ગૂજરાત વિ્દ્યાપીઠમાંથી જર્નાલિઝમનો અભ્યાસ. ગુજરાતના નામાંકિત દૈનિક ગુજરાત સમાચારમાં બે મહિના ઈન્ટર્નશીપ. 20 જૂન 2025 થી કારકિર્દીની tv9 ગુજરાતી ડિજિટલ પ્લેટફોર્મ પર કન્ટેન્ટ રાઈટર તરીકે કારકિર્દીની શરૂઆત.
Surat: ‘શિવ રેસિડેન્સી’ દુર્ઘટનામાં 48 કલાકે તંત્ર જાગ્યું, કમિશનર અને મેયરે મોડી રાત્રે લીધી મુલાકાત, જુઓ Video
શનિવાર સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી ‘શિવ રેસિડેન્સી’માં દીવાલ ધરાશાયી થવાની ઘટનાના 48 કલાક બાદ આખરે તંત્ર મોડે-મોડે એક્શનમાં આવ્યું છે. સ્થાનિક રહીશોના ભારે આક્રોશ અને વિરોધ પ્રદર્શન બાદ મ્યુનિસિપલ કમિશનર અને મેયરે મોડી રાત્રે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
- Manish Gangani
- Updated on: Dec 19, 2025
- 9:31 pm
ઇન્કમ ટેક્સનો મેસેજ જોઈ ગભરાશો નહીં: જાણો કયા કિસ્સામાં નોટિસને અવગણી શકાય અને ક્યારે રિપ્લાય આપવો જરૂરી
ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ મળતાં જ ઘણા કરદાતાઓ ગભરાઈ ગયા છે. દંડ કે તપાસની ભીતિ વચ્ચે હવે વિભાગે જાતે સ્પષ્ટતા કરી છે. CBDTએ જણાવ્યું છે કે આવી ઇમેઇલ્સ અને SMS કોઈ કાર્યવાહી માટે નહીં, પરંતુ માત્ર ચેતવણીરૂપ સલાહ છે. તો આ નોટિસ કેમ આવે છે, શું કરવું જોઈએ અને ક્યારે અવગણવી સુરક્ષિત છે? જાણો સંપૂર્ણ વિગતો…
- Manish Gangani
- Updated on: Dec 19, 2025
- 9:22 pm
સોના-ચાંદીના ભાવમાં મોટી હલચલ: ચાંદીના ભાવમાં ₹3,500નો કડાકો, સોનું ₹1.36 લાખને પાર
સોના-ચાંદીના ભાવમાં આજે મોટી વધઘટ જોવા મળી છે. ચાંદી તેના ઐતિહાસિક ઉચ્ચ સ્તરેથી નીચે પછડાઈ છે, જ્યારે સોનાના ભાવમાં પણ સ્થિરતા જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટના સંકેતો અને રોકાણકારો દ્વારા કરવામાં આવેલ પ્રોફિટ બુકિંગને કારણે બજારમાં આ ફેરફાર જોવા મળ્યો છે. જાણો, ખરીદી કરતા પહેલા આજના લેટેસ્ટ રેટ્સ.
- Manish Gangani
- Updated on: Dec 19, 2025
- 8:30 pm
BU પરમિશન વગર ધમધમતી 7થી વધુ શાળા સીલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન વગર ચાલી રહેલી પ્રાયમરી શાળાઓ સામે કડક પગલાં લીધાં છે. શહેરમાં 7થી વધુ પ્રાયમરી સ્કૂલોને સીલ કરી દેવામાં આવી છે. AMC દ્વારા શાળાઓને તાત્કાલિક BU પરમિશન મેળવી લેવા સૂચના આપવામાં આવી છે. શાળાઓ સીલ થતાં બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સંબંધિત સંસ્થાઓએ ઓનલાઈન શિક્ષણ શરૂ રાખ્યું છે. બીજી તરફ, BU પરમિશન ન લેવાય તો શાળાની માન્યતા રદ કરવાની ચીમકી DEO તરફથી આપવામાં આવી છે. સીલ કરાયેલી શાળાઓમાં બ્રાઈટન પબ્લિક સ્કૂલ (સરખેજ), ફારૂકે આઝમ પ્રાયમરી સ્કૂલ (જુહાપુરા), ધ ન્યૂ એજ પ્રાયમરી સ્કૂલ (સરખેજ), કુવૈસ પ્રાયમરી સ્કૂલ (સરખેજ), ક્લાસિક પ્રાયમરી સ્કૂલ (જુહાપુરા), નેશનલ પ્રાયમરી સ્કૂલ (સરખેજ), ગુલશન એ મહેર સ્કૂલ (સરખેજ) અને ફોર્ચ્યુન સ્કૂલ (મકરબા)નો સમાવેશ થાય છે.
