AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ના નટ, ના બોલ્ટ અને ના તો રિવેટ…. તેમ છતાંય છે ‘અડીખમ’, આ ઐતિહાસિક પુલ ભારતના કયા રાજ્યમાં આવેલો છે?

તમે ભારતના અલગ અલગ પુલો વિશે તો સાંભળ્યા હશો પરંતુ એક એવો પુલ છે કે જેમાં નટ, બોલ્ટ અથવા રિવેટનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.

| Updated on: Dec 26, 2025 | 6:55 PM
Share
ભારતે એન્જિનિયરિંગ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ભારતે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પુલ બનાવ્યા છે. જો કે, ભારતમાં એક પુલ એવો છે કે, જેમાં એક પણ નટ, બોલ્ટ કે રિવેટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

1 / 7
એક પણ નટ, બોલ્ટ કે રિવેટ ના છતાં પણ આ પુલ એટલો મજબૂત છે કે, તેના પર ટેન્ક અને ફાઇટર પ્લેન પણ ઉતારી શકાય છે. જણાવી દઈએ કે, તે ભારતના સૌથી મજબૂત પુલોમાંનો એક પુલ છે.

2 / 7
ભારતના આસામમાં આવેલ બોગીબીલ પુલ એકમાત્ર એવો પુલ છે, જેમાં નટ, બોલ્ટ કે રિવેટ નથી. આ પોતે જ એન્જિનિયરિંગ ક્ષેત્રે એક અદ્ભુત ઉદાહરણ છે. આ ભારતનો એકમાત્ર પુલ છે, જે સંપૂર્ણપણે વેલ્ડીંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

3 / 7
મોટાભાગના પુલો સામાન્ય રીતે નટ, બોલ્ટ અથવા રિવેટ્સનો ઉપયોગ કરે છે. જો કે, બોગીબીલ પુલ સંપૂર્ણપણે વેલ્ડીંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો, જેમાં સ્વીડિશ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પુલને ઇટાલીથી આયાત કરાયેલ ભારે મશીનરીનો ઉપયોગ કરીને વેલ્ડીંગ કરવામાં આવ્યો હતો.

4 / 7
આસામમાં આ પુલનું સ્થાન સિસ્મિક ઝોન 5 માં આવે છે. આથી, ભૂકંપ દરમિયાન ઉચ્ચ દબાણને કારણે નટ, બોલ્ટ અથવા રિવેટ્સ તૂટી શકે છે. જો કે, વેલ્ડીંગ પુલને સ્થિરતા આપે છે, જેનાથી તૂટી પડવાનું જોખમ ઓછું રહે છે. નટ, બોલ્ટ અને રિવેટ્સવાળા પુલને વધુ જાળવણીની જરૂર પડે છે. સમય જતાં નટ અને બોલ્ટ ઢીલા પડી શકે છે, જેનાથી અકસ્માતનું જોખમ રહેલું હોય છે. જો કે, વેલ્ડીંગના કિસ્સામાં આવું નથી થતું.

5 / 7
પુલમાં નટ અને બોલ્ટનો ઉપયોગ ન થવાને કારણે પુલનું વજન ઘટ્યું છે, જેના કારણે થાંભલાઓ પરનો ભાર ઓછો થયો છે.આ પુલનું આયુષ્ય 120 વર્ષ હોવાનો અંદાજ છે. સામાન્ય રીતે, પુલ 80 થી 100 વર્ષ સુધી ચાલે છે. આ પુલ એટલો મજબૂત છે કે, તે લશ્કરી ટેન્કોથી લઈને ફાઇટર જેટ સુધી બધું જ સંભાળી શકે છે.

6 / 7
આ પુલનો નીચેનો ભાગ રેલવે ટ્રેક ધરાવે છે, જ્યારે ઉપરનો ભાગ રસ્તો ધરાવે છે. આ પુલ કોપર-કોટેડ સ્ટીલનો ઉપયોગ કરીને અનોખી રીતે બનાવવામાં આવ્યો છે, જ્યારે ઉપરનો ભાગ એલ્યુમિનિયમથી કોટેડ છે, જે બ્રહ્મપુત્ર નદીની ભેજવાળી હવાને કારણે તેને કાટ લાગતો અટકાવે છે.

7 / 7

આ પણ વાંચો: નવા વર્ષે નવા નિયમો! 1 જાન્યુઆરી, 2026 થી આ 9 મોટા રૂલ્સ બદલાઈ જશે, આની તમારા ખિસ્સા પર શું અસર પડશે?

g clip-path="url(#clip0_868_265)">