સામી સૈકા સહિત અનેક વરિષ્ઠ મહાનુભાવો હાજર રહ્યા હતા. તેમની હાજરીએ પાયાના સ્તરે રમતગમત અને યુવા વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ પહેલના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે આયોજકો અને ખેલાડીઓ સાથે વાતચીત કરી.

અનુભવી કોચિંગ સ્ટાફની દેખરેખમાં ટ્રાયલ

અનુભવી કોચિંગ સ્ટાફની દેખરેખમાં ટ્રાયલ આયોજિત કરવામાં આવ્યું હતુ. જેમાં હેડ કોચ કર્મા પણ સામેલ છે. જેમણે પસંદગીની પ્રકિયાની પ્રતિસ્પર્ધી પ્રકૃતિ અને ટેકનીક કૌશલ તેમજ માનસિક દઢતા વાળા ખેલાડીઓની ઓળખ કરવાના મહત્વ પર જોર પાડ્યું છે. ન્યુઝ9 ઈન્ડિયન ટાઈગર્સ એન્ડ ટાઈગ્રેસેસ પહેલને શ્રીનિધિ વિશ્વવિદ્યાલય દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા છે. જેમાં રામૈયા વિશ્વવિદ્યાલય સહયોગી એસોસિયેટ સ્પોન્સર તરીકે કાર્ય કરી રહ્યું છે, જે યુવા ફૂટબોલરોને આંતરરાષ્ટ્રીય સ્તરે એક્સપોઝર મેળવવાનો માર્ગ મોકળો કરે છે.

સખત સ્પર્ધા, ઉચ્ચ ખેલાડીઓનો ઉત્સાહ અને મજબૂત સંસ્થાકીય સમર્થન સાથે, દિબ્રુગઢમાં રાષ્ટ્રીય ટ્રાયલ્સના પ્રથમ દિવસે પસંદગીના બાકીના દિવસો માટે મંચ તૈયાર કર્યો છે, કારણ કે સેંકડો યુવા ફૂટબોલરો જર્મનીમાં વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક માટે સ્પર્ધા કરે છે.

પ્રધાનમંત્રી મોદીના આશીર્વાદને કારણે પહેલી સીઝન સફળ રહી

નવી દિલ્હીમાં આયોજિત “વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે 2025” (WITT 2025) ગ્લોબલ સમિટમાં ફૂટબોલ ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામની પ્રથમ સીઝનમાં પસંદ કરાયેલા દેશના ટોચના યુવા ફૂટબોલરોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક વિદાય આપી. ભારતના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક, TV9 દ્વારા આયોજિત, ગ્લોબલ સમિટ માર્ચ 2025 માં દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ હતી. યુરોપના સફળ પ્રવાસ બાદ, માનનીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને ભારતમાં ઑસ્ટ્રિયન રાજદૂત કેથરીના વિઝર દ્વારા ઑસ્ટ્રિયન દૂતાવાસમાં યુવા ફૂટબોલરોનું સ્વાગત કરવામાં આવ્યું.

ફૂટબોલ સામાન્ય રીતે લંબચોરસ ઘાસ અથવા કૃત્રિમ મેદાન પર દરેક છેડે એક ગોલપોસ્ટ સાથે રમાય છે. અહી ક્લિક કરો

Follow Us
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">