- Manish Gangani
- Updated on: Dec 19, 2025
- 7:02 pm
શું ભીંડાનું પાણી પીવાથી ખરેખર વજન ઘટે છે ? જાણો સોશિયલ મીડિયાના દાવા પાછળનું સત્ય
શું ભીંડાનું પાણી ખરેખર વજન ઘટાડે છે? આજકાલ સોશિયલ મીડિયા પર તેને એક 'મેજિક ડ્રિંક' ગણાવવામાં આવી રહ્યું છે. દાવો છે કે તે ચરબીને ઝડપથી ઓગાળે છે. પરંતુ શું આ વાતમાં કોઈ તથ્ય છે કે માત્ર વાયરલ ટ્રેન્ડ? જાણો આ વિષય પર હેલ્થ એક્સપર્ટ્સનું શું કહેવું છે અને આ પાણી પીતા પહેલા કઈ સાવધાની રાખવી જોઈએ.
- Manish Gangani
- Updated on: Dec 19, 2025
- 6:35 pm
રાત્રે સૂતા પહેલા ફક્ત એક એલચી ખાવાના ફાયદા જાણી ચોંકી જશો, શરીર બનશે લોખંડ જેવું મજબૂત
દૈનિક જીવનમાં એક નાની આદત સ્વાસ્થ્ય માટે મોટો લાભ આપી શકે છે. સૂતા પહેલા નાની એલચી ખાવાથી પાચન પ્રક્રિયા સક્રિય થાય છે, ઊંઘમાં સુધારો થાય છે અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે. સાથે જ, એલચી ચયાપચય વધારી વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે.
- Manish Gangani
- Updated on: Dec 19, 2025
- 5:36 pm
Surat : નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI પ્રવીણ જાડેજા લાંચ લેતા ઝડપાયા, જુઓ Video
સુરત જિલ્લાના કિમ પોલીસ સ્ટેશનમાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં નકલી પોલીસ બનીને લોકો પાસેથી તોડ કરનારા આરોપીઓએ અસલી પોલીસ અધિકારીને ACBના છટકામાં ફસાવ્યા છે. કિમ પોલીસ સ્ટેશનના PI પ્રવીણ જાડેજા અને મધ્યસ્થી બનેલા વકીલ ચિરાગ ગોંડલિયાને અમદાવાદ ACBએ ₹3 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
- Manish Gangani
- Updated on: Dec 19, 2025
- 3:51 pm
19 December 2025 રાશિફળ : આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજના દિવસે કેટલીક રાશિના જાતકો આજે ઓફિસમાં કામ ભવિષ્યમાં ઘણી રીતે પ્રતિબિંબિત થશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...
- Manish Gangani
- Updated on: Dec 19, 2025
- 8:01 am
19 December 2025 રાશિફળ: શુક્રવારનો દિવસ આ રાશિના જાતકો માટે લાવશે મોટી ખુશખબર
આજનું રાશિફળ:- જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ? દિવસ દરમિયાન તમારે શું-શું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ બાબતનું ધ્યાન રાખવું? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે માઁ લક્ષ્મીની કૃપા વધશે? કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...
- Manish Gangani
- Updated on: Dec 19, 2025
- 6:01 am
Surat : હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ, જુઓ Video
વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રાજદ્રોહ કેસમાં રાહત મળી છે. રાજદ્રોહ કેસમાંથી હાર્દિક પટેલ સહિત તમામ આરોપીઓનો છુટકારો થયો છે. સરકાર તરફે આપેલી અરજી અનુસંધાને હાર્દિક પટેલ સહિત અલ્પેશ કથીરીયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ વિરૂદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો.
- Manish Gangani
- Updated on: Dec 18, 2025
- 8:38 pm
સોનું સ્થિર પણ ચાંદી બેકાબૂ ! દિલ્હીમાં ચાંદી ₹1,800 વધીને નવા રેકોર્ડ સ્તરે, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદી અને સોનાના ભાવમાં ફરી એક વખત તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં અચાનક આવેલા ઉછાળાએ રોકાણકારો અને ગ્રાહકોનું ધ્યાન ખેંચ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં ચાંદી નવા રેકોર્ડ સ્તરે પહોંચી છે, જ્યારે સોનાના ભાવ લગભગ સ્થિર રહ્યા છે.
- Manish Gangani
- Updated on: Dec 18, 2025
- 8:08 pm
અમદાવાદ BRTSના 3 સ્ટેશન પર સ્ટાફ ગાયબ
અમદાવાદમાં BRTS સેવામાં બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ત્રણ BRTS સ્ટેશનો પર ટિકિટિંગ સ્ટાફ ગેરહાજર હોવાનું સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. આ તમામ સ્ટેશનો પર ટિકિટિંગની જવાબદારી સમીર એમ શાહ એન્ડ એસોસિએટ્સ એજન્સીને સોંપવામાં આવી છે.
- Manish Gangani
- Updated on: Dec 18, 2025
- 6:43 pm