ઝુબીન ગર્ગનો મૃત્યુ પહેલાનો વીડિયો વાયરલ, પાણીમાં કુદતો જોવા મળ્યો સિંગર
એક વીડિયો સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે , ઝુબીન ગર્ગના મૃત્યુના થોડા સમય પહેલાનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઝુબીન પાણીમાં છલાંગ લગાવતો જોવા મળી રહ્યો છે.

બોલિવુડના ફેમસ સિંગર ઝુબીન ગર્ગના અચાનક નિધનથી ઈન્ડસ્ટ્રીમાં માતમ છવાયો છે. સિંગાપુર સ્કુબા ડ્રાઈવિંગ દરમિયાન સિંગરનું નિધન થયું છે.એક વીડિયો સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સિંગર ઝુબિન ગર્ગે લાઇફ જેકેટ વિના દરિયામાં કૂદી પડ્યો હતો. વીડિયો જોયા પછી ચાહકો દુઃખી છે અને સલામતી પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ વીડિયોમાં સિંગર પોતાના મિત્રો સાથે ક્રૂઝ પાર્ટી કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સિંગર પાણીમાં છલાંગ લગાવતો જોવા મળી રહ્યો છે. ઝુબીનની આજુબાજુ પણ અન્ય લોકો જોવા મળી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં શું-શું છે?
સોશિયલ મીડિયા પર ઝુબીનનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઝુબીન ક્રૂઝના કિનારા પર ઉભો છે અને પાણીમાં છલાંગ લગાવતા પહેલા તે પોતાનું લાઈફ જેકેટ ઠીક કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ઝુબીન પાણીની અંદર છલાંગ લગાવી દે છે. તેની આજુબાજુ રહેલા લોકો પણ તેને ચીયર કરતા જોવા મળી રહ્યાછે. આ વીડિયો પર આસામના મુખ્યમંત્રી હિમંતાએ કહ્યું કે પાણીમાં કૂદકો માર્યા પછી, તેઓ બોટમાં ક્રુઝ પર પાછા આવ્યા અને પોતાનું લાઇફ જેકેટ ઉતાર્યા પછી, તેઓ ફરીથી પાણીમાં કૂદી પડ્યા.
জুবিন গাৰ্গৰ অন্তিমটো ভিডিঅ’৷ #ZubeenGargNoMore pic.twitter.com/WMcUsLGWr1
— Jyoti Prasad Nath জ্যোতি প্ৰসাদ নাথ (@xitoo27) September 19, 2025
બીજી વખત છલાંગ લગાવી
મુખ્યમંત્રીએ આગળ જણાવ્યું છે કે, લાઈફ જેકેટ પહેરી ઝુબીન તરવામાં અસફળ રહ્યો હતો. આ દરમિયાન તેમણે પરત આવી જેકેટ ઉતાર્યું હતુ. ત્યારબાદ ફરી તેમણે લાઈવ જેકેટ વગર પાણીમાં છલાંગ લગાવી હતી. બીજી વખત પાણીમાં છલાંગ લગાવતી આ અકસ્માત થયો છે. રિપોર્ટ મુજબ સિંગરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સીપીઆર પણ આપવામાં આવ્યું હતુ. પરંતુ સિંગરે જીવ ગુમાવ્યો હતો.
— Himanta Biswa Sarma (@himantabiswa) September 21, 2025
રવિવારે તેમનો મૃતદેહ આસામના ગુવાહાટી પહોંચ્યો. સિંગરની અંતિમયાત્રા ત્યાંથી શરૂ થઈ. અંતિમયાત્રામાં જુબીનના ચાહકોની મોટી ભીડ એકઠી થઈ અને તેમને અશ્રુભીની વિદાય આપી.
ઝુબિન ગર્ગની પત્ની સારિકા કોણ છે?
ગરિમા સૈકિયા એક પ્રખ્યાત આસામી કોસ્ચ્યુમ ડિઝાઇનર, ફિલ્મ નિર્માતા છે. તેમણે આસામી સિનેમામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
